Gujarat Exclusive > યુથ > મનોરંજન > World Vegetarian Day: આ બૉલિવૂડ અપ્સરાઓ, જેને જોઈને તમે પણ બનશો શાકાહારી

World Vegetarian Day: આ બૉલિવૂડ અપ્સરાઓ, જેને જોઈને તમે પણ બનશો શાકાહારી

0
149

મુંબઈ: વિશ્વભરમાં વર્લ્ડ વેજિટેરિયન ડે (World Vegetarian Day) 1 ઓક્ટોબર એટલે કે આજે મનાવવામાં આવે છે. આપણે કાયમ આપણાં ખોરાકમાં વેજિટેરિયન અને નોન વેજિટેરિયન ડાયટને લઈને એવું વિચારીએ છીએ કે, વેજિટેરિયન ફૂડ (Vegetarian Food)માં વધારે પોષક તત્વો નથી હોતા, પરંતુ આ એક ભ્રમ સિવાય બીજુ કશું જ નથી.

શાકાહારી ભોજન પણ પોષક તત્વોથી ભરપુર હોય જ છે. કદાચ તમે નહીં જાણતા હોય કે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ પણ વેજિટેરિયન ડાયટને (Vegetarian Diet) ફૉલો કરે છે. જેના કારણે તે આટલી સ્લીમ અને ફિટ દેખાય છે.

વેજિટેરિયન ડાયટ બોલિવૂડના સેલેબ્સને ફિટ અને હેલ્થી રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કંઈ બોલિવૂડ અપ્સરાઓ વેજેટેરિયન ડાયટ ફૉલો કરે છે.

આ પણ વાંચો: હાથરસ કાંડ: પીડિતાના પરિવારને મળવા જતાં રાહુલ-પ્રિયંકાને અટકાવાયા

અનુષ્કા શર્મા
અભિનેત્રી અનુષ્કા શર્માને કોઈ ઓળખની જરૂર નથી. બોલિવૂડની સૌથી વર્સેટાઈલ એક્ટ્રેસ જે પોતાની ફિટનેસથી લઈને પોતાના શાનદાર અભિનયના પગલે લાખો દિલો પર રાજ કરે છે. અનુષ્કાએ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે વેજિટેરિય છે અને પોતાની પસંદ પર ગર્વ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા PETA સાથે મળીને જાનવરોના હિત માટે કામ પણ કરે છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ બોલિવૂડની યંગ એક્ટ્રેસમાંથી એક છે. આલિયા પોતાની ફિટનેસ અને સ્ટાઈલ માટે જાણીતી છે. આલિયાએ તાજેતરમાં જ એક વેજિટેરિયન ડાયટ અપનાવ્યું છે. હાલ તેનાથી તે ખૂબ જ ખુશ છે. આલિયાએ જણાવ્યું કે, આ પરિવર્તન મારા પિતા મહેશ ભટ્ટ દ્વારા મારા જીવનમાં આવ્યો છે. જેઓ વર્ષોથી શાકાહારી છે.

કરીના કપૂર ખાન
બોલિવૂડની સૌથી ફિટ અને સેક્સી એક્ટ્રેસ કરીના કપૂપ ખાન પણ શાકાહારી છે. કરીનાની ફિટનેસનો એક જ મંત્ર છે Healthy Food For Healthy Life. કરીનાએ કહ્યું હતું કે, બહારનું ખાવાની જગ્યાએ તે પોતાના ઘરે બનાવેલ ખાવાનું વધારે પસંદ કરે છે. 40 વર્ષની અભિનેત્રી પોતાની ફિટનેસને પગલે કોઈ પણ નવી એક્ટ્રેસને માત આપી શકે છે. કરીનાએ પોતાની પ્રેગ્નેન્સીના થોડા સમય બાદ પોતાની ફિટનેસથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌત એવી અભિનેત્રીઓમાંથી એક છે, જે નૉન વેજિટેરિયનથી વેજિટેરિયન થઈ હોય. કંગનાએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, માંસાહારનો ત્યાગ કરીને શાકાહાર અપનાવવાથી તેને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થઈ છે અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યાં છે.

જૈકલીન ફર્નાન્ડિસ
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ શાકાહારી છે અને પ્રાણીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ કામ પણ કરે છે. જૈકલીન ઑર્ગેનિક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. જૈકલીન પોતાની ફિટનેસની ક્રેડિટ ઑર્ગેનિક ફૂડ અને યોગાને આપે છે. તે અલગ-અલગ NGO સાથે મળીને જાનવરોની સુરક્ષા માટે કામ કરે છે.