નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ડેરી સમિટમાં ભાગ લેવા માટે ગ્રેટર નોઇડા પહોચ્યા હતા. 48 વર્ષ પછી ભારતને આ સમિટની યજમાની કરવાની તક મળી છે. ચાર દિવસના કાર્યક્રમમાં દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા કેટલાક કાર્યક્રમ આયોજિત થશે. દેશ-વિદેશના 156 જાણકારો આ સમ્મેલનને સંબોધિત કરશે, જેનાથી ખેડૂતોને અત્યાધુનિક જાણકારી મળી શકશે. સમિટના પ્રારંભમાં પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યુ હતુ, તેમના ઉદ્દઘાટન સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદ્દઘાટન કર્યુ હતુ. પીએમ મોદીએ આ પ્રસંગે એક શૉર્ટ ફિલ્મ જાહેર કરી હતી, તેમણે વૈશ્વિક સ્ટેજને જણાવ્યુ કે ભારતે લમ્પી બીમારી સામે લડવા માટે સ્વદેશી એન્ટી લમ્પી વેક્સીન તૈયાર કરી લીધી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને તેની સામે લડી રહી છે. આવનારા સમયમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ડેરી સમિટને સંબોધિત કરતા આ ક્ષેત્રમાં ભારતના દબદબાનો ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે 4 દિવસીય આ વૈશ્વિક સમ્મેલનમાં કુલ 24 સેશન હશે અને જેમણે 156 જાણકાર સંબોધિત કરશે. પીએમ મોદીએ સમિટના પ્રથમ દિવસે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે વિશ્વભરમાં ડેરી સેક્ટર 2 ટકા જ ઝડપથી આગળ વધી રહ્યુ છે જ્યારે ભારતમાં આ સેક્ટર 6 ટકાની ઝડપથી વધી રહ્યુ છે, તેમણે આ સેક્ટરમાં મહિલાઓની ભૂમિકા વિશે પણ જાણકારી આપી હતી, તેમણે જણાવ્યુ કે ડેરી સેક્ટરમાં કામ કરનારા કુલ વર્કફોર્સમાં 74 ટકા મહિલાઓ છે.
પશુઓનો ડેટાબેસ તૈયાર થઇ રહ્યો છે
પીએમ મોદીએ વર્લ્ડ ડેરી સમિટમાં પશુ આધાર યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે જણાવ્યુ કે પશુઓનો ડેટાબેસ તૈયાર કરવા માટે પશુ આધાર યોજના ચલાવવામાં આવી રહી છે, તેમણે આગળ જણાવ્યુ કે ડેરી સેક્ટરનું સામર્થ્ય ના માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ આપે છે પણ આ વિશ્વભરમાં કરોડો લોકોની આજીવિકાનું પણ મુખ્ય સાધન છે. વિશ્વના વિકસિત દેશોથી અલગ ભારતમાં ડેરી સેક્ટરની અસલી તાકાત નાના ખેડૂત છે.
બન્ની ભેસનો પણ ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ડેરી સમિટના પ્રથમ દિવસે કચ્છની બન્ની ભેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે જણાવ્યુ કે ભીષણ ગરમીમાં આ પ્રજાતિની ભેસ કેવી રીતે ખેડૂતોનો સહારો બને છે. સાથે જ તેમણે ગોબરથી પણ પૈસા કમાવવાની યોજના વિશે જણાવ્યુ હતુ. પીએમ મોદીએ જણાવ્યુ કે ડેરી સેક્ટરનું સામર્થ્ય માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ જ નથી આપતુ પણ આ વિશ્વભરમાં કરોડો લોકોની આજીવિકાનું પણ મુખ્ય સાધન છે.
Advertisement