Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતની શાનદાર જીત, વેસ્ટ ઈન્ડિઝ 143 રને ઓલઆઉટ

ભારતની શાનદાર જીત, વેસ્ટ ઈન્ડિઝ 143 રને ઓલઆઉટ

0
1057

ભારતનો વિજય રથ વિરાટ કોહલીની કેપ્ટનશીમાં સતત આગળ વધી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝને 143 રનમાં ઓલ આઉટ કરીને ટીમે પોતાના ખાતામાં વધુ એક જીત નોંધાવી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી (72) અને મહેન્દ્રસિંહ ધોનીની અડધી સદી (56*) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 125 રને જીત મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાને 268 રન બનાવ્યા હતા. ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલ વેસ્ટ ઇન્ડીઝ 34.2 ઓવરમાં 143 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું.

આ જીત સાથે ભારતે 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારત હવે 30 જૂને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સુનીલ અમ્બ્રિસે સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, બુમરાહ-ચહલે 2-2 વિકેટ અને હાર્દિક પંડ્યા-કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારત તરફથી વિરાટે 72 રન બનાવ્યા હતા.ધોની 61 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 56 રને અણનમ રહ્યો હતો. ધોની અને હાર્દિક પંડ્યાએ 70 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 46 રન ફટકાર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોચે સૌથી વધારે 3 વિકેટ, જ્યારે કોટ્રેલ અને હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.