Gujarat Exclusive > દેશ-વિદેશ > મહામારીની માર: શું 150 વર્ષ બાદ ફરીથી આવી શકે છે એવી જ વૈશ્વિક મંદી?

મહામારીની માર: શું 150 વર્ષ બાદ ફરીથી આવી શકે છે એવી જ વૈશ્વિક મંદી?

0
96

કોરોના વાઈરસની વિશ્વની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડવાની છે. વિશ્વની અનેક રેટિંગ એજન્સીઓ આ મામલે આશંકા વ્યક્ત કરી ચૂકી છે, ત્યારે વર્લ્ડ બેંકે પણ પોતાના નવા રિપોર્ટ ગ્લોબલ ઈકોનૉમિક પ્રોસ્પૈક્ટમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટ ડેવિડ મલપાસના જણાવ્યા પ્રમાણે, 1870 બાદ આ પ્રથમ વખત હશે, જ્યારે મહામારીના કારણે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં મંદી આવશે. આ વાત તેમણે રિપોર્ટની પ્રસ્તાવનામાં જ કહી છે.

જણાવી દઈએ કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં 1870 બાદ અત્યાર સુધી કુલ 14 વખત મંદી આવી છે. જે 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1945-46, 1975, 1982, 1991, 2009 અને હવે 2020માં આવી છે.

કરોડો લોકો બનશે ગરીબ
વિશ્વ બેંકના રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રતિવ્યક્તિ આવકમાં 3.6 ટકાનો ઘટાડો થવાની આશંકા છે. જેના કારણે આ વર્ષે કરોડો લોકો ગરીબીમાં સપડાશે. જે દેશોમાં મહામારીનો સૌથી વધુ પ્રભાવ હશે અને જ્યાંની અર્થ વ્યવસ્થા વેપાર, પ્રવાસન, કોમોડિટી નિકાસ અને એક્સટર્નલ ફાઈનાન્સિંગ પર વધારે નિર્ભર હશે, ત્યાં ગરીબી વધશે.

કોરોના વાઈરસના કારણે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટી મંદી આવશે. એવું અનુમાન છે કે, આ વર્ષે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં 5.2 ટકાનો ઘટાડો આવશે.

ભારત પર શું થશે અસર
વિશ્વબેંક આશંકા વ્યક્ત કરી છે કે, આ વર્ષે ભારતીય અર્થ વ્યવસ્થામાં 3.2 ટકાનો ઘટાડો જોવા મળશે. જણાવી દઈએ કે, આ દર 2017માં 7 ટકા હતો, જે 2018માં ઘટીની 6.1 ટકા રહ્યો હતો. 2019-20માં ઘટીને 4.2 ટકા પર પહોંચ્યો. કોરોના વાઈરસ અને લૉકડાઉનની ખરી અસર આ નાણાંકીય વર્ષમાં જોવા મળશે.

કોરોના મહામારીની અસર, ભારતની GDP 3.2% ઘટશે: વિશ્વબેંક