વિશ્વ બેંકે ભારતના જીડીપી ગ્રોથના અનુમાન ઘટાડી દીધો છે. આ સંદર્ભમાં વિશ્વ બેંકે કહ્યું છે કે, નાણાકિય વર્ષ 2019-20માં ભારતની જીડીપીમાં વધારાનો દર માત્ર પાંચ ટકા રહી શકે છે. જો કે, આવતા વર્ષમાં ભારતના જીડીપીમાં વિશ્વ બેંકે 5.8 ટકા અનુમાન વ્યક્ત કર્યો છે. આ વર્લ્ડ બેંકના અનુમાનમાં મોટો કાપ છે. આનાથી પહેલા ઓક્ટોબર મહિનામાં વિશ્વ બેંકે કહ્યું હતુ કે, નાણાકિય વર્ષ 2019-20 માટે ભારતના જીડીપીમાં છ ટકાની ગ્રોથ હોઇ શકે છે.
ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં વિશ્વ અહેવાલમાં વર્લ્ડ બેંકે કહ્યું છે કે, ‘ભારતમાં નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની લોન વિતરણ કમજોર થઇ ગઇ છે.’
સાથે જ વિશ્વ બેંકે તે પણ કહ્યું કે, બાંગ્લાદેશનું જીડીપી ભારત કરતાં ડબલ સ્પીડથી વધશે. બાંગ્લાદેશમાં ચાલુ નાણાકિય વર્ષમાં જીડીપીમાં સાત ટકાથી વધારાનો કૂદકો માર્યો છે. જ્યારે ખરાબ ચાલી રહેલ પાકિસ્તાનનું જીડીપીમાં ચાલુ નાણાકિય વર્ષમાં માત્ર ત્રણ ટકા વધી શક્યું છે.
તે ઉપરાંત રાષ્ટ્રીય આંકડા કચેરીએ પણ (NSO) ચાલુ નાણાકિય વર્ષ એટલે 2019-20માં જીડીપી ગ્રોથ માત્ર 5 ટકા રહેવાનો અનુમાન લગાવ્યો છે. આ વર્ષ 2008ની આંતરાષ્ટ્રીય મંદીના સમય પછી સૌથી ઓછું જીડીપી ગ્રોથ હોઇ શકે છે.
તમે કહેશો આમાં નવું શું છે?
નવું તે છે કે, આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલ અર્થવ્યવસ્થાને સ્પીડ પકડવામાં હજુ વધારે સમય લાગશે. ‘દૂરગામી પ્રભાવ’ની ક્રોનોલોજીને સમજો. પ્રાઈવેટ સેક્ટરે માત્ર 1 ટકાનું નવું રોકાણ કર્યું છે. સરકારી ખજાનાઓ પર દબાણ છે કેમ કે ટેક્સ વસૂલી ઓછી છે. વિનિવેશથી પણ સરકાર પૈસા ભેગા કરી શકી નહીં. એવામાં સરકાર જો નાણાકિય ખોટને કંટ્રોલ કરવાની કોશિષ કરશે તો ખર્ચમાં કાપ મૂકશે. કાપમાં ઓછામાં ઓછા 2 લાખ કરોડ રૂપિયા બચાવવા પડશે ત્યારે જઇને ભરપાઇ થઇ શકશે.
ફેબ્રુઆરીમાં બજેટ આવનાર છે તો આશા છે કે, મંદીની પકડમાંથી આપણે નિકળીશું. રોકાણ વધારવાના ઉપાય અને સારા ટેક્સ રેટ લાવવામાં આવશે. ખેતી, લેબર ક્ષેત્રે મોટા આર્થિક સુધારા કરવા પડશે. જો કે, આ બધાથી પહેલા જરૂરી છે કે સરકાર ડેટાના મામલામાં સત્યનો સામનો કરશે. નાણાકિય ખોટનો સાચો આંકડો બતાવે. જો આ સામે હશે તો સારી પ્લાનિંગ થઇ શકશે.
આરબીઆઈએ પણ ચેતવણી આપી દીધી છે કે, મોઘવારી વધી શકે છે. આવતા વર્ષે એનપીએ વધુ વધવા જઇ રહ્યાં છે. એવામાં નિવેશના મૂડી અને લોન મોટી સમસ્યા બનેલી રહેવાની છે.
બીજી તરફ, ગ્લોબલ ચેલેન્જ યથાવત છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનું ટકરાવ અર્થવ્યવસ્થા માટે નવા પડકાર સાબિત થશે. તેલ મોંઘુ થશે, રૂપિયો કમજોર પડ્યો તો દેશ માટે માથાનો દુખાવો વધી જશે. એક્સપોર્ટ વધવાના સંકેત દૂર-દૂર સુધી નજરે પડી રહ્યાં નથી.
CAA વિરૂદ્ધ પ્રદર્શનથી SC ચિંતિત, CJIએ કહ્યું- ‘દેશ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે’