Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંકટ વચ્ચે ભારતને મળશે 1 બિલિયન ડૉલરનું પેકેજ, વિશ્વ બેંકની જાહેરાત

કોરોના સંકટ વચ્ચે ભારતને મળશે 1 બિલિયન ડૉલરનું પેકેજ, વિશ્વ બેંકની જાહેરાત

0
443

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ભારતને વર્લ્ડ બેંક તરફથી મોટી રાહત મળી છે. સરકારના કાર્યક્રમ માટે વર્લ્ડ બેંકએ એક બિલિયન ડૉલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. અગાઉ કોરોના સામે જંગ માટે ભારતને બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલોપમેન્ટ બેંક (NDB) તરફથી એક અબજ ડૉલરની ઈમરજન્સી સહાયતા રકમ આપવાનું એલાન કર્યું હતું.

વિશ્વબેંકના એક બિલિયન ડોલર (અંદાજે 7600 કરોડ રૂપિયા) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની તટસ્થ તપાસ અને શ્રેષ્ઠ સારવાર, Covid-19 હોસ્પિટલો અને લેબને અદ્યતન બનાવવા માટે કરવામાં આવી શકે છે. વર્લ્ડબેંકે પહેલા જ વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

અગાઉ ન્યૂ ડેવલોપમેન્ટ બેંક તરફથી ભારતને એક અબજ ડૉલરની ઈમરજન્સી આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતને કોરોનાના સંક્રમણને ફેલાતુ રોકવામાં મદદ મળે અને કોરોના મહામારીથી થનારા માનવીય, સામાજિક અને આર્થિક સંકટને ઓછુ કરવા માટે આ રકમ આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

આ સિવાય એશિયન ડેવલોપમેન્ટ બેંક તરફથી પણ કોરોના સામે લડવા માટે ભારતને 1.5 અબજ ડૉલરના પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજનો ઉદ્દેશ્ય ભારત સરકારને Covid-19ના સંક્રમણને ફેલાતો રોકવાની લડાઈમાં સામેલ કરવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના કેસો 81,970 પર પહોંચ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 2650 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 27 હજાર કરતા વધુ દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાનો ખૌફ! અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ડૉક્ટરની ભરતી, આકર્ષક ઓફર છતાં કોઈ આવવા તૈયાર નહીં