Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > વિશ્વબેંકે તોડ્યું PM મોદીનું સપનું, ભારતને મોટું નુકસાન

વિશ્વબેંકે તોડ્યું PM મોદીનું સપનું, ભારતને મોટું નુકસાન

0
242239

ભારતે પાસેથી વિશ્વની 5મીં સૌથી મોટી અર્થ વ્યવસ્થાનો તાજ છીનવાઈ ગયો છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત સાતમાં ક્રમાંકે પહોંચી ગયું છે. ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ 2018માં સુસ્ત રહેવાના કારણે ભારતને મોટું નુક્શાન ભોગવવું પડ્યું છે.

વિશ્વબેંકના આંકડા પ્રમાણે, વર્ષ 2018માં બ્રિટન અને ફ્રાન્સની અર્થવ્યવસ્થાએ ભારતના પ્રમાણમાં સૌથી વધુ ગ્રોથ રેકોર્ડ નોંધાવ્યો છે, જેના કારણે આ બન્ને દેશોએ એક-એક ક્રમની છલાંગ લગાવી છે. બ્રિટન પાંચમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ફ્રાન્સ છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. ભારત પાંચમા ક્રમાંકેથી ખસીને 7માં ક્રમે આવ્યું છે, જ્યારે આ યાદીમાં અમેરિકાએ ટૉપ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

આંકડા પ્રમાણે, ભારતની અર્થ વ્યવસ્થા વર્ષ 2018માં માત્ર 3.01 ટકા જ વધી છે, જ્યારે વર્ષ 2017માં 15.23 ટકાનો વધારો નોંધાયો હતો. આ જ રીતે બ્રિટનની અર્થ વ્યવસ્થા 2018માં 6.81 ટકા વધી, જે વર્ષ 2017માં માત્ર 0.75 ટકા નોધાઈ હતી.

આ ઉપરાંત ફ્રાન્સની વાત કરવામાં આવે તો, વર્ષ 2018 તેની અર્થ વ્યવસ્થા 7.33 ટકા વધી, જે વર્ષ 2017માં માત્ર 4.85 ટકા વધી હતી. આજ રીતે ભારતીય અર્થ વ્યવસ્થા 2017ની સરખામણીમાં 2018માં નબળી રહી, જેના કારણે ભારત આ રેન્કિંગમાં પાછળ પડી ગયું છે.

વિશ્વબેંકના તાજા આંકડા પ્રમાણે જોઈએ તો, 2018માં બ્રિટનની અર્થ વ્યવસ્થા વધીને 2.82 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ, જ્યારે ફ્રાન્સની અર્થ વ્યવસ્થા 2.78 ટ્રિલિયન ડૉલર સુધી વધી છે. જ્યારે ભારતની અર્થ વ્યવસ્થા વર્ષમાં 2.73 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકી છે.

નોંધનીય છે કે, વર્ષ 2017માં ભારત પાંચમા, બ્રિટન છઠ્ઠા અને ફ્રાન્સ 7માં ક્રમે હતું. અર્થશાસ્ત્રીઓની માનીએ તો, ભારતના 7માં સ્થાન પર જવા પાછળ ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડવો મુખ્ય કારણ છે.

વર્ષ 2017માં ડોલરની સરખામણીએ રૂપિયામાં 3 ટકા ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ વર્ષ 2018માં ડોલરની સરખામણીમાં રૂપિયો 5 ટકા નબળો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર આગામી 5 વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાની વાત કહી રહી છે. એવામાં વિશ્વબેંકના તાજા આંકડા પરેશાન કરનારા છે.

વડોદરામાં ‘મેઘ તાંડવ‘: NDRFની ટીમ દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ