આઇઆઇએ-અમદાવાદમાં શિક્ષણ મેળવવાની દરેક બાળકની ઇચ્છા હોય છે ત્યારે આઇઆઇએમ-એમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ કેમ્પસમાં કામ કરતા વર્કસના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને તે બાળકો પોતાના સપનાઓ પૂરા કરી શકે તે માટે ‘પ્રયાસ’ ક્લબની શરૃઆત કરી છે. આ વિશે પ્રયાસ ક્લબના હેડ શુભમ ચૌધરીએ કહ્યું કે, ૨૦૦૩માં પાંચ સ્ટુડન્ટ્સથી આ પ્રયાસ ક્લબની શરૃઆત કરી હતી. કેમ્સપમાં આવતા વર્કસના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો અમારો ગોલ છે. દરેક બાળકોને શિક્ષણની સાથે બેઝિક નોલેજ, પ્રોફેશનલ સ્ટડી પર ખાસ ભાર મૂકવામાં આવે છે. આઇઆઇએમ- એ કેમ્પસમાં આ ક્લબ સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા નિયમિત સવારે અને સાંજે થઇને ૬ કલાક સુધીનો વિનામૂલ્યે અભ્યાસ કરાવીએ છીએ સાથે તેમની ફી પણ ભરવામાં આવે છે. બાળકોને સારા કેમ્પસમાં અભ્યાસ કરવાથી ઘણો આનંદ મળે છે સાથે વધુ અભ્યાસ કરવાની પ્રેરણા મળે છે. બાળકો દરેક દિવસે કંઇક નવું શીખે છે તે અમારું લક્ષ્ય છે. ક્લબના વૉલેન્ટિયર નિયમિત બાળકોને મળીને તેમના પ્રશ્રોનું સોલ્યુશન કરી આપે છે અને સાથે મદદરૃપ બને છે. અમારા કેમ્પસમાં અમારા જેવું સારું શિક્ષણ મેળવે અને પરિવારને નવી ઊંચાઇ આપે તે અમારું લક્ષ્ય છે. જરૃરિયાતમંદ બાળકોને અભ્યાસ કરાવીને તેઓના સપના પૂરા કરાવવા માટે અમે સતત પ્રયત્નશીલ બની રહ્યા છીએ. અત્યાર સુધીમાં પ્રયાસ ક્લબમાંથી ૧૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે જે અમારા માટે એક સારી વાત છે. હાલમાં પ્રયાસ ક્લબ સાથે ૫૦થી વધુ આઇઆઇએમ-એના સ્ટુડન્ટ્સ જોડાયેલા છે. પ્રયાસ ક્લબની મદદથી સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ સહિતની વિવિધ જગ્યાએ કામ કરતા સ્ટુડન્ટ્સ બીજા સ્ટુડન્ટ્સ માટે પ્રેરણા પૂરી પાડી રહ્યો છે. બાળકોને વર્ષ દરમિયાન તમામ શૈક્ષણિક સામગ્રીથી લઇને દરેક વસ્તુ મળે તે માટે વિષ્ટ્રી અને એ ડેટ આઇઆઇએમ-એમાં આવીને ત્યાંની લાઇફ વિશે જાણીને શહેરના યંગસ્ટર્સને આકર્ષિત કરીએ છીએ. શિક્ષણની સાથે તેઓ ડાન્સ, આર્ટ, સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં ઉત્સાહભેર જોડાઇને પરફોર્મન્સ આપે છે.
Advertisement
Advertisement
Advertisement