વિશાલ મિસ્ત્રી રાજપીપળા: એક તરફ નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા ઉમટી રહ્યા છે બીજી તરફ ખાનગી કંપનીમાં હાઉસ કીપિંગ એટલે કે સફાઈ કામદારનું કામ કરતાં સૌથી વધુ કામદારો પોતાના વેતન તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઇને હડતાલ પર ઉતરી ગયા છે.
કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને ઘણા વિસ્તારમાં રોડની સાફ-સફાઈથી લઈને અન્ય હાઉસકીપિંગની કામગીરી માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.ખાનગી કંપનીમાં કામ કરતા કામદારો પોતાના વેતન અને પોતાના પી.એફ વધારાને લઇને હડતાલ પર ઉતર્યા હતા.કર્મચારીઓની માંગ છે કે તેઓને પીએફ ની સ્લીપ આપવામાં આવતી નથી.તેમનો આક્ષેપ છે એ અમને 340 રૂપિયા રોજ પણ મળતો નથી અને પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી.
તેમને વેતન મળવા પાત્ર પૂરેપૂરું આપવામાં આવતું નથી. જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારે હડતાલ યથાવત રહેશે.બીજી તરફ કંપનીના મેનેજરનું સંચાલકોનું કહેવું છે કે અમેં નિયમ મુજબ તેઓને વેતન આપીએ છે.તેઓ સાથે ચર્ચા-વિચારણા હાલમાં કરી રહ્યા છે.આ બાબતે કંપનીએ સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી.