Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દેશ અને પ્રજાના રક્ષણ કાજે વ્હાલસોયા પુત્રો, પતિને સમર્પિત કરનારી અમદાવાદની વીર નારીઓની યશગાથા

દેશ અને પ્રજાના રક્ષણ કાજે વ્હાલસોયા પુત્રો, પતિને સમર્પિત કરનારી અમદાવાદની વીર નારીઓની યશગાથા

0
71

Womens Day વિશેષઃ અમદાવાદની વીર નારીઓને સત સત નમન

અમદાવાદઃ આજે વિશ્વ મહિલા દિવસ (Womens Day Special) છે. પુરુષપ્રધાન જગતમાં પણ મહિલાઓ તેમના ધૈર્ય, સાહસ અને બલિદાનનો પરિચય આપતી રહે છે. અહીં પોતાના વ્હાલસોયા પુત્રો અને પતિને દેશ અને પ્રજાના રક્ષણ કાજે વ્હાલસોયા પુત્ર, પતિને સમર્પિત કરનારી અમદાવાદની વીર મહિલાઓની યશગાથા રજૂ કરવામાં આવી છે.

જેમાં વીર માતા કલાવતીબેન સોનીએ પોતાના વ્હાલસોયા પુત્ર નિલેશને, વીર માતા ગીતાબેન રામાનીએ એકના એક પુત્ર મેજર ઋષિકેશ રામાનીને, વીર નારી જયશ્રી બેન ભડોડિયાએ પુત્ર ગોપાલસિંગ ભડોડીયાને અને પ્રાણ પ્યારા પતિને દેશ માટે સમર્પિત કરનાર વીર નારી શાહિનબાનુ શેખે દેશ ભક્તિ નું ઉત્તમ ઉદાહેરણ પૂરું પાડ્યું. જેનું ઋણ પ્રજા કે દેશ કદાપિ ચૂકવી શકશે નહિ …. આવો સત સત વન્દન કરીએ આવી વીર નારીઓને….

આ પણ વાંચોઃ આયશાની એ 72 મિનિટનું કોલ રેકોર્ડિંગ, જેમાં આરિફે કહ્યું હતું- ‘મરતી હૈ તો મરજા-વીડિયો ભેજ દેના’

1 ) વીર માતા કલાવતીબેન સોની

અમદાવાદના વીર માતા કલાવતી બેન સોનીને ત્યાં 13/7/62ના રોજ તીજા પુત્ર નિલેશનો જન્મ થયો. તે વખતે ભારત ચીનનું યુદ્ધ ચાલતું હતું. માતા પિતાએ નિલેશને દેશના રક્ષણ માટે લશ્કર માં સમર્પિત કરવાનું નક્કી કર્યું. નિલેશ બાળપણથી ખુબજ સાહસિક વિચારધારા ધરાવતો હતો અને ભણવામાં ખુબજ હોશિયાર હતો.

માતા પિતા ધારત તો તેને ઉચ્ચ અભ્યાસ કરાવી ડોકટર, ઇજનેર, સરકારી ઉચ્ચ પદાધિકારી બનાવી શક્યા હોત પણ તેમની ઈચ્છા દેશ ના રક્ષણ માટે સમર્પિત કરવાની હતી. નીલેશે અમદાવાદ ની સી.એન.વિદ્યાલય ખાતે પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે પછી લશ્કરમાં અધિકારી તરીકે ભરતી થાય તેવા ગુણો ખીલે તે માટે તેને સૈનિક સ્કૂલ, બાલચડી, જામનગર ખાતે 1972માં ધોરણ 6થી દાખલ કરવામાં આવ્યો.

1980માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી નિલેશ લશ્કર માં અધિકારી તરીકે ભરતી થવા માટેની નેશનલ ડિફેન્સ એકેડેમીની ખુબજ અઘરી પરિક્ષા પાસ કરી લશ્કરની અધિકારી તરીકે ચાર વર્ષ ની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી નિલેશ ભારતીય લશ્કરની તોપખાના ડિવિઝનની 62 , ફિલ્ડ રેજમેંન્ટમાં જૂન 1984માં અધિકારી ”IC૪2063-K” તરીકે નિમણૂક થઈ.

તેમણે કારગિલ, લેહ, લડાખ ના અતિ વિષમ સીમાવર્તી સરહદ ઉપર ફરજ બજાવી.આ સમયે દરમ્યાન તેમને કેપ્ટનનું પ્રમોશન મળ્યું હતું. સપ્ટેમ્બર 1986માં તેમની નિમણુક ભારતના સરંક્ષણ દ્રષ્ટિએ અતિ મહત્વના અને વિશ્વના ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્રસિયાચીન ગલેશિયરની 19000હજાર ફૂટની પોસ્ટ ઉપર થઈ.

કેપ્ટન નિલેશ સોની અને તેના 12 જવાનોએ ત્યાં પાંચ માસ સુધી અતિ વિષમ પરિસ્થિતિમાં- 45થી -60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવી. 12 ફેબ્રુઆરી1987ની વહેલી સવારે પાકિસ્તાન દ્વારા સદર પોસ્ટ ને પોતાની હસ્તક લેવા જોરદાર હુમલો કર્યો. કેપ્ટન નિલેશ સોની અને તેના સૈનિકોએ આ હુમલાનો જોરદાર સામનો કર્યો અને પ્રજા , દેશ ના રક્ષણ માટે તેમને 25વર્ષ ની ઉંમરે સિયાચીન યુદ્ધ ક્ષેત્ર માં પાકિસ્તાન સામે લડતા લડતા “ઓપરેશન મેઘદૂત”માં શહાદત વહોરી.

સિયાચીન યુદ્ધ ક્ષેત્ર માં કેપ્ટન નિલેશ સોની શહાદત વહોરનાર એક માત્ર ગુજરાતી લશ્કરી અધિકારી છે. તેમને “સિયાચીન ગલેશિયેર” અને “High altitude medal” ભારતીય લશ્કર દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.

અમદાવાદ મુન્સિપલ કોપોરેશનના ઈતિહાસમાં પ્રથમ વાર શહીદ કેપ્ટન નિલેશ સોનીના રહેણાક અંજલિ પાસેના જાહેર માર્ગનું નામકરણ “શહીદ કેપ્ટન નિલેશ સોની” 1998માં કરવામાં આવ્યું. અંજલિ ચાર રસ્તા પાસે તેમની વીરતાની યશગાથા ઉજાગર કરવા એક શહીદ સ્મારક તેમના પરિવાર દ્વારા બનાવવા માં આવેલ છે.

આ પણ વાંચોઃ “ગુજરાતમાં BJP ઉમેદવાર તરીકે પૂતળાને ઉભું રાખે તો પણ જીતી જાય”

2) વીર માતા ગીતાબેન રામાની:-

Womens Day Spacial.1

Womens Day Spacial.1

અમદાવાદના શ્રી વલ્લભભાઈ રામાની અને ગીતાબેન રામાની (Womens Day Special) ત્યાં 8/10/83ના રોજ પુત્રો જન્મ થયો. જેનું નામ ઋષિકેશ રામાની રાખવામાં આવ્યું. ઋષિકેશના માતપિતાની ઈચ્છા તેને દેશના રક્ષણ માટે સમર્પિત કરવાની હોવાથી તેમને સેનિક સ્કૂલ બાલાચડી જામનગરમાં પ્રાથમિક અને ઉચ્ચ અભ્યાસ અર્થે 1995 થી 2001સુધી દાખલ કરવામાં આવ્યા હતા.

ઋષિકેશે ત્યાં સ્કૂલ કપ્તાન તરીકે કાર્ય કરેલું અને તેને સાહસિક રમત માં ખુબજ રસ હતો. 12મા ધોરણમાં85ટકા માર્ક સાથે ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા દરેક ક્ષેત્રમાં ખુબ જ હોશિયાર વિદ્યાર્થી હતા .

ઋષિકેશ માતા-પિતાના એક માત્ર પુત્ર હતા. તેઓ ધારત તો તેને ઉચ્ચ અભ્યાસ કરી ડોકટર, ઇજનેર, સરકારી ઉચ્ચ પદાધિકારીઓ બનાવી શક્યા હોત પણ તેમની ઈચ્છા દેશ ના રક્ષણ માટે સમર્પિત કરવાની હતી. 2004માં લશ્કરી અધિકારી તરીકે NDA અને દેહરાદૂન ઇન્ડિયન મીલિટરી એકેડેમીમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી11 જૂન 2005માં 23 પંજાબ રેજિમેન્ટમાં અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી.

માર્ચ 2009માં તેમની યુનિટને આતંકી વિસ્તાર કુપવાડા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવવા મૂકવામાં આવી હતી. એ જ વર્ષે 6 અને 7 જૂનની મધ્ય રાત્રિએ તેમની યુનિટને આસપાસ આતંકી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. મેજર

ઋષિકેશ રામાની એ તુરત તેમના સૈનિકો સાથે આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. LOC પાસે 7 જૂને 1.15 કલાકે આતંકીઓને તેમની ટુકડીએ ઘેરી લીધી. પછી સામસામે ગોળીબાર થતાં મેજર ઋષિકેશ રામાની શહીદ થઇ ગયા. તેમની અગમ્ય બહાદુરીની કદર કરતા ભારત સરકાર દ્વારા ”સેના મેડલ “આપવામાં આવેલું..

આ પણ વાંચોઃ શું હિન્દુસ્તાને કેજરીવાલ નામના પરિવર્તનની પસંદગી કરી છે?

3) વીર માતા જયશ્રીબેન ભડોડિયા:-

 

અમદાવાદ

WOMANS DAY Spacial

WOMANS DAY Spacial

ના મુનીમસિંગ તથા જયશ્રીબેન ભડોડિયા ને ત્યાં ગોપાલસિંગ ભડોડીયાનો જન્મ 27/7/83ના રોજ થયો. તે ત્રણ પૈકી સૌથી મોટા પુત્ર હતા . નાનપણથી જ તેમની ઇચ્છા લશ્કરમાં જોડાઈ દેશની સેવા કરવાની હતી . બાળપણ માં તેમણે પ્રાથમિક શિક્ષણ મામાને ત્યાં ડભોઇમાં મેળવ્યો. ઉચ્ચ અભ્યાસઅર્થે અમદાવાદની નિરમા યુનિવરસિટીમાં એન્જીન્યરિંગમાં સ્નાતક ડિગ્રી બીટેક મેળવી.

બાળપણ નું સ્વપ્ન પૂર્ણ કરવા 2003માં લશ્કરની સિગ્નલ બ્રાન્ચ માં વાયરલેશ જોડાયા હતા. તેમની માતાએ તેમને ખુબજ બહાદુરીથી દેશની સેવા કરવાના આશિર્વાદ આપ્યા હતા. ભારત દેશના સીમાવર્તી વિસ્તારમાં 14 વર્ષ સેવા બજાવી NSG કમાન્ડો તરીકે જોડાયા હતા.

મુંબઈના 26/11ના રોજ તાજ હોટેલ માં થયેલા આતંકી હુમલામાં મેજર ઉનીકૃષ્ણનન સાથે રહી આતંકીઓનો બહાદુરી પૂર્વક સામનો કર્યો. આતંકી હુમલા માં ઘાયલ મેજર ઉનીકૃષ્ણનન ને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માં લાન્સ નાયક ગોપાલસિંહની મુખ્ય ભૂમિકા હતી . જેના માટે તેમને ”વિશિષ્ટ સેવા મેડલ”થી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

લાન્સ નાયક ગોપાલસિંહ ભડોડિયા તેમની યુનિટ1 રાષ્ટ્રીય રાયફલમાં પરત નિમણુંક પામેલ અને જમ્મુ કાશ્મીરમાં આતંકી વિસ્તાર કુલગામ માં ફરજ બજાવતા 12ફેબ્રુઆરી 2017ના રોજ શ્રીનગર થી 70 કી મી દૂર ફિરસલ ગામમાં આતંકીઓ સાથે અથડામણમાં 30 વર્ ની વયે વીરગતિ પામ્યા. આ સાહસ માટે તેમને ભારતીય લશ્કર દ્વારા ”સેના મેડલ” મરણોપરાંત આપવામાં આવ્યો.

આ પણ વાંચોઃ સાયબર યુદ્ધ માટે ચીનની તૈયારી, અનેક સંસ્થાઓ ચીની સેનાના કંટ્રોલમાં

4) વીર નારી શાહીનબાનુ શેખઃ-

અમદાવાદમાં 17/12/74ના રોજ શેખ ઈસ્માઇલ કમાલ અબ્દુલનો જન્મ થયો. નાનપણથી જ તેમને દેશ ભક્તિનો રંગ લાગેલો .જેથી તેમણે દેશની રક્ષા કાજે 25 ઓગસ્ટ 1993ના રોજ માત્ર 19 વર્ષની ઉંમરે10 ધોરણ પાસ કરી ભારતીય લશ્કરની 22 રાષ્ટ્રીય રાઇફલ યુનિટમાં દેશ અને પ્રજાના રક્ષણ માટે જોડાઇ ગયા.

પાંચ વર્ષની નોકરી દરમ્યાન દેશના આતંકી વિસ્તાર જમ્મુ લશ્મીરમાં ફરજ બજાવી 6 ઓક્ટોબર 1998ના રોજ જમ્મુ કાશમીરના કુપવારા જિલ્લાના મચ્છલ ક્ષેત્રમાં આતંકવાદીઓ સામે લડતા ઓપેરેશન રક્ષકમાં ફક્ત 24 વર્ષની શહાદત વ્હોરી હતી. તે વખતે તેમની માત્ર 8 વર્ષની બાળકી પણ હતી . વીર નારી શાહીનબાનુ શેખે (Womens Day Special)તમામ મુશ્કેલીઓનો સામનો કરી તેમની પુત્રી ને મોટી કરી. ઉચ્ચ કક્ષાનું ભણતર અપાવ્યું.

જબ હમ બૈઠે થે ઘેરો મે,
વોહ ખેલ રહે થે ગોલી,
યાદ ઉન્હેં ભી કભી બહુ કરલો,
જો લોટ કે ઘેર ના આયે……
જય હિન્દ…વંદે માતરમ્..ભારત માતા કી જય

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat