Gujarat Exclusive > દેશ-વિદેશ > NDAની પરીક્ષા આપી શકશે મહિલાઓ, સુપ્રીમ કોર્ટની સેનાને ફટકાર

NDAની પરીક્ષા આપી શકશે મહિલાઓ, સુપ્રીમ કોર્ટની સેનાને ફટકાર

0
103

નવી દિલ્હી: તાજેતરમાં મહિલાઓને પરમેનન્ટ સર્વિસ કમીશનમાં સામેલ કરવાના નિર્ણય બાદ હવે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને હવે એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી છે.

આ આદેશ આ વર્ષે 5 સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી લાગુ થશે. આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યુ કે એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ના કરવા પોલિસી ડિસિજન છે. જેની પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે તો આ પોલિસી ડિસિજન છે તો આ ભેદભાવ પૂર્ણ છે. જોકે, 5 સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન હશે.

આ પહેલા કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે પોતાનો પક્ષ રાખતા કહ્યુ હતું કે મહિલાઓને એનડીએ પરીક્ષામાં તક ના આપવી, તેમના મૂળભૂત અધિકારોના હનનનો કેસ નથી. આટલુ જ નહી કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે એનડીએ દ્વારા આવતી પુરૂષ કર્મચારીઓના તેમના મુકાબલે કરિયરમાં કોઇ સ્પેશ્યલ લીડ નથી મળતી. મહિલાઓ માટે સેનામાં એન્ટ્રીનો એકમાત્ર રસ્તો શોર્ટ સર્વિસ કમિશન જ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે સેનાને મહિલાઓને પણ પરમેનેન્ટ કમીશનમાં લઇ જવા કહ્યુ હતુ. આટલુ જ નહી કોર્ટે સેનાના નિયમોને ખોટા ગણાવતા કહ્યુ હતું કે આ બેતુકા અને મનમાના છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat