Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > લગ્નના ચાર દિવસ બાદ જ નવવધૂએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર

લગ્નના ચાર દિવસ બાદ જ નવવધૂએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર

0
166

રાજકોટ શહેરમાં એક નવવધૂએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલા જ આ યુવતીના લગ્ન થયા હતા. જો કે હજી હાથમાં મહેંદી સુકાઈ પણ ન હતી અને તેણીએ પોતાની જીવનલીલા સંકેલી છે. આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરનાં દોડઢો ફૂટ રોડ પર આવેલા ઓમ નગર શેરી નંબર 2માં રહેલી માનસી બેન ભાવિન ભાઇ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાનાં ઘરે ઉપરનાં રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. જો કે, તેણીના ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. જો કે, આપઘાત કર્યાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઇ હતી. તેની ભાભીની લાશ લટકતી જોઇ નણંદે આસપાસના લોકોને બુમો પાડી બોલાવ્યા હતા. લોકોએ માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જો કે સિવિલ હોસ્પિટલ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થતા જ પીએસઆઇ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક માનસીનાં માતા-પિતા રાજકોટ શહેરનાં રાજકોટ શહેરને મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહે છે. લગ્ન બાદ તે પોતાનાં પતિ સાસુ સસરા સાથે નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યાહી હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat