Gujarat Exclusive > દેશ-વિદેશ > સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમિશન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર

સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમિશન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર

0
239

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓને પરમેનેન્ટ કમિશનની માંગ વાળી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, સામાજિક અને માનસિક કારણ જણાવીને મહિલા અધિકારીઓને આ અવસરથી વંચિત કરવી ભેદભાવપૂર્ણ હોવાની સાથે જ તે અસ્વીકાર્ય છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને પોતાની માનસિક્તામાં બદલાવ કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાના યથાવત રાખતા જણાવ્યું કે, મહિલાઓને સેનાના 10 વિભાગોમાં સ્થાયી કમિશન આપવામાં આવે. કોર્ટે મહિલાઓને કમાન્ડ ના આપવાના સરકારના તર્કને પણ અયોગ્ય અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની પીઠે જણાવ્યું કે, સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂંક એક વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જણાવ્યું કે, SC દ્વારા હાઈકોર્ટના ચુકાદા પર રોક નથી લગાવવામાં આવી. આમ છતાં કેન્દ્રએ હાઈકોર્ટના આદેશને કેમ લાગું નથી કર્યો? હાઈકોર્ટના આદેશ પર કાર્યવાહી ના કરવાનું કોઈ યોગ્ય કારણ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ નાગરિકોને અવસરની સમાનતા અને લૈગિંક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે. મહિલાઓની શારીરિક વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને કોર્ટે ફગાવ્યા છે. સેનામાં સાચી સમાનતા લાવવી પડશે.

SCએ જણાવ્યું કે, મહિલાઓ પુરૂષો સાથે ખભે-ખભા મિલાવીને કામ કરે છે. કેન્દ્રની દલિલો પરેશાન કરનારી છે. મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. કોર્ટે કર્નલ કુરૈશીનો ઉલ્લેખ કર્યો. કેપ્ટન તાન્યા શેરગિલ વગેરેનું ઉદાહરણ આપ્યું હતું.

જણાવી દઈએ કે, સરકારે મહિલા અધિકારીઓને સ્થાયી કમિશનના 2010ના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે 2010માં શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત સેનામાં આવનારી મહિલાઓની સેવામાં 14 વર્ષ પૂર્ણ કરવા પર પુરૂષોની જેમ સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.

CAA વિરોધ: શાહીન બાગ રોડ ક્યારે ખુલશે? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી