Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > LRD ભરતીમાં ઓપન કેટેગરીની મહિલાઓને અન્યાય, પાટણ MLAની મુખ્યમંત્રીને રજૂઆત

LRD ભરતીમાં ઓપન કેટેગરીની મહિલાઓને અન્યાય, પાટણ MLAની મુખ્યમંત્રીને રજૂઆત

0
813

ગાંધીનગર: ગુજરાતમાં વિવાદોની વચ્ચે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પરિણામ 1 ડિસેમ્બરે જાહેર થઈ ગયું છે, ત્યારે આ પરિણામમાં ઓપન કેટેગરીની મહિલાઓને અન્યાય થતો હોવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે જાન્યુઆરી-2018માં લેવાયેલી LRDની પરીક્ષાનું તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા પરિણામ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. જો કે તેમણે મેરીટમાં મહિલાઓને અન્યાય થતો હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પરિણામમાં પટેલ જીજ્ઞાબેન અંબાલાલ અને પટેલ માયાબેન ડાહ્યાભાઈ નામની સ્ત્રી ઉમેદાવારોનું ઊંચુ મેરીટ હોવા છત્તાં તેમનો ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. આ રીતે આ મેરીટ પદ્ધતિમાં ખાસ કરીને ઓપન કેટેગરીની મહિલાઓને અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે.


આ બાબતે તેમણે માંગ કરતા જણાવ્યું કે, જો આ મેરિટ યાદી ખોટી હોય તો તેને રદ્દ કરવી જોઈએ. જ્યારે ઓપન વિભાગમાં સ્ત્રી ઉમેદવારોનો સમાવેશ કરીને OBC, ST અને અન્ય કેટેગરીની મેરીટ યાદી બનાવ્યા બાદ નિમણૂંક પત્ર આપવા માટે માંગ કરી છે.

ગોંડલ: પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટરનો પોલીસ કર્મચારી સાથે સેલ્ફી વાયરલ થતા વિવાદ