બોમ્બે હાઈકોર્ટના બે વિવાદિત ચૂકાદાને લઈ અમદાવાદની એક મહિલાએ જસ્ટિસ પુષ્પાની ઓફિસમાં 150 કોન્ડોમનાં પેકેટ મોકલ્યાં છે. આ યુવતિ પોલિટિકલ એનાલિસ્ટ હોવાનો દાવો કરી રહી છે. જો કે, હાઈકોર્ટના જજને કોન્ડમ મોકલનારી આ યુવતિએ યુટ્યુબ પર વિડીયો પણ અપલોડ કર્યો છે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ જાતિય શોષણ મામલે સુનાવણી દરમિયાન બે વિવાદિત ચુકાદા આપ્યાં હતાં. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે 12 વર્ષની બાળકી ટોપ ઉતારી તેના બ્રેસ્ટને ટચ કરવું તે પોસ્કો હેઠળ અપરાધ નથી અને બીજા ચૂકાદામાં બાળકીનો હાથ પકડી પેન્ટની ચેન ખોલવી તે પણ પોસ્કો હેઠળ ગુનો નથી. જો કે, હાલ આ યુવતિ પોતાને પોલિટિક એનાલિસ્ટ હોવાનો દાવો કરી રહી છે. આ યુવતિએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાને 12 પેકેટમાં 150 જેટલા કોન્ડોમ્સ મોકલ્યા છે.
દેવશ્રી ત્રિવેદીએ પોતાના કૃત્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતિય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એક પછી એક ચુકાદા આપ્યા છે અને આરોપીઓને છોડી મૂક્યા છે તેનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા ‘સ્કીન ટુ સ્કીન’ના જજમેન્ટનું પ્રતિક છે. જેમાં 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કીનથી સ્કીનનો ટચ નથી થયો તેમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટનું આ જજમેન્ટ ખૂબ જ વિચિત્ર હતું અને હું પીડિતા તેમજ તેના પરિવારની પીડા સમજી શકું છું.
જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર, નાગપુર બેંચની રજિસ્ટ્રી ઑફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજી સુધી આવું કોઈ પેકેટ તેઓ સુધી પહોંચ્યું નથી. નાગપુર બાર એસોસિએશનના વકીલ શ્રીરંગ ભંડારકરે કહ્યું કે આ તિરસ્કારનો કેસ છે અને આ કૃત્ય માટે મહિલા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.