Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના 6 માસમાં જ ભંગાણના આરે!

ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના 6 માસમાં જ ભંગાણના આરે!

0
155

અમદાવાદ: એસજી હાઇવે પર દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતી વચ્ચેની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે આવીને ઉભી છે. યુવતીએ બુધવારે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિતના સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં પતિએ રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપ્યાના આક્ષેપ પણ મહિલાએ કર્યા છે. જે PSIના પ્રેમમાં મહિલાએ અગાઉના પતિને છૂટાછેડા આપી બીજા લગ્ન કર્યા, તે PSIએ લગ્નના 6 મહિનામાં મહિલાને રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપી હતી.

જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી ખાતે વૃંદાવન ફ્લેટમાં રહેતી રૂચિતા સાગર આચાર્ય (ઉં,34)એ PSI પતિ સાગર આચાર્ય, સાસુ શારદાબેન, સસરા બાબુલાલ અને નણંદ ગાયત્રીબેન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:  રાજકોટ: માધાપર ચોકડી પાસે અત્યાધુનિક બસ સ્ટેશનના નિર્માણને મંજૂરી

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 20-6-2019ના રોજ સાંજે 6.30 વાગ્યે કારગીલ પંપ પાસે PSI સાગર આચાર્યએ કોઈપણ ડોક્યુમેન્ટ માંગ્યા વગર રૂચિતાનું એક્ટિવા ડીટેઈન કર્યું હતું. રૂચિતાએ PSIને નામ પૂછતાં તે ઉશ્કેરાયા હતા. રૂચિતાએ PSIનો ફોટો પાડતા સ્ટાફે ધ્યાન દોરતા PSIએ તેના મોબાઇલમાંથી ફોટો ડિલીટ કરાવ્યો હતો.

ટ્રાફિક મેમોમાં ભૂલ હોવાથી રૂચિતા બીજા દિવસે ફરી સ્થળ પર ગઈ હતી. તે સમયે PSI સાગરે પોતાનો મોબાઈલ નંબર આપી RTO દંડ ભરવામાં કોઈ તકલીફ થાય તો ફોન કરવા જણાવ્યું હતું. જે બાદ ફોન પાર વાતચીત હાય-હલ્લોથી મિત્રતા અને પછી પ્રેમ પાંગર્યો હતો.

PSI સાગર આચાર્યએ રૂચિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો અને જણાવ્યું કે, તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. જેના પગલે રૂચિતાએ તેના અગાઉના પતિ મોહિત ચૌહાણથી ગત તા. 13-2-20 20ના રોજ છૂટાછેડા લીધા હતા અને ગત તા.30-6-2020ના રોજ સાગર આચાર્ય સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના બીજા દિવસે રૂચિતાને ખબર પડી કે, પતિ સાગરના પણ અગાઉ લગ્ન અને છૂટાછેડા થયા હતા. પહેલી પત્નીથી તેને એક સંતાન પણ છે. જોકે રૂચિતાએ કોઈ વાત આગળ વધારી નહી. લગ્નના 20 દિવસમાં કપડાં પહેરવા બાબતે રૂચિતાને પતિ સાથે મોટો ઝઘડો થયો હતો.

લગ્ન બાદ લાજ કાઢવા બાબતે અન્ય બાબતે સાસુ-સસરા તકરાર કરતા હતા. પતિ દારૂ પીને ઘરે આવી રૂચિતા જોડે મારઝૂડ કરતો નણંદને વાત કરતા તે ગણકારતી ન હતી. સાસરિયાએ રૂચિતાને ઘરમાંથી કાઢી મુકતા તે પતિએ ભાડે રાખેલ અમદાવાદના મકાને આવી ગઈ હતી.

જ્યાં સાસુએ પતિ સાથે આવી માથાકૂટ કરી હતી અને પતિએ રિવોલ્વરથી મારવાની ધમકી આપી હતી. અમદાવાદના મકાનનો સામાન પણ લઈ જઇ સાસરિયાએ રૂચિતાને ઘર ખાલી કરવા અને છૂટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું. આખરે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં રૂચિતાએ ફરિયાદ નોંધાવી હતી. (પ્રતિકાત્મક ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9