Gujarat Exclusive > દેશ-વિદેશ > સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- જો આ નિર્ણય ના લીધો હોત તો આજે દેશમાં બે લાખ કેસ થયા હોત

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- જો આ નિર્ણય ના લીધો હોત તો આજે દેશમાં બે લાખ કેસ થયા હોત

0
350

કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 7447 થઈ ગયા છે. જોકે સમય રહેતા લોકડાઉન નો નિર્ણય ન કર્યો હોત તો દેશમાં અત્યારે સ્થિતિ ઘણી ખરાબ થઈ શકતી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી નિપટવા માટે લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઘણી મહત્વપૂર્ણ છે.

જો આપણે આ રીતના પગલાં ના ઉઠાવ્યા હોત તો દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ સુધી પહોંચી ગઈ હોત.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાથી નિપટવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આપણે એક ગ્રેડેડ અપ્રોચ અપનાવ્યો છે. દેશમાં ફક્ત કોરોના વાયરસ સાથે જોડાયેલા કેસની સારવાર માટે 586 હોસ્પિટલ છે. દેશમાં એક લાખથી વધારે આઈસોલેશન બેડ છે.

લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના કુલ 7447 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 643 લોકો સ્વસ્થ થયા છે. શનિવારે કોરોના વાયરસના કારણે 40 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 239 લોકોનો મોત થયા છે.

ભારતે હવે કોરોના વાયરસમાં તપાસની ઝડપ વધારી છે. ગુરુવારે 16,002 ટેસ્ટ કર્યા હતા. જ્યારે શુક્રવારે 16,764 ટેસ્ટ કર્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મતે દેશમાં અત્યાર સુધી 1,71,,718 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. તપાસના કામમાં 146 સરકારી અને 67 પ્રાઇવેટ લેબ લાગેલા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

બનાસકાંઠા કેવી રીતે રહી શક્યું કોરોના મુક્ત, ઉપલબ્ધિ કોના સિરે?