Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ATMમાંથી પૈસા કાઢવા મોંઘા થયા, રિઝર્વ બેન્કે ફી વધારી

ATMમાંથી પૈસા કાઢવા મોંઘા થયા, રિઝર્વ બેન્કે ફી વધારી

0
188

મુંબઇ: હવે બેન્ક કસ્ટમર્સ માટે એટીએમમાંથી કોઇ મહિનામાં ફ્રી લિમિટથી વધુની લેવડ દેવડ મોંઘી પડશે. રિઝર્વ બેન્કે ગ્રાહકો માટે કસ્ટમર ચાર્જ અને ગેર બેન્ક એટીએમ ચાર્જમાં વધારો કર્યો છે.

ભારતીય રીઝર્વ બેન્ક (RBI)એ એટીએમમાંથી લેવડ દેવડ પર ઇન્ટરચેંજ ફી વધારી દીધી છે. જેનો અર્થ એવો છે કે જો તમે પોતાની બેન્કની જગ્યાએ કોઇ બીજી બેન્કના એટીએમમાંથી પૈસા કાઢો છો તો ફ્રી લિમિટથી વધુ ટ્રાન્જેક્શન પર તમારા વધુ પૈસા કપાશે. 1 ઓગસ્ટ, 2021થી નિયમ લાગુ થશે.

કસ્ટમર ચાર્જ વધાર્યો

આ રીતે રિઝર્વ બેન્કે કસ્ટમર ચાર્જની સીમા પણ પ્રતિ ટ્રાન્જેક્શન 20થી વધારીને 21 રૂપિયા કરી દીધી છે. જેનો અર્થ એવો છે કે પોતાની બેન્કના એટીએમમાં પણ ફ્રી ટ્રાન્જેક્શનની લિમિટ પાર કરવા પર તમારે વધારે ચાર્જ આપવો પડશે. રિઝર્વ બેન્કે કહ્યુ કે આ નવા ચાર્જ કેશ રીસાઇકલર મશીન માટે પણ લાગુ થશે. જોકે, આ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

રિઝર્વ બેન્કે તમામ બેન્ક એટીએમમાં નાણાકીય લેવડ દેવડ માટે ઇન્ટરચેંજ ફી 15થી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. આ રીતે ગેર નાણાકીય ટ્રાન્જેક્શન માટે ફી 5થી વધારીને 6 રૂપિયા કરી દીધી છે. નાણાકીય ટ્રાન્જેક્શનનો અર્થ પૈસા કાઢવાનો છે, આ રીતે ગેર નાણાકીય ટ્રાન્જેક્શનનો અર્થ બેલેન્સ શોધવાનો છે.

સીમાથી વધુ ટ્રાન્જેક્શન મોંઘુ

મહત્વપૂર્ણ છે કે ગ્રાહકોથી બીજા બેન્કના એટીએમમાંથી દર મહિને મેટ્રો શહેરમાં ત્રણ વખત અને ગેર મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્જેક્શન પર કોઇ ચાર્જ લેવામાં નથી આવતો. તે બાદ આ ચાર્જ લાગે છે. એટલે કે જો સીમા કરતા વધારે ટ્રાન્જેક્શન કર્યુ તો હવે મોંઘુ પડશે.

જૂન 2019માં ઇન્ડિયન બેન્ક એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી, તેમની ભલામણોને આધાર પર આ બદલાવ કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં રિઝર્વ બેન્કે કહ્યુ, સમિતીની ભલામણો પર વ્યાપક રીતે વિચાર કરવામાં આવ્યો હતો. આ પણ જોવામાં આવ્યુ કે એટીએમ ટ્રાન્જેક્શન પર ઇન્ટરચેંજ ફીમાં તેના પહેલા બદલાવ ઓગસ્ટ 2012માં કરવામાં આવ્યો હતો. આ રીતના કસ્ટમર માટે લેવામાં આવતા ચાર્જમાં ગત વખત બદલાવ ઓગસ્ટ 2014માં થયો હતો.

આ પણ વાંચો: બિન શૈક્ષણિક વિધવા કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ અપાઈ

મહત્વપૂર્ણ છે કે બેન્ક પોતાના ગ્રાહકોને પોતાના એટીએમમાં એક નિશ્ચિત સીમા સુધી ટ્રાન્જેક્શન ફ્રી આપે છે, તે બાદ તેની પર ચાર્જ લગાવવામાં આવે છે. રિઝર્વ બેન્કનું કહેવુ છે કે ગ્રાહકોએ પોતાની બેન્કના એટીએમમાંથી દર મહિને પાંચ ટ્રાન્જેક્શન નાણાકીય અથવા ગેર નાણાકીય જ ફ્રીમાં ઉપલબ્ધ હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat