Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એક ઝાટકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30થી 35 રૂપિયાનો થઈ જશે ઘટાડો

એક ઝાટકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30થી 35 રૂપિયાનો થઈ જશે ઘટાડો

0
17744

જો પેટ્રોલ-ડીઝલ માત્ર ક્રૂડ પ્રાઈસ અને રિફાઈનિંગના ખર્ચના આધાર પર વેચાય તો પેટ્રોલની કિંમત 33.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 38.48 રૂપિયા પ્રતિ લીટર હશે. લોકસભાને આપેલ એક જવાબમાં ફાયનાન્સ મિનિસ્ટ્રીના MoS અનુરાગ ઠાકૂરનું કહેવું છે કે, સરકારી તેલ કંપનીઓ આંતરાષ્ટ્રીય ભાવના આધાર પર યોગ્ય કિંમત કરી રહી છે. પેટ્રોલ પર હાલમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી 17.98 રૂપિયા પ્રતિ લીટર છે. તે ઉપરાંત 3.54 રૂપિયા લીટર ડીલર કમિશન, 14.98 રૂપિયા પ્રતિ લીટર સ્ટેટ VAT છે. આમ ટોટલ મળીને દેશમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા પ્રતિ લીટર પહોંચી જાય છે. ઠાકૂર તરફથી આપવામાં આવેલ આંકડાઓ અનુસાર, 1 જૂલાઈ 2019માં ડીલર પ્રાઈસ 33.94 રૂપિયા પ્રતિ લીટર છે.

* જાણો એક લીટર પેટ્રોલ પર તમે કેટલા રૂપિયા ટેક્સ ચૂકવો છો

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

– જો આપણે ડીઝલની વાત કરીએ તો સેન્ટ્રલ એક્સાઈજ ડ્યુટી 13.88 રૂપિયા પ્રતિ લીટર, ડીલર કમિશન 2.49 રૂપિયા પ્રતિ લીટર અને સ્ટેટ VAT 9.47 રૂપિયા પ્રતિ લીટર આપી રહ્યાં છીએ.

– આ બધા ટેક્સના કારણે ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય છે. 1 જૂલાઈ સુધી ડીઝલની કિંમત 38.48 રૂપિયા પ્રતિ લીટર છે.
– દિલ્હીમાં પેટ્રોલ પર 46.8 ટકા અને ડીઝલ પર 36.3 ટકા ટેક્સ લાગે છે.
– તે ઉપરાંત સરકારે 2 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી અને સેસ લગાવ્યો છે. આ વર્ષે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આની જાહેરાત કરી છે.
– પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતોના કારણે આને GSTના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી છે.

ખરીદદારોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર

* 1 જૂલાઈના હિસાબથી ટેક્સ બ્રેકઅપ પર નજર નાંખો

– પેટ્રોલ રિટેલ પ્રાઈસ- 70.44 રૂપિયા પ્રતિ લીટર
– ડીલર પ્રાઈસ- 33.94 રૂપિયા પ્રતિ લીટર
– ડીલર પ્રાઈસ- 33.94 રૂપિયા પ્રતિ લીટર
– સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી- 17.98 રૂપિયા પ્રતિ લીટર
– ડીલર કમિશન- 3.54 રૂપિયા પ્રતિ લીટર
– સ્ટેટ VAT- 14.94 રૂપિયા પ્રતિ લીટર
– ડીઝલ રિટેલ પ્રાઈસ- 64.27 રૂપિયા પ્રતિ લીટર
– ડીલર પ્રાઈસ- 38.48 રૂપિયા પ્રતિ લીટર
– સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી- 13.83 રૂપિયા પ્રતિ લીટર
– ડીલર કમિશન-2.49 રૂપિયા પ્રતિ લીટર
– સ્ટેટ VAT-9.47 રૂપિયા પ્રતિ લીટર

નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી