Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દીદી હૈ તો મુમકીન હૈ! એક દીદી બીજેપીની બધી મશીનરી પર ભારે

દીદી હૈ તો મુમકીન હૈ! એક દીદી બીજેપીની બધી મશીનરી પર ભારે

0
73

એક દીદી બીજેપીની બધી જ મશીનરી પર ભારે…. આ આજની મોટી હેડલાઈન બને છે, પરંતુ અસલમાં વધુ એક હેડલાઈન બની શકે છે- બીજેપીથી વિપક્ષ સુધી વિધાનસભા ચૂંટણીની સુપરસ્ટાર મમતા બેનર્જી. બંગાળ, અસમ, તમિલનાડૂ અને કેરલના પરિણામોથી જે વાતો સામે આવી રહી છે આ ચૂંટણી સમરની સૌથી મોટી વિજેતા છે. આવનારા સમયમાં તેમની જીત બંગાળ જ નહીં બાકીના અન્ય દેશોની રાજનીતિ ઉપર પણ અસર નાંખશે.

2021 ચૂંટણીની સુપર સ્ટાર મમતા

બંગાળમાં ચૂંટણી પ્રચારનો સમય યાદ કરો. .બીજેપીએ પોતાની બધી જ શક્તિ લગાવી દીધી હતી. મોદી અને અમિત શાહ એક પછી એક વિશાળ રેલીઓ કરી રહ્યાં હતા. કોરોનાની બીજી લહેર હોવા છતાં પ્રચારનો જોર ઓછો થવા દીધો નહતો. બીજેપી પર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષને ધમકાવવાના આરોપ પણ લાગ્યા. પછી ભલે કોલસા કૌભાંડમાં મમતાના ભત્રીજા અને તેમના પરિવાર પર તપાસની પંજો હોય કે પછી ચૂંટણી પંચ પાસે તેમની ઈચ્છા અનુસાર નિર્ણય લેવડાવવાનો આરોપ. પરંતુ બીજેપીનો મહાબળ પણ દીદીના અંગદ પગને હલાવી શક્યું નહીં, તે ઘણું બધુ કહી જાય છે.

બીજેપી કહી શકે છે કે, 2016માં 3 સીટો પર જીત આગળ તો આ વખતે અમે સીટોનો અંબાર લગાવી દીધો છે. અમે ગુમાવ્યું કંઈ જ નથી, પરંતુ મેળવ્યું જ છે. બીજેપીની આ દલીલમાં દમ છે. પરંતુ સત્ય તે છે કે, મમતાનું બધુ જ દાવ પર લાગ્યું હતું. કરો યા મરોની સ્થિતિ હતી.

આ ચૂંટણીમાં મમતા હારતી તો તેમની રાજકીય કારકિર્દી કેવી રીતે ચાલતી તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ બીજેપીના ‘અશ્વમેઘ’માં બંગાળ યુદ્ધભૂમિનો એકમાત્ર નાના ટૂકડા સમાન છે. નિર્ણાયક જીત ના પણ મળે અને કેટલાક પગલાઓ આગળ વધે તો તે રાહ જોઈ શકે છે. તેના પાસે સમય છે. આગામી સમય સુધી ધીરજ રાખવા માટે રિસોર્સ છે. મમતા ના માત્ર પોતાના અસ્તિત્વની લડાઈ જીતી છે પરંતુ વિપક્ષને પણ જણાવી દીધું છે કે, મમતા છે તો મુમકિન છે.

વિપક્ષને બીજેપીના બુલડોઝરને રોકવું છે તો તેને કોઈ નેતા જોઈએ. મતગણતરીની સવારે શરૂઆતના વલણમાં બીજેપીની સારી સ્થિતિને જોતા પાર્ટીના એક રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે, 17 પાર્ટીઓના જે નેતા મમતાનો હાથ પકડીને એક મંચ ઉપર ઉભા હતા, તેઓ જોઈ લો કે બીજેપી સામે વિપક્ષની એકતાની શું શક્તિ છે? મમતાની જીત તે વિપક્ષને એક વખત ફરીથી એકસાથે લાવી શકે છે. વિપક્ષમાં નેતૃત્વની ઝંઝટ ખત્મ થઈ શકે છે. ચૂંટણી તો DMK પણ જીત્યું છે અને પિનરાઈ પણ જીત્યા છે પરંતુ મમતા જેવી ટક્કર કોઈએ આપી નથી. તો મમતા હવે વિપક્ષની સૌથી મોટી નેતા બનીને સામે આવી છે.

બંગાળનો સંદેશ

કહેવામાં આવે છે કે, દેશ જે કાલે વિચારે છે બંગાળ આજે જ વિચારી લે છે. બંગાળમાં ભાગલા પાડનાર રાજનીતિને ફગાવી દેવામાં આવી છે. ધર્મના આધાર પર નાગરિકતામાં પ્રાથમિકતાની ચાલ એટલે CAA બંગાળને પસંદ આવ્યું નહીં. શહેરી વિસ્તારોએ રિજેક્ટ કરી દીધું. માલદા, મુર્શીદાબાદે રિજેક્ટ કરી દીધું. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના હિન્દુઓએ પણ ફગાવી દીધો. માં દૂર્ગા સામે શ્રી રામને ઉભા કરવાની રાજનીતિને બંગાળે ફગાવી દીધી છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોસ જયંતી સમારંભમાં જ્યારે એક સરકારી કાર્યક્રમમાં પીએમ સામે જ લોકો જય શ્રી રામના નારાઓ લગાવવા લાગ્યા તો મમતાએ વિરોધ કર્યો. મંચ છોડીને જતી રહી. બીજેપીએ મુદ્દા બનાવ્યો કે તેમને જય શ્રી રામના નારાથી સમસ્યા છે. મમતા પર આરોપ લાગ્યા કે તેઓ હિન્દૂ તુષ્ટિકરણમાં લાગી જ્યારે તેમને નંદીગ્રામમાં ચંદી પાઠ કર્યો. પરંતુ તેમને પશ્ચિમી મિદિનાપુરમાં કલમો (લા ઈલાહા ઈલ્લલ્લાહ) પણ પઢ્યા. સ્પષ્ટ છે કે, રાજકીય ફાયદા માટે મમતાએ પોતાને માત્ર હિન્દૂ સાબિત કરવાની કોશિશ કરી નહીં.

ઉલ્લેખનિય છે કે, જે ગેમમાં બીજેપીને મહારત હાસિલ છે, તેમા તેની નકલ કરીને બીજા કોઈને ફાયદો થતો નથી. અનેક વિપક્ષી નેતા મમતા પાસેથી શિખામણ લઈ શકે છે. કેમ કે મમતાનો સ્ટેન્ડ બંગાળને પસંદ આવ્યો. બીજેપીના સ્ટેન્ડને જેટલા લોકોએ પસંદ કર્યું તેનાથી બેગણા વધારે બંગાળીઓએ મમતાના સ્ટેન્ડને સાથ આપ્યો છે. શું ખબર બાકી દેશ પણ તેવું જ ઈચ્છતું હોય, કોઈ સ્ટેન્ડ તો લે.

પોતાના જ દેશમાં લોકોના જીવનથી પહેલા રાજનીતિને પ્રાથમિકતા આપવી તે વાત બંગાળના લોકોને પસંદ આવી નહીં. મમતાએ તે બાબતમાં પણ બીજેપીથી લીડ લીધી. કદાચ વોટરો તે વાતને નોટ કરી કે, મમતાએ બીજેપીથી પહેલા ઓછી ભીડ અને રેલીની વાત કરી. મમતાએ માંગ કરી કે અંતિમના ચાર તબક્કાની ચૂંટણી એક સાથે કરવામાં આવે અને બીજેપીએ તેને ફગાવી દીધી.

બંગાળને તે પણ પસંદ આવ્યું નહીં કે જ્યારે દેશમાં કોરોનાના કારણે મરતા લોકોની ચિતાઓ સળગી રહી હતી, ત્યારે દેશના વડાપ્રધાન બંગાળમાં રેલીઓ કરીને તેમના પાસે વોટ માંગી રહ્યાં હતા. કોરોનાકાળ પછી દેશના લોકોમાં મોદી અને બીજેપી વિશેના પોતાના વલણોમાં પરિવર્તન આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat