ફેસબુક… પહેલા આપણા-બધાનો દોસ્ત બન્યો અને પછી ખબર નહીં ક્યારે તેને નેતાઓ, રાજકારણથી પ્રેમ થઈ ગયો. સરકારોએ પણ તેને ખુબ જ લાડ લડાવ્યા. પરંતુ હવે લાડલો ખુબ જ મોટો થઈ ગયો છે. એટલો મોટો કે સરકારોને હવે તે લાલ આંખ બતાવી રહ્યો છે. એક બે દેશોમાં નહીં, આખી દુનિયામાં. આ બાબતે ખેંચતાણ તો વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે પરંતુ ઓસ્ટ્રેલિયાએ બાથ ભીડી લીધી છે. પરંતુ ફેસબુક-ગૂગલ જેવા ટેક મહાકાયો જેવુ હાલમાં આવું બધું કેમ થઈ રહ્યું છે.
આ બધુ કંઈ અચાનક થઈ રહ્યું નથી, આના પર નકેલ કસવાની કોશિશ લાંબા સમયથી ચાલી રહ્યાં છે. હવે ઓસ્ટ્રેલિયામાં ફેસબુક, ગૂગલે કોઈપણ મીડિયા કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે મીડિયા હાઉસને પૈસા આપવા પડશે.
આ કાયદા પર ગૂગલ તો સંમત થઈ ગયું પરંતુ ફેસબુક આનાકાની ઉપર ઉતરી ગયું. તેને ઓસ્ટ્રેલિયાને અનફ્રેન્ડ કરી દીધું. આને ઓસ્ટ્રેલિયાએ ફેસબુકનું ઘમંડ ગણાવ્યું અને ફેસબુકે ત્યાંની સરકારની અણસમજણ.
રેગુલેટ કરવા પર ઘણા સમય પહેલાથી થઈ રહ્યો હતો વિચાર
આ સિલસિલો ઘણા સમયથી ચાલી રહ્યો હતો. દુનિયાભરની સરકારો તેના પર વિચાર કરી રહી હતી કે, આ મોટી કંપનીઓ, ખાસ કરીને ગૂગલ અને ફેસબુકને કેવી રીતે રેગુલેટ કરવામાં આવે. કેવી રીતે એક ફ્રેમવર્કમાં લાવવામાં આવે. ફેસબુકે ઓસ્ટ્રેલિયાને જ સેન્સર કરી દીધું. એટલે ત્યાંના લોકો હવે તેનો કન્ટેન્ટ ના તો શેર કરી શકશે અને ના દેખી શકશે.
આને ઓસ્ટ્રેલિયામાં એક રીતનો બળવો માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રી આને અહંકાર ગણાવી રહ્યાં છે. જ્યારે ફેસબુકનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાની સરકારને તેની સમજ નથી કે ઈન્ટરનેટ કેવી રીતે કામ કરે છે. પરંતુ વિડમ્બના જૂઓ, આ તે જ ફેસબુક છે જે નેટ ન્યૂટ્રેલિટી (તટસ્થતા) લઈને એક સ્પેશ્યલ કેટેગરી ક્રિએટ કરવા ઈચ્છતું હતું. જ્યારે તેવી જ રીતે હવે ઓસ્ટ્રેલિયા રિટર્ન કરી રહ્યું છે તો ફેસબુકને વાંધો પડી રહ્યો છે. આની ચપેટમાં ગૂગલ પણ આવ્યું,, પરંતુ તેને પબ્લિશર્સ સાથે કરાર કરી લીધો અને ફ્રિ કન્ટેન્ટના બદલે રેવન્યૂ આપવાની વાત કરી છે. આ એક મોટી ઘટના છે, તે એક ઘણી મોટી ઘટના છે, જેને જોતા કેટલીક પાયાની વાતોને સમજવી જરૂરી છે.
ફેસબુક સામે ઉભા છે દુનિયાના અનેક દેશ
હવે અમે તે વારં-વાર તેટલા માટે કહી રહ્યાં છીએ કે, આ અચાનક થયું નથી, કેમ કે દુનિયાભરના અનેક દેશ, ખાસકરીને યૂરોપિયન યૂનિયન, અમેરિકા, યૂકે, કેનેડા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ ઈન્ટરનેટની આ મોટી કંપનીઓ સામે કોઈને કોઈ કાયદાઓ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.
હાલમાં ફેસબુક ઓછામાં ઓછા 6-7 દેશો સામે ઉભો અને તેઓ સામ-સામે આવી ગયા છે. ફેસબુકને રેગુલેટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ફેસબુક તરફથી તીવ્ર પ્રતિરોધ સામે આવી રહ્યો છે. પરંતુ ગૂગલ આ બાબતે અલગ જ વર્તન કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન પીએમે કેનેડા, ફ્રાન્સ, બ્રિટન અને ભારતના પીએમે ફોન પર તે વાત જણાવી કે, કેમ દુનિયાભરના દેશોને ફ્રિ સ્પીચ અને સારી પત્રકારિતાના પક્ષમાં ઉભું થવું પડશે. ફેસબુકનું કહેવું છે કે, અસલમાં ઓસ્ટ્રેલિયાની સરકારને ઈન્ટરનેટ કેવી રીતે ચાલે છે, તે સમજમાં આવતું નથી, તેથી આ બધુ થઈ રહ્યું છે.
પરંતુ યૂરોપિયન યૂનિયને પણ કડકાઈ કરવાની કોશિશ કરી હતી, અમેરિકામાં પણ કાયદો બનાવવાની વાત થઈ રહી છે. આ બધી જ જગ્યાએ પબ્લિશર્સે સરકારને સમજાવ્યું કે, અમને નુકશાન થઈ રહ્યું છે. ગૂગલ અને ફેસબુક 80થી લઈને 90 ટકા રેવન્યૂ લઈને જતા રહે છે. તો આ અનરેગુલેટેડ માર્કેટ છે.
રેગ્યુલેશન માટે એકથઈ રહ્યાં છે દેશ
શરૂમાં સરકારોને તે વાતની ખબર તો હતી પરંતુ તેઓ રેગ્યુલેશન માટે કોઈ રસ્તો શોધી શકી રહી નહતી. પરંતુ હવે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, ઈયૂ, જર્મની, યૂકે અને ઓસ્ટ્રેલિયા એક ફ્રેમવર્ક લઈને સામે આવ્યા છે.
અનેક દેશો સાથે ફેસબુકનો મુકાબલો ચાલી રહ્યો છે. તે ઉપરાંત પણ ઓસ્ટ્રેલિયન પીએમ દુનિયાના અન્ય દેશો સાથે વાત કરી રહ્યાં છે તો જોવાનું તે રહેશે કે ક્યા-ક્યા દેશ તેમના સાથે જોડાય છે અને તેમનું સમર્થન કરે છે.
અમેરિકાના પબ્લિશર્સ જે કાયદાની બ્લૂપ્રીન્ટ તૈયાર કરી રહ્યાં છે અને અમેરિકન સાંસદ તેના પર વિચાર કરી રહી છે, તે પણ ઓસ્ટ્રલિયન કાયદા જેવો જ છે. તે ઉપરાંત કેનેડા પણ આ ફોર્મટેને ફોલો કરવાની કોશિશ કરી રહ્યું છે.
પરંતુ એક મજેદાર વાત તે છે કે, ટિમ બર્નર્સ લી, જે ઈન્ટરનેટના વર્લ્ડ વાઈડ વેબના ફાઉન્ડર છે, તેમનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયાનો કાયદો ખુબ સારી રીત નથી. ઈન્ટરનેટ દાર્શનિક રીતે ફ્રિ એક્સેસ છે, તેને જ ઈન્ટરનેટ કહે છે. જો તમે એવું કરશો કે, તે કોઈને મળે અને કોઈને ના મળે, તે યોગ્ય ગણાશે નહીં.
કેવી રીતે આ પડકારને પાર કરશે લોકતાંત્રિક દેશ?
કદાચ ઓસ્ટ્રેલિયાએ વિવાદાસ્પદ પહેલ કરી છે. આનાથી પણ સારો રસ્તો કોઈ અન્ય રસ્તો હોઈ શકતો હોત. આ જે ઓસ્ટ્રેલિયા Vs ફેસબુકનો અચાનક વિવાદ સામે આવ્યો છે, તે એક ખરાબ સ્થિતિ ઉભી કરે છે.
હવે અહીંથી ફેસબુક બેકફૂટ પર જશે અથવા ઓસ્ટેલિયાની સરકાર પીછેહઠ્ઠ કરશે, તે હજું સુધી કહી શકાય નહીં. જરૂરી વાત સમજવાની તે છે કે, જ્યારે બિગ ટેક કંપનીઓ મોટી થઈ રહી હતી, યૂઝર્સને ફ્રિમાં ઘણી બધી સુવિધાઓ મળી રહી હતી, લોકો ક્નેક્ટ થઇ રહ્યાં હતા, ત્યારે કોઈપણ દેશે તેના પર વિચાર કર્યો નહતો કે કોઈ દિવસ તો આની કિંમત ચૂકવવી પડશે.
બીજી વાત તે છે કે, સરકારો અને રાજકીય પાર્ટીઓને આ કંપનીઓ થકી વોટર સુધી પહોંચવામાં મદદ મળી રહી હતી, તો તેના ગ્રોથના સમયે તે લોકો પણ એક રીતે હમરાજ હતા. હવે તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છેકે, જો આ કંપનીઓ દેશો અને સરકારોથી વધારે શક્તિશાળી થઈ જશે તો દુનિયાભરના લોકતાંત્રિક દેશો તેને કેવી રીતે હેન્ડલ કરશે, તે સૌથી મોટો પડકાર છે.