Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું લેન્સેટની વેધક ટીકા પછી મોદી સરકાર કોવિડને ગંભીરતાથી લેશે?

શું લેન્સેટની વેધક ટીકા પછી મોદી સરકાર કોવિડને ગંભીરતાથી લેશે?

0
96

“કેટલાક મહિનાઓ સુધી કેસોમાં ઘટાડો થયા પછી સરકારે તે બતાવવાની કોશિશ કરી છે કે, ભારતે કોવિડને હરાવી દીધું છે. સરકારે બીજી લહેરોના ખતરા અને નવા સ્ટ્રેન સાથે જોડાયેલી ચેતવણીઓને નજર અંદાજ કરી દીધી.”

કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ તીખી ટીકા દુનિયાની સૌથી જાણિતી મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’માં છપાઈ છે. મેગેજિને પોતાના સંપાદકીયમાં પીએમ મોદીની ટીકા કરતાં લખ્યું છે કે, તેમનું ધ્યાન ટ્વિટર પર પોતાની ટીકાને દબાવવા પર વધારે અને કોવિડ-19 મહામારીને કંટ્રોલ કરવામાં ઓછું છે. તે ઉપરાંત જર્નલે આગળ લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહામારીને નિયંત્રણ કરવાની જગ્યાએ સોશિયલ મીડિયાથી પોતાની ટીકા હટાવવામાં વધારે રૂચિ રાખી રહી હતી.

સંપાદકીયમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, આવા મુશ્કેલ સમયમાં પીએમ મોદીની પોતાની ટીકા અને જાહેર ચર્ચાને દબાવવાની કોશિશ માફી લાયક નથી. જર્નલ અનુસાર, કોરોના અંગે ચેતવણી આપી હોવા છતાં સરકારે ધાર્મિક આયોજન થવા દીધા જેમાં લાખો લોકો ભેગા થયા, તે ઉપરાંત ચૂંટણીની રેલીઓ થઈ, જ્યાં કોરોનાના નિયમોના ધજાગરો ઉડ્યા. એવામાં પીએમ મોદીને પાછલા વર્ષે કોરોના મહામારીના સફળ નિયંત્રણ પછી બીજી લહેરનને પહોંચીવળવામાં પોતાની ભૂલોની જવાબદારી લેવી જોઈએ.

ભારતની હોસ્પિટલોની વર્તમાન સ્થિતિ પર પ્રશ્ન

મહામારીએ દેશની દયનિય સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલીને મૂકી દીધી છે. જર્નલમાં ભારતની હોસ્પિટલોની વર્તમાન સ્થિતિ અને સ્વાસ્થ્ય મંત્રીના તે નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતુ કે, ભારત મહામારીના અંત તરફ જઈ રહ્યું છે. જોકે, સત્ય તે હતું કે, મહામારી ભારતના દરવાજે આવીને ઉભી હતી. હેલ્થ સિસ્ટમ પર પ્રશ્ન ઉભા કરતાં સંપાદકીય લેખમાં લખ્યું છે કે, હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન મળી શકી રહ્યું નથી, તેઓ દમ તોડી રહ્યાં છે. મેડિકલ ટીમ પણ થાકી ગઈ છે, તેઓ સંક્રમિત થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વ્યવસ્થાથી હેરાન લોકો મેડિકલ ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓની માંગ કરી રહ્યાં છે.

કેન્દ્ર સ્તરે રસીકરણ અભિયાન ફેલ!

જર્નલમાં સરકારની રસીકરણ અભિયાનની ટીકા કરતાં લેસેન્ટે લખ્યું છે કે, કેન્દ્રના સ્તરે રસીકરણ અભિયાન પણ નિષ્ફળ થઈ ગયું છે. ભારતમાં વેક્સિનેશનની સ્પીડ ખુબ જ સુસ્ત રહી છે અને આ કારણ છે કે, માત્ર 2 ટકા આબાદીને જ રસી લાગી શકી છે. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વિચાર-વિમર્શ કર્યા વગર જ સતત વેક્સિનેશનની યોજનાઓ બદલી નાખી. આ નિર્ણયોને ભયંકર અછત પેદા કરી અને લોકોમાં કન્ફ્રયૂઝન પણ ઉભો થયો. લેસેન્ટ અનુસાર, કેન્દ્ર સરકારે રસીકરણને આગળ વધારવા અને 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોને રસી આપવાના પોતાના નિર્ણય વિશે રાજ્યો સાથે વિચાર-વિમર્શ કર્યો નહીં અને અચાનક પોલીસી બદલી નાંખી જેનાથી સપ્લાઈમાં અછત થઈ અને અવ્યવસ્થા ફેલાઈ ગઈ.

એક્સપર્ટની તરફથી વારં-વાર બીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી રહી હતી, પરંતુ સરકાર તરફથી એવા સંકેત આપવામાં આવી રહ્યાં હતા, જાણે કોરોના વાયરસ પર જીત મેળવી લીધી હોય. તે પણ ખોટું આંકલન કરવામાં આવ્યું કે ભારત હર્ડ ઈમ્યુનિટી ઉપર પહોંચવા જઈ રહ્યું છે. જ્યારે ICMRના જ સેરો સર્વેમાં તે વાત નિકળીને સામે આવી કે માત્ર 21 ટકા લોકોમાં જ એન્ટીબોડી બની છે.

જર્નલ અનુસાર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય મહામારીની બીજી લહેર માટે તૈયાર નહતા. જે કારણે તેમને ઓક્સિજન, હોસ્પિટલોમાં બેડ અને બીજી જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપરાંત અંતિમ સંસ્કાર માટે જગ્યાની અછત માટે ઝઝૂમવું પડ્યું. જ્યારે કેરલ અને ઓરિસ્સા જેવા રાજ્યોની સારી તૈયારી હતી. તેઓ વધારે ઓક્સિજનનું ઉત્પાદન કરીને બીજા રાજ્યોની પણ મદદ કરી રહ્યાં છે. લેસેન્ટમાં લખવામાં આવ્યું કે, કેટલાક રાજ્યોએ બેડ અને ઓક્સિજનની ડિમાંડ કરી રહેલા લોકો વિરૂદ્ધ દેશની સુરક્ષા સાથે જોડાયેલા કાયદાઓનો ઉપયોગ કર્યો.

લેસેન્ટે ભારતને મહામારીને પહોંચીવળવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે પરંતુ સાથે તેવું પણ કહ્યું છે કે, આ કોશિશોની સફળ થવાની જવાબદારી તે વાત પર નિર્ભર કરે છે કે સરકાર પોતાની ભૂલ માને છે કે નહીં. જર્નલ અનુસાર, આ મહામારીને પહોંચીવળવા માટે વૈજ્ઞાનિક આધાર પર પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા પગલાઓ ભરવા પડશે.

પત્રિકાએ પોતાના એડિટોરિયલમાં લખ્યું છે કે, ભારતે કોવિડ-19ને નિયંત્રિત કરવામાં પોતાની શરૂઆતી સફળતા ગુમાવી દીધી છે. સરકારની કોવિડ-199 ટાસ્ક ફોર્સે એપ્રિલ સુધી એક વખત પણ બેઠક કરી નથી. ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવોલ્યૂશનનુ અનુમાન છે કે, ભારતમાં 1 ઓગસ્ટ સુધી કોવિડ-19થી 10 લાખ લોકોના મોત થઈ શકે છે અને આ રાષ્ટ્રીય વિનાશ માટે મોદી સરકાર જ જવાબદાર હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat