ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગરથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ટિકિટ આપી છે. રવિન્દ્ર જાડેજા પણ પત્નીનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જાડેજાએ પત્ની રીવાબાને સપોર્ટ કરવા માટે લોકોને ભલામણ કરી છે.
Advertisement
Advertisement
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા જાડેજાના ચૂંટણીમાં ઝંપલાવવાને લઇને કહ્યુ, ‘રાજકીય મેચમાં રીવાબાએ ડેબ્યૂ કર્યુ છે, તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત છે. આ ફિલ્ડમાં ઘણુ શીખવાનું બાકી છે, હું આશા રાખુ કે તે પ્રગતિ કરે.’રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટર પ્રચારમાં આવશે તેના જવાબમાં કહ્યુ કે, ફોન કર્યો છે પણ બધાના ફોન લાગતા નથી, હું પ્રયાસ કરતો રહીશ. વધુમાં જાડેજાએ ક્રિકેટને લઇને કહ્યુ કે, 4-5 વર્ષ ક્રિકેટ બાકી છે, ક્રિકેટની પિચ પર જલ્દી પરત ફરવાનો પ્રયાસ કરીશ.
રવિન્દ્ર જાડેજાએ આ પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યુ કે, મારા જામનગર વાસીઓ અને તમામ ક્રિકેટ પ્રેમીઓ ટી-20ની જેમ ઝડપથી આગળ વધી રહી છે મારા પત્ની રીવાબા જાડેજા ઉમેદવારી કરવા જઇ રહ્યા છે. જામનગરની જનતાને ભાજપને, જડ્ડુના ક્રિકેટ પ્રેમીઓને શોભે તેવી જવાબદારી તમારા સૌ ઉપર છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવી લારી પર વડાપાઉ ખાઇને ઉપડ્યા ફોર્મ ભરવા; આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ
રીવાબાએ ભર્યુ ફોર્મ
જામનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે રવિન્દ્ર જાડેજા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરસી ફળદુ સહિતના નેતા હાજર રહ્યા હતા. રીવાબા જાડેજા અને જામનગર દક્ષિણના ઉમેદવાર અકબરી વિજય મૂહુર્તમાં ફોર્મ ભરવા ગયા હતા.
Advertisement