નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી (Congress Presidential Election)ને લઈને ચર્ચાઓનું માર્કેટ ગરમ છે. કોંગ્રેસના રાજકીય ગલીયારાઓમાં આવતા સમાચારો વચ્ચે તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત Vs સાંસદ શશિ થરૂરની રાજકીય લડાઈ માનવામાં આવી રહી છે. જોકે, પાર્ટીનો એક મોટો જૂથ હજું પણ આ પદ માટે રાહુલ ગાંધીને ફેવરેટ માની રહ્યું છે- તેથી તે પ્રશ્ન ઉભો થયો છે કે શું રાહુલ ગાંધી ચૂંટણી લડશે? શું તેઓ ભારત જોડો યાત્રા છોડીને 23 સપ્ટેમ્બરે દિલ્હી આવશે, જ્યારે અધ્યક્ષ પદ માટે ચૂંટણીનું નામાંકન શરૂ થવાનું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આને લઈને મોટા સંકેત આપ્યા છે.
Advertisement
Advertisement
કેરલમાં ભારત જોડો યાત્રા પર મીડિયા સાથે વાત કરતાં જયરામ રમેશે કહ્યું કે-
“મને રાહુલ ગાંધીના દિલ્હી જવાની કોઈ જ જાણકારી નથી. પરંતુ તેઓ જાય છે, જેવું તમે કહી રહ્યાં છો, તો તેઓ ભારત જોડો યાત્રાના રેસ્ટના દિવસે જશે, અને ચૂંટણી માટે નાંમાકન દાખલ કરવા માટે નહીં પરંતુ તેમની માંને મળવા જશે. રાહુલ ગાંધી તેમની માંને પાછલા બે સપ્તાહથી મળ્યા નથી. જો તેઓ જાય છે તો 23 સપ્ટેમ્બરની સાંજે જ પરત પાછા આવી જશે. 24 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા ફરીથી શરૂ થઈ જશે.”
જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી થશે.
જો પાર્ટી ઈચ્છે છે તો કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે લડીશ : ગહેલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે, 21 સપ્ટેમ્બરે કહ્યું કે જો પાર્ટી ઈચ્છે છે તો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડે, તો તેઓ પાછળ હટશે નહીં. બુધવાર સવારે દિલ્હી પહોંચેલા ગહેલોત મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા.
તેમને કહ્યું કે, હું કોઈ પણ જવાબદારીથી પાછળ હટીશ નહીં અને સંકટના આ સમયમાં જ્યાં પણ અને જેવી રીતે મારી જરૂરત હશે, પાર્ટીની સેવા કરીશ. જોકે, તેમને કહ્યું કે પાર્ટી ઈચ્છે છે તો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષનો પદ સંભાળે.
ગહેલોતે કહ્યું કે તેઓ આપવામાં આવેલી બધી જ જવાબદારીઓને નિભાવશે અને સંકત આપ્યું કે તેઓ પાર્ટી પ્રમુખ અને મુખ્યમંત્રી બંને પદ એક સાથે હેન્ડલ કરી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ કોઈ પદ માટે ઈચ્છુક નથી પરંતુ ફાસીવાદી સરકારને હટાવવાની દિશામાં કામ કરવા ઈચ્છે છે.
મુખ્યમંત્રી ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને પછી કેરલમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે, બધા જ એક મજબૂત નેતા ઈચ્છે છે અને બધી જ પાર્ટીઓને એક લોકશાહી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. પાર્ટીમાં ચૂંટણી માટે બધા જ કોંગ્રેસ સભ્યો માટે રસ્તાઓ ખુલ્લા છે.
પ્રતિનિધિઓની યાદી દેખવા માટે પાર્ટી મુખ્યાલય પહોંચ્યા શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂર બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની અધિસૂચનાથી પહેલા પ્રતિનિધિઓની યાદી દેખવા માટે કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા. થરૂરે જી-23 સમૂહના સંભવિત ઉમેદવારના રૂપમાં દેખવામાં આવી રહ્યાં છે, જેઓ ચૂંટણી લડવાની સ્થિતિમાં ગાંધી ફેમિલીના વફાદારને પડકાર આપી શકે છે.
Advertisement