Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું મે મહિનામાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

શું મે મહિનામાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

0
63

ભારત પાછલા ત્રણ મહિનાઓથી તેલ ઉત્પાદન કરનારા દેશોના સંગઠન ઓપેક અને તેના સૌથી મહત્વપૂર્ણ સભ્ય સાઉદી અરબ પર સતત ભાર આપી રહ્યું છે કે, તે તેલનું ઉત્પાદન વધારે, જેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની કિંમત ઓછી થાય અને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા આયાત કરનાર ભારતને થોડી રાહત મળે.

ગુરુવારે ઓપેક દેશોએ વર્ચુઅલ કોન્ફરન્સમાં નિર્ણય કર્યો કે તેલનું ઉત્પાદન ધીમે ધીમે વધારવામાં આવશે. પરંતુ ભારત આ નિર્ણયથી સંપૂર્ણ સંતુષ્ટ નથી.

ભારતના તેલ અને ગેસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, તેથી તેની પ્રતિક્રિયા હજી સામે આવી નથી.

પરંતુ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના આર્થિક બાબતોના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ કહે છે કે તેઓ આ નિર્ણયથી સંતુષ્ટ છે પરંતુ સંપૂર્ણ રીતે નહીં.

તે કહે છે, “ભારત સરકારે ઉત્પાદન વધારવા માટે તેમના પર દબાણ બનાવીને રાખ્યો હતો, પરંતુ આ વધારો હજી ઓછો છે. જોકે, અમે આ નિર્ણયથી ખુશ છીએ, અમારી સરકાર તબક્કાવાર રીતે તેલનું ઉત્પાદન વધારવા માંગતી નથી, પરંતુ ઝડપથી વધારવાની માંગ કરે છે.”

ઉત્પાદનમાં ત્રણ તબક્કામાં વધારો થશે, એટલે કે મે અને જૂનમાં દરરોજ 350,000 બેરલ અને જુલાઈમાં દિવસ દીઠ 450,000 બેરલનું ઉત્પાદન કરવામાં આવશે.

પરંતુ પ્રશ્ન એ છે કે હવે ભારતને મે મહિનાથી સસ્તા ભાવે તેલ મળશે? અને બીજો સવાલ એ છે કે, શું દેશના પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થશે?

નિષ્ણાંતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મેથી ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ તેમણે કહ્યું કે આની સીધી અસર દેશના સામાન્ય ગ્રાહકો પર પણ પડશે તે કહી શકાય નહીં. એટલે સામાન્ય જનતાને રાહત મળે છે કે નહીં તે કહી શકાય નહીં.

મુંબઇમાં ઉર્જા ક્ષેત્રના નિષ્ણાત વિવેક જૈનના જણાવ્યા અનુસાર, “જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઘટાડો થાય અને કેન્દ્ર અને રાજ્યો એક્સાઈઝ ડ્યુટીમાં વધારો નહીં કરે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો પેટ્રોલ પંપ ઉપર પણ ઘટશે.”

ભારતને તેલની ખુબ જ જરૂરત
મહામારીથી થયેલા નુકશાન પછી ભારતની અર્થવ્યવસ્થા હવે વિકાસની પટરી પર આવી છે, પરંતુ વિકાસની ગતિ બનાવી રાખવા અને તેને આગળ વધારવા માટે ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદકોની સસ્તા ભાવમાં ઉપલબ્ધતા જરૂરી છે.

ભારત પોતાની જરૂરતનો 85 ટકા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનું આયાત કરે છે. પાછલા વર્ષે ભારતે તેની આયાત પર 120 અરબ ડોલર ખર્ચ કર્યા હતા. ગુરૂવારે ઓપેક દેશો દ્વારા તેલનું ઉત્પાદન વધારવાના નિર્ણય પછી આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવ થોડા ઉપર ગયા, પરંતુ નિષ્ણાત કહે છે કે મે મહિનાથી જ્યારે તેલનું ઉત્પાદન વધશે, તો ક્રૂડ ઓઈલના ભાવ વધશે.

અમેરિકાનું પ્રેશર હતું કે તેલનું ઉત્પાદન હાલમાં વધારવામાં આવે નહીં, કેમ કે આનાથી અમેરિકાના તેલના નિકાશને નુકશાન થઈ શકે છે. સઉદી અરબના ઉર્જા મંત્રી અબ્દુલ અજીજ બિન સલમાને પણ કોન્ફ્રન્સથી પહેલા તેલનું ઉત્પાદન વધારવાની સલાહ આપી હતી, જેના કારણે તેમના પર આરોપ લાગ્યો કે અમેરિકાના દબાણમાં આવીને ઉત્પાદન વધારવાના પક્ષમાં નથી.

પરંતુ કોન્ફ્રન્સ પછી તેમને કહ્યું કે, તેમનો દેશ અમેરિકાના દબાણમાં નથી. બીજી તરફ ઓપેક દેશોના સહયોગી દેશ રશિયા પણ તેલના ઉત્પાદનને વધારવાના પક્ષમાં છે.

તેલની કિંમતમાં થશે હવે ઘટાડો

આ અલગ-અલગ વિચારો વચ્ચે ઓપેક દેશોએ નિર્ણય કર્યો છે કે, તેલનું ઉત્પાદન ધીમે-ધીમે વધારવામાં આવશે. પાછલા વર્ષે મહામારી અને લોકડાઉન પછી આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવ ઘટીને 20 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો હતો.

તે પછી ઓપેક દેશોએ તેલનું ઉત્પાદન એકદમ ઘટાડ્યું અને એક સમયે આ કાપ દરરોજ નવ મિલિયન બેરલ પર પહોંચ્યો હતો. આને કારણે તેલની કિંમતમાં વધારો થયો, ત્યારબાદ ઉત્પાદનમાં કાપ સાત મિલિયન બેરલ થઈ ગયો છે.

આ દરમિયાન ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને સ્પર્શવા લાગ્યા અને એક સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા સુધી પહોંચી ગઈ. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સાથે સંકળાયેલી છે, જેનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા અને ઘટવાથી ભારતમાં પણ કિંમતોમાં ઘટાડો વધારો થશે.

પરંતુ મોદી સરકારે ગયા વર્ષે બે વખત પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી હતી, જેના કારણે ભારતમાં તેલના ઘટતા ભાવનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચ્યો નહીં.

તેવી જ રીતે મે મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદન વધવાની સાથે-સાથે સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારતી રહેશે તો ફરીથી સામાન્ય લોકોને રાહત મળશે નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat