Gujarat Exclusive > દેશ-વિદેશ > ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા ફરી કરશે કોરોના વેક્સીનની ટ્રાયલ? ક્યા થઇ ભૂલ

ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા ફરી કરશે કોરોના વેક્સીનની ટ્રાયલ? ક્યા થઇ ભૂલ

0
95

ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ (Oxford) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલી COVID-19 વેક્સીનના સ્ટેજ 3 ક્લિનિકલ ટ્રાયલ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આ કંપનીના CEOનું કહેવુ છે કે ટ્રાયલ્સ ફરી કરવામાં આવી શકે છે. Corona Vaccine

ટ્રાયલ સ્ટેજ 3ના પ્રાથમિક આંકડામાં 2 અલગ અલગ રીતના પ્રભાવ જોવા મળ્યા હતા અને બન્નેને મળીને 70.4% સુરક્ષાની વાત સામે આવી છે. વેક્સીન ડોજિંગની એક રીતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન 90% અસરદાર અને બીજીમાં 62% અસરદાર રહી છે. Corona Vaccine

નવા ટ્રાયલ્સ ઓછા ડોજ ધરાવતા કોમ્બિનેશનને તપાસશે જે આશરે 90% પ્રભાવી દેખાય. આ અલગ ટ્રાયલ હશે અને તેને અમેરિકા અને અન્ય જગ્યાએ ચાલી રહેલા ટ્રાયલ્સ સાથે નથી જોડી શકાતી.

વિકાસશીલ દેશોમાં એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને (Oxford) યૂનિવર્સિટીની વેક્સીનના પરિણામના સારા સમાચાર તરીકે સ્વાગત કર્યુ હતું. ખાસ કરીને ભારત માટે આ વેક્સીન છે જેનાથી તેને સૌથી વધુ આશા છે પરંતુ હવે જ્યારે કંપની સવાલોનો સામનો કરી રહી છે તો જાણીયે કે અંતે ક્યા ચુક થઇ? Corona Vaccine

ટ્રાયલમાં ગડબડ

કંપનીએ ઇન્વેસ્ટર્સ સામે આ સ્વીકાર કર્યુ કે જે કોમ્બિનેશને 90% પ્રભાવ બતાવ્યો, તે કોન્ટ્રાક્ટર દ્વારા ડોજના કેલ્કુલેશનમાં થયેલી ગડબડને કારણે થયુ હતું. બ્રિટનમાં 2,800 વોલન્ટિયર્સના એક નાના ગ્રુપને હાફ ડોજ બાદ ફુલ ડોઝ આપવામાં આવ્યો હતો. આશરે 8,900 વોલન્ટિયર્સને ફુલ ડોઝ કોમ્બિનેશન આપવામાં આવ્યુ. Corona Vaccine

સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું આ ઉત્સાહજનક ડેટા ધરાવતા પરિણામ મોટા ટ્રાયલ્સમાં યથાવત રહેશે. પ્રારંભિક ડેટા 131 સિમ્પ્ટોમેટિક પાર્ટિસિપેટ પર આધારિત છે પરંતુ આ જાણકારી આપવામાં આવી નથી કે ક્યા ગ્રુપના કેટલા લોકો સામેલ છે.

આ પણ વાંચો: કોરોના વેક્સિન મામલે ફટકોઃ ઓક્સફર્ડની વેક્સિનના પરિણામમાં આવી ખામી

આ પહેલા ઓપરેશન વોર સ્પીડના નામથી ઓળખાતી અમેરિકન વેક્સિન પ્રોગ્રામના ચીફે ખુલાસો કર્યો કે હાફ ડોઝ કોમ્બિનેશન 55 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવી હતી. શું આ પ્રભાવ વૃદ્ધોમાં પણ જોવા મળશે જેમાં વેક્સીન સારૂ પ્રદર્શન નથી કરતી? સવાલ તેની પર પણ ઉભા થઇ રહ્યા છે કે એસ્ટ્રાજેનેકાએ 2 અલગ અલગ ટ્રાયલ ડિઝાઇન ધરાવતા બ્રાઝીલ અને યુકેમાં કરવામાં આવેલા અલગ અલગ ટ્રાયલ્સના પરિણામો સાથે પ્રેસ રિલીઝ કેમ જાહેર કરી.

એક અચાનક થઇ ડિસ્કવરી

એસ્ટ્રાજેનેકાએ તે ભૂલથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે જેને કારણે રિસર્ચર્સે વેક્સીનના 90% પ્રભાવી હોવાના દાવાની વાત કહી હતી, તેને અચાનક થયેલી શોધ ગણાવી પરંતુ એક્સપર્ટસનું કહેવુ છે કે આ આખી ટ્રાયલ સવાલોના ઘેરામાં છે. ટ્રાયલ ડિઝાઇનનો અર્થ હાફ ડોઝ કોમ્બિનેશનની સ્ટડી કરવાનો નથી.

કંપનીએ પ્રેસ રિલીઝમાં આ ભૂલનો ખુલાસો નહતો કર્યો

23 નવેમ્બરે કંપની તરફથી ફેઝ-3 ટ્રાયલના પરિણામ જાહેર કરતા જણાવવામાં આવ્યુ કે તેમની કોરોના વેક્સીન 90% સુધી પ્રભાવી છે અને આ વેક્સીનની કોઇ ખાસ સાઇડ ઇફેક્ટ પણ નથી. જોકે, 90% સફળ થવાની વાત એક ફુલ ડોઝ બાદ હાફ ડોઝ આપવાથી જણાવવામાં આવી હતી. કંપનીએ કહ્યુ કે વેક્સીન કુલ મળીને 70% સફળ છે.

હવે એક્સપર્ટ્સનું કહેવુ છે કે કેટલાક લોકોને વેક્સીનનો યોગ્ય ડોઝ આપવામાં આવ્યો નથી. એપીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે ઓછા ડોઝ આપનારા ગ્રુપમાં મોટાભાગના યુવા લોકોને રાખવામાં આવ્યા હતા જેમની ઉંમર 55 વર્ષથી નીચેની હતી. બીજી તરફ ફાર્મા કંપની તરફથી કહેવામાં આવ્યુ કે જે લોકોને ઓછા ડોઝ આપવામાં આવ્યા હતા તેમાં સારા લક્ષણ જોવા મળ્યા હતા. હવે એક્સપર્ટ્સનું કહેવુ છે કે જવાન લોકોમાં જોવા મળ્યુ છે કે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત છે અને કોરોના સામે લડી શકે છે. માટે વેક્સીન સફળ થવા પર અહી સવાલ ઉભા થાય છે.

ભારત પર અસર?

ભારતમાં, સ્ટેજ 3 ટ્રાયલ માટે રિક્રૂટમેન્ટ્સ પુરી થઇ ચુકી છે. 1600 વોલન્ટિયર્સની પસંદગી કરવામાં આવી છે અને જલ્દી ટ્રાયલ શરૂ થઇ જશે. ભારતે એમ પણ કહ્યુ છે કે તે હાફ ડોઝ રેજિમેનના ગડબડ પરિણામને જોતા ટ્રાયલ માટે 2 ફુલ ડોઝ કોમ્બિનેશન પર વિચાર કરશે.

વેક્સીનના ભારતીય મેન્યુફેક્ચરર, સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યુ કે ગભરાવવાની જરૂર નથી. ભારતીય ટ્રાયલ્સ કડક પ્રોટોકોલ હેઠળ ચાલી રહ્યા હતા.

એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી છે. અહી સુધી કે સૌથી ઓછા પ્રભાવકારી પરિણામ 60-70% છે, જેનાથી વાયરસ વિરૂદ્ધ આ એક વ્યવહાર્ય વેક્સીન છે.

SIIનું નિવેદન

આ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે વેક્સીન ઉત્પાદન અને તેના વિતરણની સમીક્ષા કરવા માટે SIIનો પ્રવાસ કરશે. SII એક વર્ષમાં વેક્સીનની 800 મિલિયન ડોઝ બનાવવાની સ્થિતિમાં છે. આ ક્ષમતાના 50% ભારત માટે આરક્ષિત છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9