નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રણભેરી વાગી ચૂકી છે. ગાંધી પરિવારના પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત એ ઉમેદવારી ભરવાની જાહેરાત કરતાં તે વાત પર સંકેત આપી દીધા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરી દેશે. અસલમાં પાછલા દિવસોમાં અશોક ગહેલોતે સ્પષ્ટ કરી દીધું હતુ કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટાયા પછી મુખ્યમંત્રીની ખુરશી છોડશે નહીં, પરંતુ રાહુલ ગાંધીના એક આદમી એક પદવાળા નિવેદન પછી ગહેલોતના વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે, તેમને આશા છે કે અધ્યક્ષ પદની ચૂંટણી માટે ‘એક વ્યક્તિ- એક પદ’ પ્રતિબદ્ધતાનું પાલન કરવામાં આવશે.
Advertisement
Advertisement
અંગ્રેજી સમાચાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે, કોંગ્રેસના ઉદયપુર ઘોષણાપત્રમાં નિર્ધારિત સિદ્ધાંત નોમિનેટેડ પદો માટે હતા, ના કે તે પદો માટે જેમના માટે ચૂંટણી થવાની છે. જોકે, તેમને કહ્યું કે, એક આદમી એક સાથે બે પદ રાખવું ન્યાય થશે નહીં. તેમને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ચૂંટાનાર નેતા અગર બે પદો પર છે તો તે કોંગ્રેસ અધ્યક્ષ પદ સાથે ન્યાય કરી શકશે નહીં. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 22 વર્ષ બાદ ચૂંટણી લડવાની પ્રબળ સંભાવના વચ્ચે ગુરુવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને તેની સાથે જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ.
ચૂંટણીથી સોનિયા ગાંધી પોતાને રાખશે ન્યૂટ્રલ
સોનિય ગાંધી સાથે મુલાકાત અને અધ્યક્ષ પદના દાવેદારોના પ્રશ્ન પર અશોક ગહેલોત કહ્યું કે, સોનિયા ગાંધીએ કહ્યું કે તે ન્યૂટ્રોલ રહેશે અને ગાંધી પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડશે નહીં. ગાંધી પરિવાર સિવાયના કોઈપણ ઉમેદવાર હોય તેઓ ચૂંટણીમાં ઉતરવું હોય તો ઉતરી જાય, તે પાર્ટીનાં આંતરિક લોકતંત્ર માટે સારી વાત છે. અમે નેશનલ પોલિટિક્સ, રાહુલ ગાંધી (ભારત જોડો યાત્રા) અને અધ્યક્ષ પદની ચૂંટણી પર ચર્ચા કરી અને તેઓ પોતે ન્યૂટ્રલ રહેવા માંગે છે. સોનિયા ગાંધી કોઈપણ કેન્ડિડેટના ઉમેદવારી પત્રમાં પ્રસ્તાવકના રૂપમાં હસ્તાક્ષર કરશે નહીં. હું માત્ર તેમના એટલા માટે મળ્યો કેમ કે હું તેમના આશીર્વાદ લેવા માંગતો હતો.
ગહેલોત ભરશે ઉમેદવારી ફોર્મ
જયરામ રમેશના હવાલાથી રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી ના લડવાના પ્રશ્ન પર અશોક ગહેલોતે કહ્યું કે મારી જાણકારીમાં તે વાત આવી છે કે, તેમને (જયરામ) એવું કહ્યું છે કે રાહુલ ગાંધી ચૂંટણી લડશે નહીં. તે છતાં હું માંગ કરૂ રહ્યો છું કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ના બને. રાજસ્થાનમાં સૌથી પહેલા મેં જ તે માંગ ઉઠાવી હતી. મને લાગે છે કે તેમની સાથે અંતિમ વખત વાત કરવી હજું પણ મારી જવાબદારી છે. જો રાહુલ ગાંધી રેસમાં સામેલ થતાં નથી તો પછી તમે ઉમેદવારી દાખલ કરશો, તે પ્રશ્ન પર ગહેલોતે કહ્યું કે, જો રાહુલ ગાંધી ચૂંટણી લડવા માટે રાજી થતાં નથી તો હું ફોર્મ ભરીશ. તેમને આગળ કહ્યું કે, જ્યારે રાજ્ય અને દેશમાં મારા પક્ષમાં મૂડ હશે તો મને બધાની ભાવનાઓનું સમ્માન કરતા ઉમેદવારી દાખલ કરવી પડશે.
… તો સીએમની ખુરશી ખાલી કરી દેશે ગહેલોત?
દિગ્વિજય સિંહના તે નિવેદન પર પણ અશોક ગહેલોતે પ્રતિક્રિયા આપી, જેમાં તેમને કહ્યું કે, ગહેલોતને બે પદ એક સાથે રાખી શકે નહી. અશોક ગહેલોતે કહ્યું કે, તે હું માત્ર મારા માટે કહી રહ્યો નથી. આ ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે છે અને આ ચૂંટણીમાં બે પદનો મુદ્દો ઉઠી શકે નહીં. ચૂંટણી કોઈ પણ લડી શકે છે. કોઈપણ રાજ્ય મંત્રી જે એક પ્રતિનિધિ છે, તે ચૂંટણી લડી શકે છે. તે માટ તેને રાજીનામું આપવાની જરૂરત નથી. પરંતુ જ્યારે તે કોંગ્રેસ અધ્યક્ષ બને છે તો તેનું ક્ષેત્ર આખું દેશ થશે. તેવામાં ઇતિહાસમાં એકપણ વખત એવું બન્યું નથી કે, જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસનો અધ્યક્ષ પણ રહ્યો હોય અને કોઈ રાજ્યનો મુખ્યમંત્રી પણ. જો આવું થાય છે તો તે વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ પદ સાથે ન્યાય કરી શકશે નહીં. તેથી આ દ્રષ્ટિએ તે સ્વભાવિક છે કે તે કોંગ્રેસ પ્રેસીડેન્ટ રહીને કામ કરે. તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવી પણ આપણા માટે જરૂરી છે, ત્યારે જ કોંગ્રેસનું પુનરુત્થાન શરૂ થશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ક્યારે છે
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, નોટિફિકેશન જારી થયા બાદ હવે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવાદી પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 22 વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીના વડા ચૂંટણી દ્વારા ચૂંટાશે. વર્ષ 2000માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં પ્રસાદનો પરાજય થયો હતો. આ પહેલા 1997માં રાષ્ટ્રપતિ પદ માટે સીતારામ કેસરી, શરદ પવાર અને રાજેશ પાયલોટ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં કેસરીનો વિજય થયો હતો.
Advertisement