Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લગ્નના 9માં દિવસે પત્ની પ્રેગનન્ટ થઈ, પતિ વહેમાયો !

લગ્નના 9માં દિવસે પત્ની પ્રેગનન્ટ થઈ, પતિ વહેમાયો !

0
353

અમદાવાદ: લગ્નના 9માં દિવસે પત્ની પ્રેગનન્ટ હોવાની જાણ થતાં પતિ,સાસુ અને સસરા સહિતના લોકો પરિણીતા પર વહેમાયા અને ઝઘડો કરવા લાગ્યા હતા. સાસુ, સસરા અને પતિની દહેજની માંગણી અને ત્રાસને પગલે યુવતીએ સાસરિયાં વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ફરિયાદ નોંધાવી છે. Shocking news for husband

કમ્પ્યુટર એન્જીનયર દિવ્યા (નામ બદલ્યું છે)ના લગ્ન ધોળકાના કેલીયા વાસણા ગામે રહેતા મયુર (નામ બદલ્યું છે) સાથે 2018માં થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે રાખ્યા બાદ સાસુ સસરાએ પિતાના ઘરેથી રૂ બે લાખ લઈ આવવા માટે દિવ્યાને જણાવ્યું હતું. Shocking news for husband 

લગ્નના 9માં દિવસે પેટમાં દુખાવો થતાં દિવ્યાએ પતિ મયુરને વાત કરી હતી. મયુર પત્નીને બોપલ ખાતે વડસાસુના ઘરે લઈ ગયો હતો. બોપલના ક્રિષ્ના મેટરનિટી હોમમાં તપાસ કરાવતા દિવ્યા પ્રેગનન્ટ હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગઠિયાઓએ મહિલા કોર્પોરેટરને પણ ન છોડી, ધોળા દહાડે ચેઇન સ્નેચિંગ

પત્ની લગ્નના 9માં દિવસે પ્રેગનન્ટ હોવાની ખબર પડતાં વહેમાયેલા પતિ મયુરે દિવ્યા સાથે ઝઘડો કર્યો હતો. સાસુ સસરાને આ બાબતે જાણ થતાં તેઓએ પણ તકરાર કરી હતી. બાદમાં મયુર પત્નીને લઈ દાદાના ઘરે રહેવા ગયો ત્યાં પણ સાસુ સસરા આવી તકરાર કરતા અને મ્યુરને દિવ્યાથી છૂટાછેડા લેવા માટે ઉશ્કેરતા હતા.

બોપલથી દિવ્યાના પિતાના ઘરે પતિ-પત્ની બન્ને રહેવા ગયા અને બાદમાં બારેજા ખાતે તેઓ રહેતાં હતા. બારેજા ખાતેના મકાને પણ સાસુ સસરા ઘરે આવી મયુરની ચઢામણી કરતા હતા. આખરે પતિ મયુર પત્નીને પ્રેગનન્સીની હાલતમાં છોડી જતો રહ્યો હતો. Shocking news for husband 

આ પણ વાંચો: અમદાવાદમાં પતિએ પત્નિ અને પુત્ર પર એસિડ એટેક કરતા ઈજાગ્રસ્ત

પુત્રના જન્મ બાદ પતિ, સાસુ, સસરા દિવ્યાની ખબર પુછવા કે તેણે લેવા પણ આવ્યા ન હતા. સાસરિયાંના વહેમિલા સ્વભાવ,દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી દિવ્યાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.