Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દારૂ પીને મારપીટ કરતો હોવાથી પત્નીએ પતિની હત્યા કરી, કોર્ટે પત્નીને આજીવન કેદની સજા ફટકારી

દારૂ પીને મારપીટ કરતો હોવાથી પત્નીએ પતિની હત્યા કરી, કોર્ટે પત્નીને આજીવન કેદની સજા ફટકારી

0
24

આકીબ છીપા, અમદાવાદ: પતિ રાત્રે દારૂ પીને ઘરે આવ્યા બાદ મારપીટ કરતો હોવાથી ત્રસ્ત થયેલી પત્નીએ 20 કીલોનો પથ્થર સુતેલી હાલતમાં પતિના માથામાં મારી હત્યા કરવાના કેસમાં ગુજરાતની કોર્ટે આરોપી પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે.

કોર્ટે 47 વર્ષીય આરોપી પત્ની – કંકુબેન સરલાને તેના પતિની હત્યા કરવાના કેસમાં કોર્ટે દોષિત માની આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પત્નીને IPCની કલમ 302 હેઠળ દોષિત માની છે. કોર્ટે નોંધ્યું કે જો પત્નીનો ઈરાદો હત્યા કરવાનો ઈરાદો ન હોત તો તેણે તેના પતિ હેમંત સરલાના હાથ, પગ કે અન્ય કોઈ ભાગ પર માર માર્યો હોત પરંતુ આ કેસમાં આવું નથી, પત્નીએ પતિના માથા જેવા નાજુક ભાગ પર હુમલો કર્યો છે. ટોક્સિલોજી રિપોર્ટમાં મૃતક પતિ દારૂનો આદી હોવાનું પણ સામે આવ્યું છે. કોર્ટે પત્ની દ્વારા કરાયેલા કૃત્યને ઘાતકી ગણાવ્યો છે.

અરજદાર – આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે મૃતક પતિને દારૂની લત હતી અને જે દિવસે બનાવ બન્યો ત્યારે પણ તે દારૂ પીધેલી અવસ્થામાં હતો અને ત્યારબાદ પોતાની જાતે જ પડી જતાં દીવાલ સાથે અથડાતા માથાના ભાગે ઇજા થઇ હતી અને તેનાથી મોત નીપજ્યું હતુ. પરિવારના અન્ય સભ્યો ઘરમાં સુતા હોવાથી કોઈ બહાર આવી શક્યું નહિ અને જેથી તેમને હોસ્પિટલ પણ લઈ જવાય નહિ.

અરજદાર પત્નીના એડવોકેટ વધુમાં જણાવ્યું હતું કે પરિવારના અન્ય સભ્યો જ્યારે સવારે જગ્યા ત્યારે તેમને મૃતકનો શબ તેમના ઘર પાસે આવેલા રોડ પાસે અવાવરું જગ્યા પર મળ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ સવારે પોલીસને ફોન કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. જોકે ડોક્ટરે પતિને મૃત જાહેર કર્યો હતો.

સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપી પત્ની અને મૃતક પતિ સાથે પતિ – પત્ની તરીકે રહેતા હતા. પતિ દારૂ પીને પત્નીને મારતો હોવાથી ત્રસ્ત પત્નીએ 20 કીલોના પથ્થર વડે જ્યારે પતિ સુઈ ગયો ત્યારે તેના માથા પર મારી હત્યા કરી નાખ્યો હતો અને ત્યારબાદ શરીરને ઘરની બહાર આવેલા રોડ પાસે અવાવરું જગ્યા પર નાખી દીધો હતો. જોકે જોકે ઘરના વરંડામાં આવેલા કોટ પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે અગાઉ આરોપી પત્નીના લગ્ન અમથુભાઈ અમરસીભાઈ જોડે થયા હતા, જે 15 વર્ષ પહેલાં ગુજરી જતાં કસ્ટમરી રિવાજ પ્રમાણે આરોપી પત્નીના લગ્ન હેમંત સરલા સાથે થયા હતા અને ત્યારબાદ તેઓ સાથે પતિ-પત્ની તરીકે રહેતા હતાં.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે 17મી ઓગસ્ટ 2018ના રોજ પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો અને ત્યારબાદ આરોપી પત્ની સાથે મારપીટ કરી હતી. કાયમી થતી મારપીટની ઘટનાથી ત્રસ્ત પત્નીએ જ્યારે પતિ સુઈ ગયો ત્યારે 20 કીલોના પથ્થર વડે તેમના માથા પર ઇજા કરી હતી અને ત્યારબાદ શરીરને ઘર બહાર ઘસેડીને અવાવરુ જગ્યા પર રાખી દીધો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat