Gujarat Exclusive > દેશ-વિદેશ > કેમ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમત, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યા બે કારણ

કેમ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમત, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યા બે કારણ

0
138

દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા (90.58) સુધી પહોંચી ગઈ. જ્યારે ડીઝલની કિંમતો પણ અનેક શહેરોમાં રેકોર્ડ સ્તરે ચાલી રહી છે. ગુજરાતમાં તો પેટ્રોલ-ડીઝલ વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ છે, જેથી અહીં બંનેની કિંમત વચ્ચે નજીવો અંતર છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને બે કારણો જણાવ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને પ્રથમ કારણ જણાવ્યું, બળતણનું ઓછું ઉત્પાદન. તેમને કહ્યું કે, આંતરાષ્ટ્રીય માર્કેટે બળતણનું ઉત્પાદન ઓછું કરી દીધું છે અને વધારે લાભ પ્રાપ્ત કરવા માટે વિનિર્માણ દેશ ઓછું બળતણનું ઉત્પાદન કરી રહ્યાં છે. તેનાથી ગ્રાહક દેશ ત્રસ્ત છે.

કોરોના મહામારીની ભૂમિકા

જ્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે બીજું કારણ કોરોના મહામારીની ભૂમિકા દર્શાવી છે. તેમને કહ્યું કે, અમે વિભિન્ન વિકાસ કાર્ય કરવાના છે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ એકત્ર કરે છે. વિકાસ કાર્યો પર ખર્ચ કરવાથી વધારે રોજગાર ઉતપન્ન થશે. સરકારોએ પોતાના રોકણમાં વધારો કર્યો છે અને આ બજેટમાં 34 ટકા વધારે પૂંજી વ્યય કરવામાં આવશે. તેમને કહ્યું કે, રાજ્ય સરકારોના ખર્ચમાં પણ વધારો થશે. આ કારણ છે કે, અમારે ટેક્સની જરૂરત છે, પરંતુ સંતુલન પણ આવશ્યક છે. તેમને કહ્યું કે, નાણામંત્રી કોઈ રસ્તો શોધી શકે છે.

ઉલ્લેખનિય છે કે, વર્તમાનમાં કાચા તેલની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં 60 ડોલર પ્રતિ બેરલથી વધારે છે. જે 2014ની સરખામણીમાં અડધી છે. તે સમયે પેટ્રોલ-ડીઝલની કિંમત 80 રૂપિયા સુધી પણ પહોંચી નહતી અને બીજેપી નેતાઓએ મનમોહન સિંહની સરકાર પર દેશની જનતાને લૂટવાનો આરોપ લગાવ્યો હતો. તો અહીં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું તે વખતે દેશના વિકાસને લગતી કોઈ યોજનાઓ ચાલી જ રહી નહતી? જેવી રીતે અત્યાર બીજેપી નેતાઓ તર્ક આપી રહ્યાં છે કે, અમારે દેશના વિકાસ માટે પૈસાની જરૂરત છે તેથી ભાવ વધારો કર્યો છે.

જ્યારે મોદી સરકારમાં આવ્યા હતા, ત્યારે આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ પાણીના ભાવે મળી રહ્યો હતો, ત્યારે પણ બીજેપીએ સામાન્ય લોકોને રાહત આપવાની જગ્યાએ પોતાની તિજોરી ભરવાનું કામ કર્યું હતું. કોરોના મહામારી પહેલા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નહતો.

જણાવી દઈએ કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં જેમ-જેમ કાચા તેલના ભાવો ગગડતા રહ્યાં તેમ-તેમ ભારત સરકારે ટેક્સમાં વધારો કર્યો, જેથી સામાન્ય લોકોને કોઈ જ રાહત મળી નહીં અને તેના કારણે ભયાનક મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના મહામારી પહેલાથી જ નોટબંધી, જીએસટી વગેરે જેવા તઘલકી નિર્ણયો થકી અર્થવ્યવસ્થાને સંકોચનારી મોદી સરકાર હવે પેટ્રોલ-ડીઝલમાંથી રાક્ષસી ટેક્સ મેળવીને અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાનું તર્ક આપી રહી છે, તે કેટલું યોગ્ય ગણી શકાય. હાલમાં કોરોના જેવી મહામારીના કારણે લોકોના ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. નોકરી કરનારાઓના પગારમાં ઘટાડો થઇ ગયો છે,  તેવા સમયે લોકો પાસેથી રાક્ષસી ટેક્સ ઉગરાવવામાં આવી રહ્યો છે. દેશના લોકોની કમર તોડીને મોદી સરકાર વિકાસ કરવા ચાલી છે.

જણાવી દઈએ કે, પાછલા વર્ષોમાં સૌથી વધારે બેરોજગારી દર મોદી સરકારમાં વધ્યો છે. મોદી સરકારે સત્તામાં આવતા પહેલા દર વર્ષે બે કરોડ નોકરીઓની વાત કરી હતી. જોકે, નોકરી આપવાની વાત તો દૂર રહી અત્યાર સુધી અનેક લોકોને મોદી સરકારના વિનાશક નિર્ણયોના કારણે પોતાની નોકરી સાથે-સાથે રોજગાર ધંધા પણ ગુમાવવા પડ્યા છે.

આવા સંકટ સમયે મોદી સરકારના મંત્રી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર નાના બાળકોને ફોસલાવવા માટે જે રીતે તર્ક આપતા હોઈએ તેવા તર્ક આપી રહ્યાં છે. વિપક્ષ અનુસાર, મોદી સરકારના અણધડ નિર્ણયોએ દેશના લોકોના ખિસ્સા ખાલી કરી નાંખ્યા છે, તે એક કડવું સત્ય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat