Gujarat Exclusive > યુથ > મનોરંજન > તો આ કારણે સન્ની દેઓલ રાજકારણમાં આવ્યા..!

તો આ કારણે સન્ની દેઓલ રાજકારણમાં આવ્યા..!

0
458

બોલીવુડ અભિનેતા સની દેઓલ 23 એપ્રિલના રોજ ભાજપમાં સામેલ થયા છે. ભાજપ દ્વારા 62 વર્ષના અભિનેતાને પંજાબના ગુરૂદાસપુર લોકસભા બેઠક પરથી ટિકીટ પણ આપી દેવામાં આવી છે. જો કે સન્ની દેઓલને લઈને સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ અટકાવાનું નામ નથી લઈ રહી.

સની દેઓલ અભિનીત બોલીવુડની સુપર હિટ ફિલ્મ ગદ્દર એક પ્રેમકથાના ડાયરેક્ટર અનિલ શર્માએ પણ સન્ની દેઓલ ભાજપમાં સામેલ થવા અંગે ટ્વીટ કર્યું છે. અનિલ શર્માએ પોતાના ટ્વીટમાં સન્ની દેઓલના ભાજપમાં સામેલ થવા અંગે મોટો ખુલાસો કર્યો છે.

અનિલ શર્માએ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, મને પણ લોકો પૂછી રહ્યાં છે કે, સન્ની દેઓલ રાજકારણમાં કેમ ગયા? એ ખરાબ છે. સન્ની દેઓલ પ્રમાણિક અને સાફ મનના વ્યક્તિ છે. રાજનીતિ તેમના માટે નથી. પરંતુ તમામ સારા વ્યક્તિ એવું જ વિચારશે, તો રાજનીતિને સાફ કોણ કરશે. આ અંધકારમાંથી મુક્તી અપવવા માટે કોઈ તો હોવું જ જોઈએ. આ રીતે અનિલ શર્માએ સની દેઓલના ભાજપમાં સામેલ થવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જણાવી દઈએ કે, અનિલ શર્મા અને સની દેઓલે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

જણાવી દઈએ કે, સન્ની દેઓલનો જન્મ 19 ઓક્ટોબર 1956ના રોજ પંજાબના સહનેવાલમાં થયો હતો. તેમની માતા અને ધર્મેન્દ્રની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર છે. સન્ની દેઓલે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો પણ છે. સન્નીના મોટા પુત્ર કરણ દેઓલ ખુબ જ જલ્દી ફિલ્મોમાં કિસ્મત અજમાવાના છે. કરણ દેઓલ ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહ્યો છે.

સન્ની દેઓલ છેલ્લા 35 વર્ષથી બોલીવુડમાં સક્રીય છે. તેમણે ‘બેતાબ’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સામે અમૃતા સિંહ હતી. સન્નીએ અત્યાર સુધીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.તેમને તેમની પ્રથમ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સન્ની દેઓલને અત્યાર સુધી બે રાષ્ટ્રીય પુરષ્કાર અને બે ફિલ્મફેર પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. તેમણે 1980 અને 1990ના દાયકામાં અનેક હિટ ફિલ્મો આપી હતી. ફિલ્મ ગદ્દર એક પ્રેમકથામાં સન્નીએ ભજવેલી તારાસિંહની ભૂમિકા આજે પણ લોકોને યાદ રહી છે.