Gujarat Exclusive > દેશ-વિદેશ > આકાશને આંબી રહી છે ડુંગળીની કિંમત! સરકાર શું કરી રહી છે; કેવી રીતે ભાવ પર કાબૂ મેળવાશે?

આકાશને આંબી રહી છે ડુંગળીની કિંમત! સરકાર શું કરી રહી છે; કેવી રીતે ભાવ પર કાબૂ મેળવાશે?

0
89

નવી દિલ્હી: બિહાર ચૂંટણીના (Bihar Election) ઠીક પહેલા કેન્દ્ર સરકારે ડુંગળીની સ્ટોરેજ સીમા અને સ્ટૉક લિમિટને ફરીથી નક્કી કરી છે. વાસ્તવમાં દેશના અનેક ભાગોમાં હાલના સમયે ડુંગળીની કિંમત (Onion Price) 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામની પાર જઈ ચૂકી છે. એવામાં સરકારે આ પગલુ ડુંગળીની વધતી જતી કિંમતોને કાબૂમાં લાવવામાં ઉઠાવ્યો છે. આ સાથે જ બુધવારે કેન્દ્ર તરફથી ડુંગળીના આયાતના નિયમોમાં પણ છૂટ આપી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, માત્ર એક મહિના પહેલા જ સંસદમાં આવશ્યક વસ્તુ અધિનિયમ 1955માં ફેરફાર કર્યો હતો અને ડુંગળી, બટાકા, દાળ અને કેટલીક અન્ય ખાદ્ય સામગ્રીઓને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી બહાર કરી દેવામાં આવી હતી. એટલે કે, આ વસ્તુઓને સ્ટોરેજ સીમાની બહાર કરી દેવામાં આવી હતી.

જો કે બિહાર ચૂંટણીને (Bihar Election) પગલે ડુંગળીની વધતી કિંમતોના (Onion Price) કારણે સરકારે એક વખત ફરીથી તેને કાબૂમાં કરવા માટે આગળ આવવું પડ્યું છે. એવામાં સવાલ ઉઠી રહ્યાં છે કે, આખરે ક્યું કારણ છે જેનાથી ડુંગળીની કિંમતોમાં (Onion Price) ચડ-ઉતર સતત જોવા મળી રહી છે.

આખરે કેમ વધી રહ્યાં છે ડુંગળીની કિંમત?
દેશભરમાં ઓગસ્ટના આખરી સપ્તાહથી જ ડુંગળીની કિંમતોમાં (Onion Price) ઝડપથી વધારો થયો છે. પ્રથમ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર કર્ણાટકમાં ભારે વરસાદના કારણે ખરીફ સિઝનની ડુંગળીના પાકને વ્યાપક નુક્સાન થયું છે. આ પાક સપ્ટેમ્બરમાં આવવાનો હતો અને ઓક્ટોબરના અંતમાં મહારાષ્ટ્રથી ડુંગળીનો પાક આવવા સુધી માર્કેટમાં રહેવાની સંભાવના હતી.

આ પણ વાંચો: US Election 2020: ઝીરો ગ્રેવિટીમાં મહિલા અંતરિક્ષ યાત્રીએ આપ્યો વૉટ

જો કે સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદથી કર્ણાટકમાં નવા પાકને નુક્સાન થયું. જેની અસર મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સ્ટોરેજમાં રાખવામાં આવેલી ડુંગળી (Onion Price) પર પણ પડી. માત્ર મહારાષ્ટ્રના ખેડૂતો પાસે જ માર્કેટમાં વેચવા લાયક ડુંગળી બચી હતી. જેણે ગરમીની શરૂઆતમાં જ 28 લાખ ટન ડુંગળી સ્ટોકમાં રાખી લીધી હતી. જો કે મહારાષ્ટ્રના ખેડૂતોને પણ સ્ટોરેજ દરમિયાન 50-60 ટકા ડુંગળીનું નુક્સાન ઉઠાવવું પડ્યું. અહમદનગર, નાસિક અને પૂણેમાં વરસાદના કારણે ડુંગળીને વ્યાપક નુક્સાન થયું.

બીજી તરફ કૃષિ અધિકારીઓનું કહેવું છું કે, ડુંગળીની સેલ્ફ લાઈફ આ વર્ષે ઓછી રહી, કારણ કે ખેડૂતોએ યુરિયાનો જરૂરિયાતથી વધુ ઉપયોગ કરી લીધો. ગત વર્ષે ડુંગળીની કિંમત (Onion Price) સારી હતી અને ખેડૂત યુરિયા થકી તેનો પાક વધારવા ઈચ્છતા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેની અસર આયુ ઓછી થઈ ગઈ.