Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકરક્ષકનો મામલો કેમ હાઇકોર્ટમાં પહોંચ્યો?

લોકરક્ષકનો મામલો કેમ હાઇકોર્ટમાં પહોંચ્યો?

0
363
  • લોકરક્ષક દળ (LRD)ની ભરતી ફરીવાર કરવા હાઇકોર્ટમાં રિટ

  • લોકરક્ષકની ભરતી પ્રક્રિયા સામે સ્ટે આપવાની સુનાવણી થશે

  • લોકરક્ષકની ભરતીને લઇને અગાઉ બહેનોએ આંદોલન કર્યું હતું

  • વોટબેંક બચાવવા માટે આ રીતે ભરતી કરાઇ હોવાનો અરજદારનો આક્ષેપ

અમદાવાદ: લોકરક્ષક દળ (LRD)ની ભરતીને સંપૂર્ણપણે ફરીથી કરવા માટે 187 કરતાં વધુ પુરુષ ઉમેદવારોએ હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.સી. રાવે સરકારને નોટિસ કાઢીને સ્ટે આપવા માટે છઠ્ઠી ઓક્ટોબરના રોજ સુનાવણી રાખી છે.

લોકરક્ષક દળ (LRD)ની ભરતી તેમ જ 12 હજારથી વધારે ઉમેદવારોને આપેલી નિમણૂંકો રદ કરી પુરુષ ઉમેદવારોને અન્યાય ના થાય તે રીતે સંપૂર્ણપણે ફરીથી ભરતી કરવા માટે અને જરૂર પડે તો પાંચ હજારથી વધારે પુરુષ ઉમેદવારો માટે સુપર ન્યુમરરી પોસ્ટ ઊભી કરી વર્તમાન ભરતી પ્રક્રિયાને આગળ વધારવાની દાદ માંગી છે.

બે કે પાંચ માર્કસના કારણે રહી ગયેલા ઉમેદવારો માટે હાઇકોર્ટમાં કરાયેલી રીટમાં અરજદાર તરફથી સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એવા મુદ્દા ઉઠાવ્યા હતા કે, ગુજરાતમાં સરકારી ભરતીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ કરવો તે ખંડપીઠે આપેલા ચુકાદાની વિરુધ્ધ થાય છે. તેમ જ ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી તે પુરી થવાના આરે આવેલા હોય ત્યારે સ્ત્રી ઉમેદવારને ગુણમાં રિલેકશેસન આપીને એલીજીબીલીટી ક્રાયટેરિયા બહેનો માટે જે 50 ટકા કટઓફ માર્કસ રાખવામાં આવ્યા તે સુપ્રીમ કોર્ટના 18 જજમેન્ટોની વિરુધ્ધનું છે. તેથી સરકારની ભરતી પ્રક્રિયા સદંતરપણે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.

આ પણ વાંચો: એક જ પાઇપલાઇનમાં ભંગાણ અને સીધો એક હજાર કરોડની નિકાસને ફટકો

વધુમાં એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે, ભરતી પ્રક્રિયાના અંતમાં બહેનો માટે આશરે 2500 બેઠકો વધારવામાં આવી અને સુપર ન્યુમરરી પોસ્ટ ઊભી કરી આ જગ્યાઓ મેરિટ વગરની બહેનોના ગુણવત્તાના ધોરણો નીચે લાવી જે ભરતી પ્રક્રિયા કરી તે સર્વિસ લોના પ્રસ્થાપિત સિધ્ધાંતોના વિરુધ્ધનું છે. ભરતી પ્રક્રિયા દરમિયાન નવી ઊભી થયેલી ખાલી જગ્યાઓ ભરી શકાય પણ વેકેન્સિસ સુપર ન્યુમરરી પોસ્ટ ઊભી કરીને પણ ભરી શકાય નહીં.

બંધારણની કલમ 16 મુજબ ભરતી પ્રક્રિયામાં નાત, જાત અને સ્ત્રી, પુરુષના ભેદભાવ વગર સરકારી ભરતીઓ કરવી પડે પણ એલ.આર.ડી. (LRD)ની ભરતી પ્રક્રિયામાં સવર્ણ પછાત સમાજની બહેનોના આંદોલનના કારણે પોતાની વોટબેંક સાચવવા માટે સામાજીક સમીકરણો વોટબેંકની વિરુધ્ધ ના જાય તે માટે સર્વણ અને પછાત સમાજને સારું લાગે તે માટે બંધારણની કલમ 15ને અવગણીને એલઆરડી ભરતી પ્રક્રિયા કરવામાં આવેલ છે. જે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અંગે 29 સપ્ટેમ્બર બાદ લેવાશે અંતિમ નિર્ણય

વધુમાં એવી પણ રજૂઆત કરી હતી કે, મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના પ્રમુખ 24 ફ્રેબુઆરીએ આવવાના હતા તે માટે આ પ્રકરણ સંકેલવું જરૂરી હતું. તેથી આંદોલનને વશ થઇને કાયદાથી વિપરીત ભરતી કરવામાં આવી અને એ પ્રક્રિયામાં બંધારણને ઘોળીને પી જઇને સરકારે સ્ત્રીઓના અનામતને આ રીતે લાગુ પાડયો છે. અનામતને અપ્રત્યક્ષ રીતે નગણ્ય બનાવી જનરલ કેટેગરી કે સર્વણોની કેટેગરી હોય તે રીતે ભરતી પ્રક્રિયા કરી છે.

આમ ગુજરાતના 65 ટકા કરતા વધુ પછાત વર્ગ દલિતો અને આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે. ફ્રેબુઆરીમાં બે નવી પોસ્ટ ઊભી કરી તે પહેલાંની દસ હજાર ઉમેદવારોની ભરતી એ સમગ્રપણે ખોટી હતી. મેરીટ વગરના ઉમેદવારોને સ્ત્રીના અનામતના ભોગે કરાયેલી આ ભરતી પ્રક્રિયાને કાયદાનો પાયજામો પહેરાવવા માટે અને ગેરકાયેદસર કુત્યને છુપાવવા માટે સ્ત્રીઓના નામનો ઉપયોગ કરી ગુજરાત સરકારે એલ.આર.ડી. (LRD)ની ભરતી ગેરકાયદેસર રીતે કરી છે તે રદબાતલ કરી એ બંધારણના સિધ્ધાંતોને અનુસરીને ફરીથી ભરતી પ્રક્રિયા કરવા દાદ માંગવામાં આવે છે.

આ પણ વાંચો: AMCની સામાન્ય સભામાંથી MLA ઇમરાન ખેડાવાલાને કેમ મેયરે કાઢી મૂક્યાં?

સુપર ન્યુમરરી પોસ્ટ એ અપવાદ છે. જો અપવાદને નિયમ તરીકે સ્વીકારવામાં આવે તો પછી નવી ઊભી કરાયેલી 2478 પોસ્ટને 33 ટકા અનામતમાં ગણીને અન્ય 67 ટકા વધારીને આશરે પાંચ હજાર પોસ્ટો ઊભી કરી ફક્ત પુરુષો માટે ભરતી પ્રક્રિયા જો વર્તમાન ભરતી પ્રક્રિયા રદ ના થાય તો કરવી જોઇ તેવી દાદ માંગી હતી. રીટ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે ઉપર્યુક્ત હુક્મ કરીને વધુ સુનાવણી ઓક્ટોબર પર મુકરર કરી છે.