Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કાચા તેલની કિંમત ન્યૂનત્તમ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર કેમ?

કાચા તેલની કિંમત ન્યૂનત્તમ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર કેમ?

0
354

તે અજીબ વિડમ્બના છે કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો એવા સમયે રેકોર્ડ ઊંચાઈ ઉપર છે, જ્યારે આંતરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમત ઐતિહાસિક રીતે ન્યૂનત્તમ સ્તર પર છે. બીજેપી સત્તામાં આવ્યાથી એક વર્ષ પહેલા એટલે 2012-13માં ક્રૂડ ઓઈલની કિંમત જ્યાં 110 ડોલર પ્રતિડોલર સુધી પહોંચી ગઈ હતી, તે તેમના સત્તામાં આવ્યા પછી જ ઉતરવા લાગી અને કોરોનાકાળમાં તે 25 ડોલર બેરલ સુધી પહોંચી ગઈ.

હદ્દ તો ત્યારે થઈ ગઈ એક દિવસ તેલ ભંડારણમાં સમસ્યા હોવાના કારમે ન્યૂયોર્ક એક્સચેન્જમાં કોઈ કંપનીએ કહ્યું કે, તે ફ્રિમાં તેલ આપવા માટે તૈયાર છે, એટલું જ નહીં તે તેલ લઈ જવાનો ખર્ચ પણ આપશે. બસ, તે તેલ કોઈ લઈ જવું જોઈએ. પરંતુ તે સમયે પણ મોદી સરકારે પેટ્રોલિયમ ઉત્પાદકો પર આપવામાં આવતી સબસીડીમાં કાપ મૂક્યો નહતો, કિંમતો તે સમયે પણ વધી હતી.

સરકાર પેટ્રોલ-ડીઝલ પર લાગતા ઉત્પાદન કરમાં પણ સતત વૃદ્ધિ કરી રહી છે. આ એક્સાઇઝ ટેક્સ કેન્દ્રની કમાણીનું સાધન બની ચૂક્યું છે, દરેક રાજ્ય સરકારો પણ પોતાની ઈચ્છા અનુસાર ભાવમાં વધારો કરીને ઉંચુ વેટ વસૂલી રહ્યાં છે.

આને આપણે તુલનાત્મક અધ્યનથી સારી રીતે સમજી શકીએ છીએ.

મે 2014 માં પેટ્રોલ પર એક્સાઇઝ ટેક્સ 9.48 રૂપિયા હતો, જે હવે 32.98 રૂપિયા છે.
મે 2014 માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 3.56 રૂપિયા હતી, જે હવે લિટર દીઠ 31.83 રૂપિયા છે.
એટલે કે પેટ્રોલ પર એક્સાઈઝ ટેક્સમાં 348 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

એક્સાઈઝ ટેક્સ એવી આવક છે કે સરકારને સીધા ઓઇલ રિફાઇનર કંપનીઓ પાસેથી મળે છે, તેને કંઈ કરવું જ પડતું નથી.

સરકારી નિયંત્રણ દૂર થયું

મનમોહન સિંહ સરકારે 25 જૂન 2010 ના રોજ પેટ્રોલના ભાવ પરનો સરકારી નિયંત્રણ હટાવ્યો, એટલે કે સરકાર તેની કિંમત નક્કી કરશે નહીં, તે બજારના માંગ-વપરાશના સિદ્ધાંત દ્વારા નક્કી થશે.

નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી તરત જ 19 ઓક્ટોબર 2014 ના રોજ ડીઝલની કિંમતોને નિયંત્રિત-મુક્ત કરી દેવામાં આવી.

માર્ચ 2014માં કાચા તેલની કિંમત 107.14 ડોલર એટલે 6,655.54 રૂપિયા પ્રતિ બેરલ હતી, તે ઓક્ટોબર 2020માં 41.53 ડોલર એટલે 3,050.38 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ. 15 માર્ચ 2014માં પેટ્રોલની કિંમત 73.20 રૂપિયા અને ડીઝલની કિંમત 55.48 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું હતુ. 16 ડિસેમ્બર 2020માં પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

ટેક્સના નામે ઉઘાડી લૂંટ

એક લિટર પેટ્રોલ પર 32.98 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ અને 19.32 રૂપિયા વેટ લાગે છે. આ બેસ પ્રાઈસ એટલે મૂલ્ય કિંમતનું 70 ટકા છે. વેટ રાજ્ય સરકારો લગાવે છે અને તે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે.

આવી જ રીતે ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સ 31.83 રૂપિયા અને રાજ્ય સરકારનું વેલ્યૂ એડેડ ટેક્સ 10.85 રૂપિયા પ્રતિ લીટર લાગે છે. કેન્દ્રીય કર બેસ પ્રાઈસનું 111 ટકા અને રાજ્ય સરકારનું કર તેના 37.9 ટકા છે.

સ્પષ્ટ છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવા પાછળનું મૂળ કારણ તેના પર લાગનાર કેન્દ્રીય અને રાજ્ય સરકારોનું ટેક્સ છે.

સરકારની કમાણીનું સૌથી મોટું માધ્યમ

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) અનુસાર, 2019-2020 દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના વેચાણથી 2.23 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ મળ્યું. નાણાકીય વર્ષ 2020-21નું બજેટમાં 2.67 લાખ કરોડ રૂપિયાના રૂપમાં એક્સાઇઝ ડ્યુટી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 32.98 રૂપિયા પ્રતિ લીટર છે, જે મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં 9.48 રૂપિયા હતી. તે સમયે ભાજપા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી રસ્તાઓ ઉપર ઉતરી આવીને સરકારના કામની ટીકા કરતી હતી. હવે તેમની સરકાર ક્રૂડ ઓઇલનો ભાવ ઓછો હોવા છતાં મસમોટી રકમ સામાન્ય જનતા પાસેથી એક્સાઈઝ ડ્યુટીના નામે ઉઘાડી લૂંટ મચાવી રહી છે. તેવી જ રીતે ડીઝલ ઉપર પણ હાલમાં 31.83 રૂપિયા ટેક્સ છે, જે પાછલી સરકારમાં માત્ર 3.56 રૂપિયા લીટર હતો. વર્તમાનમાં સરકાર ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવનો ફાયદો સામાન્ય જનતાને આપી શકે તેમ હતી પરંતુ તે છતાં સરકારે પોતાની તિજારીઓ ભરવાનું જ કામ કર્યું છે.