Gujarat Exclusive > રાજનીતિ > હાર્દિક પટેલ, કન્હૈયા, મેવાણી, યુવા નેતાઓને આઉટસોર્સ કેમ કરી રહી છે કોંગ્રેસ

હાર્દિક પટેલ, કન્હૈયા, મેવાણી, યુવા નેતાઓને આઉટસોર્સ કેમ કરી રહી છે કોંગ્રેસ

0
101

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કન્હૈયા કુમારની મુલાકાત બાદથી અટકળો લાગી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાઇ શકે છે. આ વચ્ચે વડગામના અપક્ષ ધારાસભ્ય અને યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પહેલા જ પાર્ટી જોઇન કરી ચુક્યા છે અને અત્યારે તે કાર્યકારી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે પાર્ટી કન્હૈયા, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા નેતાઓને આઉટસોર્સ કરીને યુવાઓની પાર્ટી ના રહેવાનો દાગ હટાવવા માંગે છે. છેલ્લા કેટલાક સમયમાં જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુષ્મિતા દેવ જેવા યુવા નેતા પાર્ટી છોડીને જતા રહ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે આ નેતાઓના જવાથી ઉભો થયેલો વેક્યૂમ ભરવા માટે પાર્ટી કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી જેવા નેતાઓને પાર્ટીમાં લાવવા પર વિચાર કરી રહી છે. 2017માં જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને અહી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ના ઉતારીને તેમણે જીતવામાં મદદ કરી હતી, ત્યારથી કોંગ્રેસ અને મેવાણી વચ્ચે સારા સબંધ છે. સુત્રો અનુસાર સીપીઆઇમાં કન્હૈયા કુમાર નેતૃત્વથી નારાજ છે. મંગળવારે કન્હૈયા કુમારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કન્હૈયા કુમારના પાર્ટી છોડવાના સવાલ પર સીપીઆઇના જનરલ સેક્રેટરી ડી.રાજાએ કહ્યુ કે મે આ મામલે અટકળો સાંભળી છે.

રાજાએ કહ્યુ, હું એટલુ જ કહી શકુ છુ કે ગત મહિને અમારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હતી. જેમાં કન્હૈયા કુમાર હાજર હતા અને તેમણે ત્યા પોતાના વિચાર પણ રાખ્યા હતા. કન્હૈયા કુમાર તરફથી અત્યાર સુધી કોંગ્રેસમાં સામેલ થવાને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર દ્વારા તે એન્ટ્રી કરી શકે છે. બિહારમાં કોંગ્રેસનું સંગઠન ઘણુ નબળુ છે, તેમાં નવો જીવ ફૂંકવા અને યુવાઓની પાર્ટી હોવાના પ્રયાસમાં કોંગ્રેસ કન્હૈયા કુમારને લાવવા પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત કેબિનેટ વિસ્તાર: મંત્રી પદ માટે ધારાસભ્યોને આવ્યો ફોન, તમે મંત્રી થશો

આ સિવાય કોંગ્રેસની રણનીતિ દેશભરમાં પોતાની આ ઇમેજને ખતમ કરવાની છે કે તે યુવાઓની પાર્ટી નથી. આ સિવાય તે એવા યુવાઓ પર લાવવા પર ભાર મુકી રહી છે જેમણે પોતાની જમીન ખુદ તૈયાર કરી છે. કોંગ્રેસને આશા છે કે તે મિડલ ક્લાસના તે તબક્કાને સાધી શકશે, જે કોઇ મોટા પરિવાર સાથે સબંધ રાખનારા યુવા નેતાઓને લઇને વંશવાદનો આરોપ લગાવતા રહ્યા છે. કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા નેતા સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેનાથી કોંગ્રેસ આ મેસેજ આપવા માંગે છે કે તે સામાન્ય યુવાઓ અને સમાજના તમામ વર્ગોને સાથે લઇને ચાલવા માંગે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat