Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીમાં BJP કેમ શોધી રહી છે રવીન્દ્રનાથ ટાગૌરની છબી?

PM મોદીમાં BJP કેમ શોધી રહી છે રવીન્દ્રનાથ ટાગૌરની છબી?

0
187

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકારણ ગરમાયેલુ છે. બંગાળ જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ પણ બદલાયેલો છએ. લાંબી દાઢી હોય કે પછી કુર્તો કે પછી કોઇ બેઠકમાં બેકગ્રાઉન્ડમાં દેખાતી કોઇ તસવીર જ કેમ ના હોય, બધામાં બંગાળી ટચ જરૂર જોવા મળે છે.

કલ્પના ઘણુ મહત્વ ધરાવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે રાજકારણની વાત કરો છો. જ્યારે રાજકારણ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલુ હોય તો કલ્પના વધુ મજબૂત બની જાય છએ. દરેક બંગાળીના દિલમાં કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગૌર માટે સૉફ્ટ અને સ્પેશ્યલ કૉર્નર હોય છે. ભાગ્યે જ કોઇ એવો બંગાળી પરિવાર હશે, જ્યા ટાગૌરના પુસ્તક કે રવીન્દ્ર સંગીતનું કલેક્શન ના હોય. આજના યુવા મૉર્ડન મ્યૂજિક અને હિપ-હૉપ પસંદ કરતા હોય પણ સાંજે રવીન્દ્ર સંગીત સાંભળવાની અને સંભળાવવાની અલગ જ મજા છે, જેની તુલના બીજા સંગીત સાથે નથી થઇ શકતી. PM

ટાગૌરની કવિતાઓ પર કામ કરી ચુકેલા કવિ સુદીપ સેન કહે છે, ‘બંગાળ માટે ટાગૌરની પ્રાસંગિકતા સર્વોપરિ છએ. જૂની પેઢી માટે અને વિદેશમાં બંગાળી પ્રવાસી માટે આ તેવુ જ છે, જેવુ સમાજ પોતાના સમગ્ર અર્થોમાં- શિક્ષિત, નિષ્પક્ષ, સમતાવાદી, ભૂખમરીથી મુક્ત અને દૂરંદેશી થવા માંગે છે. યુવા પેઢી માટે ટાગૌર એક અતીતની વાસ્તવિકતા છે.

માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા લુકને લઇને બાંગ્લાભાષી વધુ રસ લઇ રહ્યા છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ પણ બદલાયેલો છે. લાંબી દાઢી હોય કે પછી કુર્તો કે પછી કોઇ બેઠકમાં બેકગ્રાઉન્ડમાં દેખાતી કોઇ તસવીર જ કેમ ના હોય, બધામાં બંગાળી ટચ જરૂર જોવા મળે છે. એવામાં રાજકારણમાં પણ પીએમ મોદીનો આ અંદાજ ચર્ચામાં છે. મોદીના નવા લુકને વિપક્ષી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ટાગૌરથી પ્રેરિત ગણાવી ચુકી છે. મમતા આ લુક માટે આપત્તિ પણ વ્યક્ત કરી ચુક્યા છે.

તાજેતરમાં પીએમ મોદીની લોક કલ્યાણ માર્ગ (પીએમ આવાસ)ની એક તસવીર વાયરલ થઇ હતી, જ્યા તે મોર સાથે જોવા મળ્યા હતા. આ તસવીર શાંતિ નિકેતનની યાદ અપાવે છે, જ્યા કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગૌર ઘરની સીડીઓ પર બેસીને પક્ષીઓ સાથે સમય વિતાવતા હતા.

કોરોના મહામારી ફેલાતા શરૂઆતમાં લગાવવામાં આવેલા લોકડાઉનમાં પીએમ મોદીનો લુક બદલાયો હતો, તેમણે કેટલાક દિવસથી વાળ નથી કપાવ્યા અને દાઢી વધારી લીધી છે. પહેલા લાગ્યુ કે લૉકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવા માટે પીએમ ખુદ ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો, પીએમ મોદીનો લુક કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગૌરથી પ્રેરિત થતો ગયો હતો.

વિરોધીઓએ તેનો વિરોધ પણ કર્યો. મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વારંવાર વડાપ્રધાન, ભાજપને બહારના ગણાવી ચુકી છે. આવા બહારના જે માત્ર ચૂંટણી લાભ માટે બંગાળ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભાજપે તેને ફગાવી દીધુ છે. પાર્ટીના સાંસદ સ્વપન દાસગુપ્તા કહે છે, “ટાગૌર તમામ બંગાળીઓ અને તમામ ભારતીયોના છે, પછી તેમની વોટિંગની પ્રાથમિકતા કઇ પણ હોય. કવિગુરૂ કોઇ પણ પાર્ટીની ખાનગી સંપત્તિ નથી હોઇ શકતા.”

જ્યારે વડાપ્રધાન મોદીએ ગત વર્ષે વિશ્વભારતી શતાબ્દી સમારંભને બાંગ્લા ભાષમાં સંબોધિત કર્યુ તો તેમણે પોતાના વિરૂદ્ધ બહારના શબ્દનો પણ જવાબ આપ્યો હતો, તેમણે ટાગૌરના ગુજરાત કનેક્શન વિશે જણાવ્યુ હતું. પીએમ મોદીએ જણાવ્યુ કે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગૌરના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ ટાગૌર ભારતીય સિવિલ સેવામાં હતા, તેમની પોસ્ટિંગ અમદાવાદમાં હતી. એવામાં રવીન્દ્રનાથ ટાગૌર અવાર નવાર ગુજરાત આવતા હતા અને લાંબા સમય સુધી અમદાવાદમાં રહેતા હતા. મહત્વપૂર્ણ છે કે સત્યેન્દ્રનાથ ટાગૌર ભારતીય સિવિલ સેવામાં ભરતી થનારા પ્રથમ ભારતીય હતા. તે આ સાથે જ લેખક, સંગીતકાર, ભાષાવિદ અને સમાજસુધારક હતા.

પીએમ મોદીએ જણાવ્યુ કે આ સમયમાં ટાગૌરે બે લોકપ્રિય કવિતાઓ લખી, તેમણે ગુજરાતમાં ખુદાતો પાસન (ક્ષુધિતા પાસન)નો એક ભાગ લખ્યો. આટલુ જ નહી, ગુજરાતની દીકરી શ્રીમતિ હુથીસિંહના લગ્ન ટાગૌર પરિવારમાં થયા હતા.

ભાજપના અમિત માલવીયાએ કહ્યુ, “ભારતની આઝાદી માટે રાષ્ટ્રીય આંદોલન સાથે આખા દેશમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક જાગૃતતાની લહેર હતી. ટાગૌર ભારતની સ્વતંત્રતા સંગ્રામ પાછળ વૈચારિક ભાવના હતી. આજે બંગાળને વધુ એક નવજાગરણની જરૂર છે. બંગાળને વ્યાપક ભ્રષ્ટાચાર, તૃષ્ટિકરણ અને ભાઇ-ભતીજાવાદથી છુટકારો મેળવવાની જરૂર છે. અહીના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં બંગાળના ગુમાવેલા ગૌરવને ફરી મેળવવા અને સોનાર બાંગ્લા (વિકસિત બંગાળ)નું નિર્માણ કરવાનું મન બનાવી લીધુ છે.

આ પણ વાંચો: શુવેન્દુ અધિકારીએ છાતી ઠોકીને કહ્યું-મમતાને નહીં હરાવું તો રાજકારણ છોડી દઇશ

ભાજપનું એમ પણ કહેવુ છે કે રવીન્દ્રનાથ ટાગૌરને માત્ર તેમની કવિતાઓ માટે જ નહી, પણ તેમના ક્રાંતિકારી વિચારો માટે પણ ઓળખવામાં આવે છે. સાર્વભૌમિકતા અને આત્મનિર્ભરતા તેમના વિચારોમાં હતા, જે પીએમ મોદીને પોતાની નીતિઓ અને રાજકારણમાં સમાહિત કર્યા છે. આ આત્મનિર્ભર ભારત જેવુ જ છે. બંગાળમાં ભાજપ ટાગૌરનું શિક્ષણ અને તેમની નીતિઓનો ઉપયોગ કરવા માંગે છે. તેને ચૂંટણી સભામાં લોકો સામે રાખવામાં આવશે.

સૂત્રોનું કહેવુ છે કે પીએમ મોદી બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પોતાના કેમ્પેનિંગમાં રવીન્દ્રનાથ ટાગૌર અને નેતાજી સુભાષ ચંદ્ર બોસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સોનાર બાંગ્લા માટે ભાજપ પણ એક પિચ બનાવી રહી છે. જોકે, આ વચ્ચે પીએમ મોદીનો ટાગૌર લુક એક ટૉકિંગ પૉઇન્ટ બની ગયો છે. પીએમ અને ભાજપ તરફથી બંગાળના લોકોને એમ કહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કવિગુરૂ ટાગૌર બધાના છે. અંતે કોઇ પણ બંગાળી ક્યારેય પણ ટાગૌરની પ્રાસંગિકતાને નજરઅંદાજ નથી કરી શકતો. આ વડાપ્રધાન મોદી સારી રીતે જાણે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9