Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોટા કોર્પોરેટ્સ ગૃહોને બેંક ચલાવવાની પરવાનગી આપવી ખતરનાક કેમ?

મોટા કોર્પોરેટ્સ ગૃહોને બેંક ચલાવવાની પરવાનગી આપવી ખતરનાક કેમ?

0
359

RBIની ઈન્ટરનલ વર્કિંગ રિપોર્ટ પર દેશમાં એક નવી ચર્ચાએ જોર પડ્યું છે. ચર્ચા એવી છે કે, શું એવું બની શકે છે કે, ડિપોઝીટ તમારી હોય, બેંક સેઠજીની હોય અને સેઠજી પોતાને લોન આપી શકે. શું આવી બેંક ભારત માટે યોગ્ય રહેશે? રિઝર્વ બેંકના એક ગ્રુપની લાઈડલાઈન્સ કહે છે કે, નવા બેંકોની જરૂરત છે, તેથી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેટ્સને હવે પ્રાઈવેટ બેંક ચલાવવાની પરવાનગી આપવામાં આવે. RBI

હમણાં સુધી રિઝર્વ બેંક આવા સૂચનોનો વિરોધ કરતી આવી છે. જાપાનથી જર્મની સુધીનો સિદ્ધાંત છે કે બેન્કિંગ અને દેવાદાર બંને એકસરખા ન હોવા જોઈએ, જેથી હિતમાં કોઈ વિરોધાભાસ (ટકરાવ ના આવે) ન આવે. પરંતુ હવે પ્રશ્ન તે ઉભો થાય છે કે, શું મોટી કોર્પોરેટ્સને બેંક ચલાવવાની જવાબદારી આપવી જોઈએ. આ ચર્ચાને લઈને પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ડિપ્ટી ગવર્નર વિરલ આચાર્યએ મળીને એક લેખ લખ્યો છે, જેમાં બંને દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ એક ખુબ જ ખરાબ આઈડિયા છે. હાલમાં આના પર વિચાર કરવો પણ ખતરનાક છે. RBI

કોર્પોરેટ્સ ગૃહોને બેંન્કિંગની પરવાનગી આપવી કેમ ખતરનાક છે? RBI

એક મોટો ખતરો તે છે કે, મોટા-મોટા કોર્પોરેટ્સ ગૃહો લોન લઈને બેસ્યા છે, તેઓ ઈચ્છે છે કે, ખરાબ સમયમાં આ બેંક લોન આપી શકે. પરંતુ ડિપોઝીટના પૈસા જ્યારે બેંકમાં આવે છે તો સરકારે તે બેંકોને બચાવવી જ પડે છે. રઘુરામ રાજન અને આચાર્ય તે વાતની ચેતવણી આપી રહ્યાં છે કે, જે મોટા કોર્પોરેટ્સ ગૃહો દેવામાં ડૂબેલા છે, તેઓ આવી બેંકો ચલાવવાની લાલચમાં છે પરંતુ તેનાથી હિતોનો ટકરાવ થશે, જેને રિઝર્વ બેંક પણ સંભાળી શકશે નહીં. આવા આપણે અનેક ઉદાહરણ પણ જોએલા છે, જેમ કે યસ બેંક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિજિંગ ફાઈનેન્શિયલ સર્વિસ, બેંક ઓફ બરોડા જેવી સંસ્થાઓના મોટી પ્રમાણમાં પૈસા લઈને નીરવ મોદી અને મેહુલ ચોકસી લઈને જતા રહ્યાં.

પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, માત્ર કડક કાયદાઓ બનાવવાથી કંઈ જ થશે નહીં. પહેલા પણ એવું કહેવામાં આવ્યું હતુ કે, કાયદાઓ કડક છે પરંતુ તે છતાં મોટા-મોટા કૌભાંડોને પકડવામાં નિષ્ફળતા મળી છે. તેથી આવી બેંકોની શક્તિ કોઈ મોટા કોર્પોરેટ્સ ગૃહના હાથમાં હશે, તે બેંકોને પરમીશન આપવી ખતરનાક હશે કેમ કે તેનાથી ઈકોનોમિક બેલેન્સ બગડી જશે. આર્થિક શક્તિનું કેન્દ્રિકરણ રાજકીય શક્તિ સાથે જઈ જશે, જે ભારત જેવા લોકતંત્ર માટે થોડૂ પણ સારૂ નથી. RBI

આ પણ વાંચો: પંજાબના ખેડૂતો દિલ્હીમાં નાખશે ધામા, છ મહિનાનું કરિયાણું સાથે લઈને આવશે

અમેરિકામાં પણ હિતોના ટકરાવના કારણે તે નિયમ નથી કે, ઉદ્યોગપતિ ફાઈનાન્સિયલ સેક્ટરમાં આવી જાય અને બેંક ખોલી લે. જો વર્કિંગ કમેટીની વધુ એક ભલામણ માની લેવામાં આવશે અને તે ખતરો વધી જશે કે એનબીએફસીના પાછલા દરવાજાથી કોઈપણ બેંક ખોલી શકે છે. RBI

રાજનનો બીજો પ્રશ્ન તે છે કે, શું પેમેન્ટ્સ બેંક આ લાયસન્સને લેવા માટે આતુર હોઇ શકે છે? રાજન અને આચાર્યએ ટાઈમિંગને લઈને પણ વાત કરી છે.

રિપોર્ટની ભલામણ તે છે કે, જે કોર્પોરેટ્સ ગૃહ બેંક પાસે હાલમાં લાઈસન્સ છે તેઓ 3 વર્ષ પછી યૂનિવર્સલ લાઈસન્સની માંગ કરી શકે છે, જ્યારે હાલમાં તે જોગવાઇ છે કે, તેઓ 5 વર્ષ પછી યૂનિવર્સલ લાઈસન્સ લઈ શકે છે.

RBIનો ઈતિહાસ પર એક નજર RBI

મહામારી પછી અનેક અર્થશાસ્ત્રીઓને તે વાતની ચિંતા છે કે, શું આર્થિક શક્તિ કેટલાક ખાનદાનોના હાથમાં કેન્દ્રિત થઈ જાય તેવી વ્યવસ્થા યોગ્ય રહેશે. જો ઈતિહાસની વાત કરીએ તો કનફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટનો ઈતિહાસ કંઈ ખાસ સારો રહ્યો નથી અને રિઝર્વ બેંકનો રેકોર્ડ પણ કંઈ યોગ્ય રહ્યો નથી.

આવી રીતનો વર્કિંગ ગ્રુપ જ્યારે પણ બને છે, તો આના પર ગણી બધી ચર્ચા થાય છે પરંતુ આ એકદમ સરપ્રાઈઝ રૂપથી સામે આવ્યું છે. એવું પણ ગણું ઓછું થાય છે કે, સેન્ટ્રલ બોર્ડ તરફથી એટલા લોકો રાખવામાં આવે તેથી આ પણ એક્સપર્ટ્સ માટે ચોંકાવનાર વાત છે. રાજને સ્પષ્ટ રીતે કહ્યું કે, આવી બેંકો જેમના પર કોર્પોરેટ્સ ગૃહને પરવાનગી આપવી જોઈએ નહીં કેમ કે આમાં કૌભાંડ થવાની સંભાવના વધારે રહે છે. આવા કૌભાંડોને પકડવામાં આરબીઆઈને ખુબ જ સમય લાગે છે જેમ કે આપણને પાછલો અનુભવ છે. તો કોર્પોરેટ્સ ગૃહોને બેંકો ચલાવવાની પરવાનગી આપવી દેશની ઈકોનોમી માટે ખુબ જ ખતરનાક હશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9