ગુજરાત એક્સક્લૂઝિવ: લિઝ ટ્રસ બાદ હવે ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન છે. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે સુનકના નામની પુષ્ટિ થઈ હતી જ્યારે નવા પીએમની રેસમાં સુનાકના એકમાત્ર હરીફ પેની મોર્ડન્ટે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને સુનકને પીએમ પદ માટે એકમાત્ર ઉમેદવાર બચ્યા હતા.
Advertisement
Advertisement
દિવાળી પર જેવી રીતે હજારો દિવાઓનો પ્રકાશ ચારે તરફ ફેલાયેલા અંધારાને ભેદે છે, તેવી જ રીતે સંકટ અને સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલ બ્રિટનને પોતાનો પ્રથમ હિન્દૂ વડાપ્રધાન મળી ગયો છે. બ્રિટનની ટોચની રાજકીય ગાદી પર બેસનાર પ્રથમ ગેર-શ્વેત વ્યક્તિ અને g-7 રાષ્ટ્રનું નેતૃત્વ કરનાર ભારતીય મૂળના વ્યક્તિ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
ઋષિ સુનકની જીત તે માટે થઇ કેમ કે તેમની પાર્ટી (કંઝર્વેટિવ પાર્ટી) તેમને એક સક્ષમ-વિશ્વાસપાત્ર આર્થિક મેનેજમેન્ટના રૂપમાં જૂએ છે, જે કોસ્ટ ઓફ લિવિંગ, સામે રહેલી મંદી અને માર્કેટને તૂટવથી બચાવવાથી બચાવીને દેશને માર્ગદર્શન આપવામાં મદદ કરી શકે છે. પાર્ટીને આશા છે કે સુનક બ્રિટનમાં ચાલી રહેલ રાજકીય ભૂચાલને શાંત કરી છે, પરંતુ દેશની ગંભીર સમસ્યાઓ અને વિકટ રાજકીય ઉથલ-પાથલને જોતા તેની ખુબ જ વધારે શક્યતાઓ દેખાઇ રહી નથી.
સુનકનું શાનદાર કમબેક
આ એક ઉલ્લેખનિય કમબેક છે. હાલમાં જ સુનકે જૂલાઇમાં ચાન્સલર ઓફ ધ એક્સચેકર (નાણા મંત્રી)ના પદથી રાજીનામું આપીને પોતાના બોસના પગોની નીચેથી જમીન ખેસવી નાંખી હતી. તે પછી જ્હોનસનના ઉત્તરાધિકારીન રેસ શરૂ થઇ જે પાછલા મહિને ખત્મ થઇ. આ રેસમાં સુનકને કન્ઝર્વેટિવ સાંસદો વચ્ચે સૌથી વધારે સમર્થન મળ્યું હતું, પરંતુ કન્ઝર્વેટિંવ પાર્ટીના સભ્યોએ જે મતદાન કર્યું તેમાં સુનક દક્ષિણમંથી લિસ ટ્રેસ સામે નિર્ણાયક રીતે હારી ગયા હતા.
ત્યારથી સુનક ખુબ જ લો પ્રોફાઇલ બનેલા હતા અને મૌન ધારણ કરેલુ હતું. તેઓ ચૂપચાપ જોઇ રહ્યાં હતા કે ટ્રેસે રાજકીય પ્રભાવ અને સમર્થન ગુમાવી દીધું છે, જેના કારણે નાટકીય રૂપથી કેટલાક દિવસ પહેલા 20 ઓક્ટોબરે સાત સપ્તાહથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન રહેનાર લિસ ટ્રિસને રાજીનામું આપવા મજબૂર થવું પડ્યું.
સુનકને એક વિભાજિત અને નિરાશ પાર્ટી વિરાસતમાં મળી છે. હંમેશાની જેમ વિવાદોમાં ઘેરાયેલા રહેનાર જ્હોનસન ફરીથી શીર્ષ પદ પર વાપસી માટે પર્યાપ્ત સમર્થન મેળવી શક્યા નહીં. બોસિના સમર્થકોમાં સુનક પ્રત્યે પ્રબળ નારાજગી છે કેમ કે સુનકના કારણે જ તેમના નાયક (બોરિસ)નું પતન થયું હતું. એવામાં નવા વડાપ્રધાન મંત્રીના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંથી એક કામ તે પણ હશે કે બોરિસ સમસ્યાઓને કેવી રીતે ઉકેલશે.
આગામી કેટલાક મહિનાઓમાં સુનકને સાર્વજનિક ખર્ચાઓમાં કાપ અને કર વૃદ્ધિને લઈને કેટલાક મોટા અને કડક નિર્ણય લેવાની જરૂરત ઉભી થશે, જેનાથી તેમની પાર્ટી અને તેમના દેશની ગુડવિલ વધશે. બ્રિટનમાં આગામી ચૂંટણી બે વર્ષ પછી થવાની છે. તેવામાં ચૂંટણીઓમાં જીત મેળવવા માટે કન્ઝર્વેટિવ પોતાના નવા લીડર પાસેથી અથાગ આશાઓ રાખી રહ્યાં છે. ક્ન્ઝર્વેટિંવ્સને ભવિષ્ય ધૂંધળુ નજરે આવી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓથી ક્ન્ઝર્વેટિંવ પાર્ટીમાં જે ઉથલ-પાથલ અથવા અરાજકતા જોવા મળી છે તેનાથી વિપક્ષી લેબર પાર્ટીને ઓપીનિયન પોલ્સમાં પ્રમુખ લીડ અપાવવામાં મદદ કરી છે. કેટલાક ક્ન્ઝર્વેટિંવને તો અહીં સુધી ડર છે કે તેમની પાર્ટીને આગામી ચૂંટણી પહેલાથી જ હારી ગઈ છે.
શું આ બ્રિટનનું ઓબામાવાળું ક્ષણ છે?
તેમની જીતના સમયે તેવું કહેવું થોડૂ નિષ્ઠૂક હશે, પરંતુ ઋષિ સુનક વધારેમાં વધારે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બે વર્ષની આશા કરી કરી શકે છે. પોતાના નેતૃત્વમાં 2024માં કન્ઝર્વેટિંવ પાર્ટીને સતત પાંચમી ચૂંટણીમાં જીત અપાવવા માટે સુનકને રાજકીય પ્રતિભા, ભવિષ્યમાં સારી અર્થવ્યવસ્થા અને એક મોટા જાદૂઇ પિટારાની આવશ્કયતા પડશે.
ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંયુક્ત સંપત્તિ, સુનકને બ્રિટનનો અત્યાર સુધીનો સૌથી અમીર સાંસદ બનાવે છે. તે કિંગ ચાર્લ્સ કરતાં વધારે અમીર છે. ભલે સુનક બિલેનિયર નથી પરંતુ તેઓ તે મુકામથી ઘણા પાછળ પણ નથી. સુનકની લાઈફ સ્ટાઇલ મોટા ભાગના ક્ન્ઝર્વેટિવ સાંસદોની દુનિયાથી એકદમ અલગ છે. સુનક સાદગી પસંદ કરનારા વ્યક્તિઓમાંથી છે.
બ્રિટનનો ભારતીય સમુદાય મજબૂત થયો, પણ શું જાતિવાદનો અંત આવ્યો છે?
સુનકની સફળતા બ્રિટિશ ભારતીય સમુદાયના વધતા રાજકીય પ્રભાવ તરફ નિર્દેશ કરે છે. યુકેમાં ભારતીય સમુદાયની વસ્તી 1.5 મિલિયન છે, જે તેને દેશની સૌથી મોટી વંશીય લઘુમતી બનાવે છે. અને આ સફળતા એ પણ દર્શાવે છે કે ભારતીય સમુદાય ધીમે ધીમે લેફ્ટ વિચારસરણી તરફ શિફ્ટ થઇ રહ્યો છે. આ બિઝનેસ, રિટેલ અને વ્યવસાયોમાં ભારતીયોની આગવી ઓળખ દર્શાવે છે.
સુનકની આ સફળતા બ્રિટિશ રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ છે. જે દેશ લૂંટના આધારે વિશ્વ શક્તિ બની ગયો હતો અને તેના સામ્રાજ્યએ વંશીય શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી, ત્યાં હવે સરકારના વડા પર એક માણસ અથવા નેતા છે જેના મૂળ સંસ્થાકરણમાં છે આ એક મોટી વાત છે!
જ્યોર્જ ઓસ્બોર્ન કન્ઝર્વેટિવ પાર્ટીમાં મોટી પ્રતિષ્ઠા ધરાવે છે, તેમણે તેમના ટ્વિટમાં લખ્યું છે કે “તમારી રાજનીતિ ગમે તે હોય, ચાલો આપણે સૌ પ્રથમ બ્રિટિશ એશિયન પીએમ બનવાની ઉજવણી કરીએ અને આપણા દેશ પર ગર્વ કરીએ જ્યાં આવું થઈ શકે છે.”
આનો અર્થ એ નથી કે બ્રિટનમાં સામ્રાજ્યનો પડછાયો ખતમ થઈ ગયો છે અથવા બ્રિટનમાં જાતિવાદ દૂર થઈ ગયો છે. પરંતુ એવું લાગે છે કે આપણે ધીમે ધીમે તે તરફ પહોંચી રહ્યાં છીએ.
સમાવેશીતાની શક્તિશાળી અભિવ્યક્તિ
ફરીથી, તે કન્ઝર્વેટિવ્સ છે જેમણે બ્રિટનને તેના પ્રથમ ત્રણ મહિલા વડા પ્રધાનો આપ્યા છે અને સમાવેશીતાનું શક્તિશાળી ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સામાજિક ન્યાય અને વંચિતોના સશક્તિકરણને સમર્થન આપવાનો દાવો કરતી વિપક્ષી લેબર પાર્ટી માટે તે શરમજનક બાબત છે કે તેના તમામ નેતાઓ ગોરા છે.
હવે તે ઋષિ સુનકનું કામ છે કે તેઓ બ્રિટનના પ્રથમ અશ્વેત વડા પ્રધાન હોવાને બદલે વધારે તેમના કામને લઇને યાદ કરવામાં આવે.
Advertisement