નવી દિલ્હી: વાસ્તવિક સીમા નિયંત્રણ (LAC) પર યાંગત્સે વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ પછી ફરી એક વખત ભારતનો ચીન સાથે સરહદ વિવાદ ગહેરાતો જોવા મળે છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાની ચીની સૈનિકો સાથે અથડામણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી છે.
Advertisement
Advertisement
સેનાના સૂત્રો અનુસાર, 9 ડિસેમ્બરે 300થી વધારે ચીની સૈનિકોએ 17 હજાર ફૂટની ઉંચાઇ પર ભારતીય પહાડી તરફ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપતા ભગાડી મુક્યા હતા.
ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને પોતાનો દાવો રજૂ કરતો રહ્યો છે. ચીને ગત વર્ષે જ અરૂણાચલ પ્રદેશના 15 વિસ્તારના નામ બદલી નાખ્યા હતા. ભારત સરકારે તેની પર આપત્તિ વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. ચીને એપ્રિલ 2017માં પણ આ રીતે નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
અરૂણાચલ પ્રદેશમાં ચીન સાથે શું છે સરહદ વિવાદ?
અરૂણાચલ પ્રદેશને લઇને ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતની ચીન સાથે લગભગ 3500 કિલોમીટર લાંબી સરહદ લાગે છે, તેને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC કહેવામાં આવે છે. અરૂણાચલ પ્રદેશને ચીન દક્ષિણ તિબેટ ગણાવીને તેને પોતાની જમીન હોવાનો દાવો કરે છે. તિબેટને પણ ચીને 1950માં હુમલો કરીને પોતાની અંદર કરી લીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર ચીન અરૂણાચલ પ્રદેશની આશરે 90 હજાર વર્ગ કિલોમીટર જમીન પર પોતાનો દાવો કરે છે.
ચીન સાથએ સરહદને ત્રણ સેક્ટરમાં વહેચવામાં આવી છે. પ્રથમ- પૂર્વી, બીજી-મધ્ય અને ત્રીજી-પશ્ચિમી. અરૂમાચલ પ્રદેશ અને સિક્કિમ ઇર્સ્ટન એટલે કે પૂર્વી સેક્ટરમાં સરહદ શેર કરે છે, તેની લંબાઇ 1346 કિલોમીટર છે. ઉત્તરાખંડ અને હિમાચલ મિડલ સેક્ટરમાં તો લદ્દાખ પશ્ચિમી સેક્ટરમાં ચીન સાથે સરહદ શેર કરે છે.
ચીન અને ભારત વચ્ચે મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનચિત્રમાં પણ અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવામાં આવ્યો છે પરંતુ ચીન તેનો ઇનકાર કરતા દાવો કરે છે કે તિબેટ (જે વર્તમાનમાં ચીનનો ભાગ છે)ના દક્ષિણ ભાગ અરૂણાચલ પ્રદેશ પર ભારતનો કબજો છે. તવાંગ મઠ પણ અરૂણાચલ પ્રદેશમાં જ છે, જ્યા છઠ્ઠા દલાઇ લામાનો જન્મ 1683માં થયો હતો.
1912 સુધી કોઇ સરહદ નહતી
1912 સુધી ભારત અને તિબેટ વચ્ચે કોઇ સરહદ નહતી કારણ કે આ વિસ્તાર ક્યારેય પણ અંગ્રેજો કે મોગલોને આધિન રહ્યો નહતો પરંતુ વર્ષ 1914માં અરૂણાચલ પ્રદેશમાં જાણીતા બૌદ્ધ સ્થળ તવાંગ મઠ મળ્યા બાદ સરહદ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તે પછી 1914માં શિમલા સમજૂતિ હેઠળ તિબેટ, ચીન અને બ્રિટિશ અધિકારીઓ સાથે બેઠકમાં સરહદ નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. શિમલા સમજૂતિમાં પણ ચીને દરેક વખતની જેમ તિબેટને સ્વતંત્ર દેશ ગણ્યો નહતો. નબળુ રાષ્ટ્ર જોતા બ્રિટિશ અંગ્રેજોએ દક્ષિણ તિબેટ અને તવાંગને ભારતમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો.
દક્ષિણ તિબેટ અને તવાંગને ભારતમાં ભેળવવામાં આવતા નારાજ ચીને બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જોકે, ત્યા નાગરિકોએ તેનો સ્વીકાર કર્યો હતો. બાદમાં ચીને 1950માં તિબેટ પર હુમલો કરીને પોતાના કબજામાં લઇ લીધો હતો. તિબેટમાં બૌદ્ધ ધર્મને માનનારા વધારે લોકો હતા, માટે ચીન ઇચ્છતુ હતુ કે બૌદ્ધોની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ સ્થળ તવાંગ પર તેનો અધિકાર રહે. માટે ચીન વારંવાર અરૂણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણે છે.
આ પણ વાંચો: અમે ચીનને LAC પર ભારતીય વિસ્તાર પર કબજો કરતા રોક્યા, સંસદમાં રાજનાથ સિંહ
ભારતના નેતાઓના અરૂણાચલના પ્રવાસનો ચીન કરે છે વિરોધ
અરૂણાચલ પ્રદેશને લઇને પોતાનો દાવો મજબૂત કરવા માટે ચીન સમય સમય પર ભારતીય નેતાઓના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો પણ વિરોધ કરતો રહે છે. ચીન તરફથી આ આપત્તિ પર ભારત હંમેશાથી કહેતો રહ્યો છે કે અરૂણાચલ પ્રદેશ ભારતના અન્ય રાજ્યની જેમ જ છે, માટે ભારતીય નેતાઓના અરૂણાચલ પ્રવાસ પર સવાલ ઉઠાવવા તર્કશીલ નથી.
ઓક્ટોબર 2021માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ અરૂણાચલ પ્રદેશનો પ્રવાસ કર્યો હતો, જેની પર ચીને આપત્તિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે ભારત એવી કોઇ વસ્તુ ના કરે જેનાથી સરહદી વિવાદ વધે. આ પહેલા પણ ચીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો વિરોધ કરી ચુક્યુ છે. ચીને ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી.
Advertisement