Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી કેમ છોડી? શું છે તેના પાછળનું મુખ્ય કારણ?

વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી કેમ છોડી? શું છે તેના પાછળનું મુખ્ય કારણ?

0
75

ગુજરાતમાં આગામી વર્ષે અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મુખ્યમંત્રીનો ચહેરો અંતે બદલી નાંખ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત પછી શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન તેમને કહ્યું કે, પાર્ટીમાં સમય સાથે જવાબદારી બદલાતી રહે છે. બીજેપીમાં આ સ્વભાવિક પ્રક્રિયા છે. એવામાં સૌથી મોટો પ્રશ્ન તે છે કે, વિજય રૂપાણીને કેમ ખુરશી છોડવી પડી?

જણાવી દઈએ કે, વિજય રૂપાણીને વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવીને ગુજરાતની સત્તાની કમાન સોંપવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી બીજેપીએ વિજય રૂપાણીના નેતૃત્વમાં લડ્યા હતા, પરંતુ તે ચૂંટણી જીતવામાં બીજેપીને તનતોડ મહેનત કરવી પડી હતી. ગુજરાતમાં આગામી વર્ષના અંતમાં થનાર વિધાનસભાની ચૂંટણી થવાની છે, તેથી બીજેપી પોતાને મજબૂત કરવામાં લાગી ગઈ છે.

2022ની વિધાનસભા ચૂંટણી

બીજેપી આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતને સુનિશ્ચિત કરવા અને બીજી વખત સત્તામાં વાપસી કરવા માંગે છે. એવામાં કેન્દ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ શનિવારે અચાનક ગાંધીનગર પહોંચ્યા, જ્યાં તેમને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને પ્રદેશ પ્રભારી રત્નાકર સાથે બેઠક કરી. તે પછી વિજય રૂપાણી રાજ્યપાલને પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા. રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીનો આભાર વ્યક્તલ કરતા કહ્યું કે, તેમને પાર્ટી તેમને જે પણ જવાબદારી આપશે તેને તેઓ પૂર્ણ કરશે.

પ્રભાવી ચહેરો બની શક્યા નહીં રૂપાણી

પાંચ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હોવા છતાં વિજય રૂપાણી રાજકીય રીતે પોતાની રાજકીય વર્ચસ્વ જમાવી શક્યા નહતા. 2017માં ભલે વિજય રૂપાણી ચહેરો રહ્યાં હતા પરંતુ ચૂંટણી નરેન્દ્ર મોદીના દમ પર બીજેપી જીતી હતી. મોદી-શાહને ખુબ જ મહેનત કરવી પડી હતી, પરંતુ બંગાળ ચૂંટણીમાં મળેલી હાર પછી બીજેપીએ નક્કી કર્યું છે કે રાજ્યોમાં પોતાના ચહેરાઓ મજબૂત હોવા જોઈએ. તેનું પરિણામ છે કે, ઉત્તરાખંડ, કર્ણાટક પછી હવે ગુજરાતમાં સીએમ બદલવામાં આવી રહ્યાં છે જેથી 2022માં ચૂંટણીમાં મજબૂત ચહેરાઓની મદદથી કમળને ખિલાવી શકાય.

બીજેપીને જોઈએ છે મજબૂત ચહેરો

વિજય રૂપાણી શાંતિથી કામ કરવાનું પસંદ કરે છે. પાંચ વર્ષથી કોઈપણ પ્રચાર વગર અને વિવાદમાં આવ્યા વગર કામ કરી રહ્યાં હતા પરંતુ રૂપાણીની મૌનથી કામ કરવાની શક્તિ જ એક નબળી નસ સાબિત થઈ. લાઈમ લાઈટથી દૂર રહીને કામ કરવાના કારણે રૂપાણી પોતાનો રાજકીય વર્ચસ્વ જમાવી શક્યા નહીં અને બીજેપીના એક મજબૂત નેતાના રૂપમાં પોતાની ઓળખ બનાવી શક્યા નહીં. એવામાં બીજેપીને હવે રાજ્યોમાં મજબૂત નેતૃત્વની જરૂરત છે, જેના દમ પર રાજ્યોની ચૂંટણી નૈયા પાર થઈ શકે. બીજેપી વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીના ચહેરા આગળ ધરવા માંગતા નથી પરંતુ રાજ્યોના નેતૃત્વના દમ પર ચૂંટણી લડવા માંગે છે.

પાટીદારોનો રાજકીય પાવર

અમદાવાદમાં વિશ્વ પાટીદાર સમાજના સરદાર ધામના ઉદ્ધાટનના થોડા જ કલાકો પછી વિજય રૂપાણીના રાજીનામાને ગુજરાતમાં પાટીદાર સમાજના “પટેલ પાવર”ના રૂપામાં દેખવામાં આવી રહ્યો છે. સ્વભાવિક છે કે, ગુજરાતમાં પાટીદાર સમુદાય ખુબ જ મહત્વ છે, જે રાજ્યાનો રાજકીય ખેલ બનાવવામાં અને બગાડવાની શક્તિ રાખે છે. રાજ્યમાં પાટીદાર સમાજને બીજેપીનો પરંપરાગત વોટર માનવામાં આવે છે, જેને પોતાના પક્ષમાં રાખવા માટે બીજેપી બધી જ કોશિશમાં લાગી ગઈ છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તથા ગુજરાત બીજેપીના ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાનું નામ સૌથી વધારે ચર્ચામાં છે.

કોવિડ નિયંત્રણમાં ફેલ રહ્યાં રૂપાણી

વિજય રૂપાણીની મુખ્યમંત્રી પદની ખુરશી જવા પાછળ સૌથી મોટું કારણ કોવિડ મહામારી બની. રાજ્યમાં કોરોના સંકટને પહોંચીવળવા વિજય રૂપાણી ખુબ જ શાનદાર રહ્યાં નહતા, જેના કારણે વિપક્ષે અનેક પ્રશ્ન ઉભા કર્યા છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને લઈને જનતા વચ્ચે ખુબ જ નારાજગી જોવા મળી રહી છે. કોરોનામાં બીજેપી સરકારના કામોને લઈને જનતા ખુશ નહતી. એવામાં વિજય રૂપાણી જનતાની નારાજગીને ખત્મ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

બીજેપીના કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યમાં સીએમનો ચહેરો બદલીને સત્તાવિરોધી લહેરન ખત્મ કરવાનો દાંવ માનવામાં આવી રહ્યો છે. કોવિડના સમયમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા છે, જેને લઈને લોકો વચ્ચે સરકારથી નારાજગી છે. એવામાં બીજેપી રૂપાણીને હટાવીને તેમના ગુસ્સાને શાંત કરવાની કામગીરી હાથ ધરી છે.

સરકાર અને સંગઠનમાં છત્તીસનો આંકડો

ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર અને બીજેપી પ્રદેશ સંગઠન વચ્ચે તાલમેલ નહતો. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ રૂપાણી વચ્ચે છત્તીસનો આંકડો હતો, જેના કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં હતા. આના પાછળનું સૌથી મોટું કારણ તે છે કે રૂપાણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે તો પ્રદેશ અધ્યક્ષ પીએમ મોદીની નજીક છે. એવામાં બીજેપી ચૂંટણી રણમાં ઉતરવાથી પહેલા સંગઠન અને સરકાર વચ્ચે વધુ સારું સંકલન જાળવવા માંગે છે.

રૂપાણી જાતિના સમીકરણમાં ફિટ બેસતા નથી

વિજય રૂપાણી જૈન સમુદાયમાંથી આવે છે, જેના કારણે ગુજરાતની જ્ઞાતિ સમીકરણમાં ફિટ બેસતા નથી. રાજ્યમાં પાટીદાર પી બીજા નંબર પર ઓબીસી સમુદાય અને દલિત-આદિવાસી વોટર સૌથી મહત્વપૂર્ણ છે. એવામાં બીજેપી માટે જૈન કાર્ડ અસરકારક નથી, જેથી બીજેપી 2022ની ચૂંટણી પહેલા વિજય રૂપાણીને હટાવીને પોતાના રાજકીય સમીકરણોને ફિટ કરવા માટે નવો દાવ રમી રહી છે. જોકે, હવે તે જોવાનું રહેશે કે બીજેપી ગુજરાતમાં સત્તાની કમાન કોના અને કઈ જ્ઞાતિના નેતાના હાથમાં સોંપે છે.

રોજગાર ગુજરાતમાં એક મહત્વપૂર્ણ મુદ્દો

બિહારની જેમ જ ગુજરાતમાં નોકરી એક મોટો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. વિજય રૂપાણી સરકાર રોજગાર મુદ્દા પર ખુબ જ વધારે પ્રભાવી રહી નથી, જેના કારણે વિપક્ષ સતત બીજેપીને ઘેરી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી પાર્ટી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજી શક્તિના રૂપમાં પોતાની જગ્યા બનાવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના વિકાસના મુદ્દાને લઈને પણ વિપક્ષ સતત શાબ્દિક પ્રહાર કરતું રહે છે. માનવામાં આવી રહ્યું છે કે, બીજેપી સત્તાવિરોધી લહેરને દબાવવા માટે સીએમ ફેસ બદલવાનો દાવ ચાલ્યો છે.

રૂપાણી સરકારમાં અફસરશાહી હાવી

ગુજરાતમાં વિજય રૂપાણીની આગેવાનીવાળી બીજેપી સરકારમાં અફસરશાહી ખુબ જ હાવી થઈ ગઈ છે, જેના કારણે બીજેપી ધારાસભ્ય સતત પ્રશ્ન ઉભા કરી રહ્યાં હતા અને ફરિયાદ કરી રહ્યાં હતા કે અધિકારીઓ પર સીએમની પકડ નથી. એવામાં અધિકારી પોત-પોતાની મનમાની કરતા રહે છે અને ના કોઈ ધારાસભ્યની સાંભળે છે ના કોઈ અન્ય મોટા નેતાની. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં અફસરશાહીને નિયંત્રણ કરવા માટે બીજેપીએ સીએમ ફેસ જ બદલી દેવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat