Gujarat Exclusive > દેશ-વિદેશ > પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો સરકારે કેમ કર્યો ઇનકાર?

પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો સરકારે કેમ કર્યો ઇનકાર?

0
35

પુલવામા આતંકી હુમલાની પ્રથમ વર્ષી પર દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો સીઆરપીએફ મહાનિર્દેશાલયે ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકાર શહીદોના નામ પણ શેર નહી કરે. ના તો એમ જણાવવા તૈયાર છે કે સરકારે 40 જવાનોને શહીદ માન્યા છે કે નથી માન્યા.

પાનીપતના આરટીઆઇ કાર્યકર્તા પીપી કપૂરે બે અલગ-અલગ આરટીઆઇ હેઠળ પાંચ બિંદુઓ પર કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સીઆરપીએફ મહાનિર્દેશક પાસે જાણકારી માંગી હતી. જેને આપવાનો સીઆરપીએફ મહાનિર્દેશાલયના ડીઆઇજી અને જન સૂચના અધિકારી રાકેશ સેઠીએ ઇનકાર કરી દીધો હતો.

પીપી કપૂરે જાન્યુઆરી 2020માં આરટીઆઇ કરી હતી. કપૂરે જણાવ્યુ કે તેમણે 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરી 2020માં બે અલગ અલગ આરટીઆઇ કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સીઆરપીએફના મહાનિર્દેશકને મોકલીને પાંચ બિંદુઓ પર સૂચના માંગી હતી. જન સૂચના અધિકારી રાકેશ સેઠીએ સૂચના સાર્વજનિક ના કરવા પાછળ કારણ જણાવ્યુ કે આરટીઆઇ એક્ટ-2005ના અધ્યાય-6ના પેરા-24(1)ની જોગવાઇ અનુસાર સીઆરપીએફને ભ્રષ્ટાચાર અને માનવાધિકારોના ઉલ્લંઘન મામલાને છોડીને અન્ય કોઇ પણ પ્રકારની સૂચના આપવાથી મુક્ત રાખવામાં આવી છે.

પીપી કપૂરે કહ્યુ કે, પુલવામા હુમલો સીઆરપીએફ જવાનોના માનવાધિકારોના ઉલ્લંઘનનો સીધો મામલો છે, માટે માંગવામાં આવેલી સૂચનાનો ઇનકાર ના કરી શકાય. જો સુરક્ષા વ્યવસ્થામાં કમી ના હોત તો વિસ્ફોટક પદાર્થ હુમલાવાળી જગ્યાએ ના પહોચતા. કારણ વગર સીઆરપીએફના જવાનોનું શહીદ થવુ પણ માનવાધિકારોનું ઉલ્લંઘન છે.

આ માંગી હતી સૂચના

– પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના તમામ જવાનોના નામ, પદનામની સૂચી
– શહીદોના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી સમગ્ર આર્થિક સહાયતાનો અહેવાલ
– પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટની કોપી
– તપાસમાં દોષી અધિકારીઓની યાદી
– પુલવામા હુમલામા શહીદ સીઆરપીએફ જવાનોને કેન્દ્ર સરકાર શહીદ માને છે કે નથી માનતી

પુલવામા એટેકને થયું એક વર્ષ, શહીદોના પરિવારોને કરેલા વાયદા કેટલા પૂર્ણ?