નવી દિલ્હી: ભારતની સૌથી જૂની પાર્ટીના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી (Sonia Gandhi)નો આજે જન્મદિવસ છે. ઇટાલીના વિસેંજામાં જન્મેલા સોનિયા ગાંધીનો પરિવાર રોમન કૈથોલિક ઇસાઇ હતો, તેમણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યા તેમની મુલાકાત રાજીવ ગાંધી (Rajiv Gandhi) સાથે થઇ હતી. 1965માં રાજીવ ગાંધી-સોનિયાની પ્રથમ મુલાકાત થઇ હતી, તે બાદ બન્ને અવાર નવાર મળવા લાગ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ થયો અને તે પછી લગ્ન થયા હતા. રાજીવ ગાંધી રાજકીય પરિવારમાંથી આવતા હોવાને કારણે સોનિયાએ નિર્ણય લેવામાં સમય લીધો હતો.
Advertisement
Advertisement
અભ્યાસ પૂર્ણ થયા બાદ વર્ષ 1968માં સોનિયા-રાજીવ ગાંધીના લગ્ન થયા હતા. સોનિયા ગાંધીનું અસલી નામ એંટોનિયા એડવિજે અલ્વિના મેનો છે. સોનિયા ગાંધીના લગ્ન હિન્દૂ રીત રિવાજથી થયા હતા. ભારત આવ્યા બાદ તે એંટોનિયા મેનોથી સોનિયા ગાંધી બની ગયા હતા.
સોનિયા ઇચ્છતા નહતા કે રાજીવ ગાંધી રાજનીતિમાં આવે
રાજીવ-સોનિયાએ લગ્ન પહેલા નક્કી કર્યુ હતુ કે તે બન્ને રાજનીતિથી દૂર રહેશે. રાજીવ ગાંધીની પણ રાજનીતિમાં આવવાની ઇચ્છા નહતી, જેવી નાના ભાઇ સંજય ગાંધીની હતી. આ કારણ હતુ કે શરૂઆતના તબક્કામાં રાજીવ ગાંધી પ્રોફેશનલ પાયલોટ બન્યા અને સોનિયા ગાંધી ગૃહિણીનું તરીકે જીવન વિતાવતા હતા. સોનિયા ગાંધી 25 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા રહ્યા હતા, તેમની રાજકીય અને સાર્વજનિક જીવન 38 વર્ષું છે. તે 1999થી સતત સાંસદ છે. ઇંગ્લેન્ડમાં ભણનારા અને ઇટાલીમાં રહેતા સોનિયા ગાંધી 21 વર્ષની ઉંમરમાં ભારત આવ્યા હતા. આ રાજીવની મોહબ્બત હતી કે થર્ડ વર્લ્ડ ગણાતા ભારતમાં સોનિયા ગાંધીએ રહેવાનું સ્વીકાર્યુ હતુ. સોનિયા ખુદ આ વાતને કહે છે કે તેમના માટે આ બધુ કરવુ આસાન નહતુ.
સોનિયાને ક્યારે રાજીવ ગાંધીની હત્યાનો આભાસ થયો?
સોનિયા ગાંધીના વિરોધી તેમની પર કેટલાક રાજકીય હુમલા કરતા હતા પરંતુ સોનિયા વિશે કેટલીક વાતો સ્પષ્ટ થઇ ગઇ છે. તે યોગ્ય શાસકની સાથે કુશળ રાજનેતા છે, તેનો પરિચય તેમણે રાજીવ ગાંધીના વડાપ્રધાન રહેતા તો આપ્યો બાદમાં કોંગ્રેસને સંભાળીને સત્તામાં પહોચાડી હતી.
આ તે સોનિયા ગાંધી હતા, જે રાજીવ ગાંધીને રાજનીતિમાં આવવા દેવા માંગતા નહતા, કારણ કે તેમણે ડર હતો કે કોઇ તેમને મારી નાખશે. અરૂણ પુરીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ કહ્યુ હતુ, “હું અને રાજીવ સામાન્ય જીવન જીવવા માંગતા હતા. રાજીવ પાયલોટ હતા, અમારા બે નાના-નાના બાળક હતા. અમે બન્ને પોતાના પરિવારને વધુ સમય આપી શકતા હતા, આ ખાનગી સ્વાર્થને કારણે હું રાજીવને રાજનીતિમાં જવા દેવા માંગતી નહતી. રાજીવ પણ રાજનીતિમાં આવવા માંગતા નહતા. બાદમાં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઇ, તો મને લાગતુ હતુ કે રાજીવની પણ હત્યા થઇ જશે.”
સોનિયા ગાંધીને રાજીવ ગાંધીની હત્યાના સમાચાર કેવી રીતે મળ્યા?
સોનિયા ગાંધીની ઓટો બાયોગ્રાફીમાં સીનિયર પત્રકાર રાશિદ કિદવઇ લખે છે કે રાજીવ ગાંધીના અંગત સચિવ વિલ્સન જૉર્જ હત્યાના દિવસે તેમની સાથે નહતા. તે દિલ્હીના ચાણક્યપુરીમાં હતા, જૉર્જને જેવા જ રાજીવ ગાંધીની હત્યાની સૂચના મળી, તે 10 જનપથ પહોચ્યા, જ્યા સોનિયા ગાંધી પણ હતા. જૉર્જના ત્યા પહોચ્યા પહેલા જ સોનિયા ગાંધી પાસે ફોન પર ફોન આવી રહ્યા હતા, કોઇ કઇ કહેતુ નહતુ, બસ બધા પૂછી રહ્યા હતા- ‘બધુ બરાબર છે?’ જૉર્જ સોનિયાને બોલાવતા 10 જનપથ પહોચ્યા હતા. સોનિયાએ જૉર્જને કહ્યુ શું થયુ? જૉર્જ કઇ બોલી શકતા નહતા અને ગભરાયેલા હતા, જેની પર સોનિયાએ પૂછ્યુ- ‘રાજીવ જીવે છે?’ જ્યારે જૉર્જ કઇ ના બોલ્યા તો સોનિયા ગાંધી રડવા લાગ્યા હતા.
સોનિયા ગાંધી અસ્થમાના દર્દી હતા. રાજીવ ગાંધીની હત્યાના સમાચાર સાંભળીને તેમણે અસ્થમાનો એટેક આવી ગયો અને તે જમીન પર પડી ગયા હતા, જેમણે 19 વર્ષના પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા હતા.
‘પાર્ટી ઇચ્છે છે હું વડાપ્રધાન બનું’- રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધીના સલાહકાર રહેલા આરકે ધવન કહે છે કે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઇ, ત્યારે રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળમાં હતા. સોનિયા ગાંધી અને આરકે ધવન ઘાયલ ઇન્દિરા ગાંધીને એમ્સ હૉસ્પિટલ લઇને ગયા હતા, જ્યા તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના શબને એમ્સમાં જ રાખવામાં આવ્યો હતો અને બધા લોકો રાજીવ ગાંધીની રાહ જોતા હતા. રાજીવ ગાંધીએ એમ્સમાં સૌથી પહેલા માતાના પાર્થિવ શરીરને જોયો હતો, તે બાદ સોનિયા ગાંધી સાથે વાત કરી હતી. થોડી વાર બાદ તે બન્ને સન્નાટા ભરેલા માહોલમાં એક બીજા પર બુમો પાડી રહ્યા હતા. આરકે ધવને પાસે જઇને સાંભળ્યુ કે રાજીવ ગાંધી સોનિયાને કહી રહ્યા હતા- “પાર્ટી ઇચ્છે છે હું વડાપ્રધાન બનું” અને રડતા સોનિયા કહી રહ્યા હતા- “તે તમને પણ મારી નાખશે.”
સોનિયા ગાંધીએ બાદમાં રાજનીતિમાં સક્રિયતા વધારી હતી અને વિખરાયેલી પાર્ટીને એકજુટ કરી હતી. બાદમાં અટલ બિહારી વાજપેયીની સત્તાને ઉખાડી ફેકી હતી. 2004ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં આવી તો સોનિયા ગાંધી વડાપ્રધાન પદના સ્વાભાવિક ઉમેદવાર હતા પરંતુ તેમણે ઇનકાર કરી દીધો અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા હતા. સાસુ અને પતિની હત્યા બાદ સોનિયા ગાંધીએ બન્ને બાળ પ્રિયંકા-રાહુલને રાજનીતિમાં સ્થાપિત કર્યા હતા.
Advertisement