Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતે વર્લ્ડ બેન્ક પાસેથી દેવુ લેવાનો કેમ ઇનકાર કર્યો? અમરાવતી પર સંકટના વાદળ

ભારતે વર્લ્ડ બેન્ક પાસેથી દેવુ લેવાનો કેમ ઇનકાર કર્યો? અમરાવતી પર સંકટના વાદળ

0
258

એન.ચંદ્રાબાબુ નાયડુ સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના, આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીના વિકાસ પર સંકટના વાદળ ઘેરાઇ ગયા છે.

રાજ્ય સરકારે કર્જ માટે વર્લ્ડ બેન્કનો સંપર્ક કર્યો હતો. આંધ્ર પ્રદેશ કેપિટલ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીસીઆરડીએ)એ 2016માં વર્લ્ડ બેન્કને આ મામલે એક અરજી મોકલી હતી.

વર્લ્ડ બેન્કે 30 કરોડ ડૉલર આપવાનો દાવો કર્યો હતો જ્યારે અન્ય ફંડ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્ક (એઆઇઆઇબી) પાસેથી મળવાનું હતું. આ પરિયોજનાનું કુલ રકમનું અનુમાન આશરે 71.5 કરોડ ડૉલર છે પરંતુ ગુરૂવારે વર્લ્ડ બેન્કની વેબસાઇટ પર અમરાવતી સસ્ટનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇંસ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સ્ટેટસ રદ લખ્યુ હતું.

ભારત,શ્રીલંકા અને માલદીવની વિશેષ પરિયોજનાઓને લઇને વર્લ્ડ બેન્કના વિદેશી મામલાના સલાહકાર સુદીપ મજુમદારે જણાવ્યુ કે, ભારત સરકારે પ્રસ્તાવિત અમરાવતી પરિયોજનામાં નાણાકીય મદદનું પોતાની અરજી પરત લઇ લીધી છે. સુદીપ મજુમદાર અનુસાર, ‘વર્લ્ડ બેન્કના કાર્યકારી નિર્દેશકોએ બોર્ડને સૂચના આપી હતી કે સરકારના નિર્ણય બાદ પ્રસ્તાવિત પરિયોજના પર હવે કામ નહી થાય.’

શું ફંડ કરનારાઓએ હાથ ખેચી લીધા?

અમરાવતી પરિયોજના માટે એઆઇઆઇબી બીજુ સૌથી મોટુ ફંડ દાતા છે. એઆઇઆઇબી પ્રવક્તા લોરેલ ઓસફીલ્ડે જણાવ્યુ, આગામી અઠવાડિયે આ પરિયોજનામાં સામેલ રહેવાને લઇને તે વિચાર-વિમર્શ કરશે, તેમના અનુસાર, ‘એઆઇઆઇબીને ખબર છે કે વર્લ્ડ બેન્કે અમરાવતી પરિયોજનાને પોતાના રોકાણની યાદીમાંથી બહાર કરી દીધુ છે, આ મામલે અમારી રોકાણ કમિટી આગામી અઠવાડિયે ચર્ચા કરશે.’

જોકે, આંધ્ર પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓએ વર્લ્ડ બેન્ક તરફથી આવી કોઇ સૂચનાનો ઇનકાર કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ, ‘અમે નથી જાણતા કે ભારત સરકારે પોતાની અરજી પરત લઇ લીધી છે,જોકે, આ અંત નથી. અમે માનવ સંસાધન વિકાસ અને શહેરી વિકાસ વગેરે સાથે જોડાયેલી અન્ય પરિયોજનામાં મદદ માંગીશું.’

આ પરિયોજના સાથે જોડાયેલા એક અન્ય વરિષ્ઠ અધિકારીનું કહેવુ હતું કે, ‘જે કઇ થયુ તે સારૂ નથી પરંતુ વર્લ્ડ બેન્ક એકલો ફંડદાતા નથી.’

નામ જાહેર ના કરવાની શરત પર સરકારમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ, ‘ખાસ કરીને ક્યારેય એવુ નથી બનતુ કે વર્લ્ડ બેન્ક કર્જ આપ્યા પહેલા કોઇ રીતની તપાસની માંગ કરે પરંતુ લેન્ડ પૂલિંગ એક્ટ સબંધિત કેટલીક ફરિયાદો હતી જેને વર્લ્ડ બેન્કને મોકલી દેવામાં આવી હતી. ભારત સરકારને એવી ચિંતા રહી હશે કે એક વિદેશી એજન્સી તપાસ કરી રહી છે.’
દિલ્હીમાં નાણા મંત્રાલયમાં આર્થિક મામલા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ, ‘વર્લ્ડ બેન્ક ઘણી અડચણો ઉભી કરી રહ્યું હતું માટે ભારતે પોતાની તરફથી અરજી પરત લઇ લીધી છે.’અધિકારીએ સંકેત આપ્યા છે કે આ મામલે પુરી જાણકારી 23 જુલાઇએ આપવામાં આવશે.

 

વર્લ્ડ બેન્કમાંથી ખસવાનું કારણ

વર્લ્ડ બેન્કની વેબસાઇટ પર તપાસ પેનલના રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે જૂન 2017માં તપાસ પેનલના ચેરમેન ગોંજાલો કાસ્ત્રો ડી લા માટાએ તપાસની અપીલ દર્જ કરી હતી. પેનલને આ મામલે બે અરજી મળી હતી.

એક જમીન માલિકો તરફથી અને બીજી તે વિસ્તારના ખેડૂતો તરફથી, જેમાં કહેવામાં આવ્યુ હતું કે લેન્ડ પૂલિંગ સ્કીમથી તેમને નુકસાન થઇ રહ્યું છે.

આ સ્કીમ હેઠળ પ્રસ્તાવિત શહેરને જમીન મળવાની હતી. આ આરોપોની તપાસ માટે 2017માં તપાસ પેનલે પ્રવાસ પણ કર્યો હતો.

સરકારના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ કે વર્લ્ડ બેન્કે કથિત અનિયમિતતાઓની તપાસની પરવાનગી માંગી હતી.

કેપિટલ રીજન ફાર્મસ ફેડરેશનના માલેલા સેશાગિરી રાવે કહ્યું કે વર્લ્ડ બેન્ક પાછળ ખસ્યા બાદ અન્ય ફંડદાતા પણ પોતાના હાથ ખેચશે, તેમણે કહ્યું, ‘પોતાની જમીન અને આજીવીકાને લઇને અમારી ઉપર એક અનિશ્ચિતતા છવાયેલી છે. ડર અને ચિંતાને કારણે ઉંઘ ઉડી ગઇ છે. અમારા જીવનમાં આ સંઘર્ષે એક એવુ નિશાન છોડી દીધુ છે જે અમે જીવનભર નહી ભૂલી શકીએ. અમને આશા છે કે વર્લ્ડ બેન્કના પાછળ ખસ્યાનો એક વ્યાપક સંદેશ જશે અને સરકારી અને અન્ય ફંડદાતા લોકોની ચિંતાને ઇમાનદારી અને પ્રતિબદ્ધતાથી સમજીશું.’

રાજ્ય સરકારનું શું કહેવુ છે?

વર્લ્ડ બેન્કને આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે પાટનગર અમરાવતીને 54,000 એકર જમીનની જરૂર છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 90 ટકા જગ્યા જમીન માલિકો અને ખેડૂતોની સહમતીથી લેવામાં આવી રહી છે.
જુલાઇ 15,2018 સુધી આ જમીનના ટુકડા પર રહેતા 21,374 પરિવાર પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારનું કહેવુ છે કે પાટનગર બનાવવાનું કામ ભારત સરકારનું છે.

રાજ્યના નાણા મંત્રી બી રાજેન્દ્ર રેડ્ડીએ કહ્યું કે ગત સરકારની લેન્ડ પૂલિંગ સ્કીમની સમીક્ષા માટે મંત્રિમંડળની ઉપ સમિતીની રચના કરવામાં આવી છે.

રેડ્ડી અનુસાર, ‘ઘણા ખેડૂતોએ લેન્ડ પૂલિંગમાં અનિયમિતતાનો આરોપ લગાવતા વર્લ્ડ બેન્કનો દરવાજો ખખડાવ્યો હતો. એક તપાસ પેનલ બનાવવામાં આવી જેના રિપોર્ટના આધાર પર વર્લ્ડ બેન્ક ફંડ જાહેર કર્યા પહેલા તપાસ કરાવવા માંગતી હતી.’

એવુ લાગે છે કે આર્થિક મામલા વિભાગે તેનો વિરોધ કર્યો કારણ કે આ દેશની સંપ્રભુતાના હિતમાં નહતું. એવુ લાગે છે કે ગત રાજ્ય સરકારે પુરી રીતે પોતાનું હોમવર્ક કર્યુ નહતું.’ હવે શું થશે, જેની પર મંત્રીએ કહ્યું કે ભારત સરકાર તરફથી મળેલા ફંડ અનુસાર વિકાસ કામ કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આટલુ મોટુ દેવુ લેવુ આસાન નથી. અમે તેને કઇ રીતે ચુકવીશું? લાગે છે કે ગત સરકાર અંગત હિત સાથે જોડાયેલી હતી કારણ કે આરોપ છે કે ગત સરકાર સાથે જોડાયેલા લોકોને પાટનગરની અંદર આવનારી જમીનોથી ફાયદો મળવાનો હતો.”નાણા મંત્રાલય, ઉદ્યોગ અને પંચાયત રાજ મંત્રાલય સાથે કેબિનેટની એક ઉપ સમિતી બનાવવામાં આવી જે તપાસ કરી રહી છે. અમે જલ્દી એક નવી યોજના લઇને આવીશું.’

ચંદ્ર પર જવા માટે તૈયાર ચંદ્રયાન-2, ISRO આજે બપોરે કરશે લૉન્ચ