નવી દિલ્હી: જેમ જેમ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોમિનેશનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશની સૌથી જૂની પાર્ટીમાં રાજકીય ગણિત ઝડપથી બદલાઇ રહ્યુ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના દાંવ પછી કોંગ્રેસ હવે પ્લાન બી પણ તૈયાર કરી ચુકી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતનેને કોંગ્રેસ પાર્ટીએ અધ્યક્ષ પદ માટે સૌથી આગળ રાખ્યા છે. કોંગ્રેસ તરફથી ગહેલોતને પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલી રારને કારણે અંતિમ નિર્ણય સોનિયા ગાંધી કરશે.
Advertisement
Advertisement
રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવાને કારણે પાર્ટી હાઇકમાનની આંખમાં આવેલા ગહેલોત પર પાર્ટી નરમાઇ અને કડકાઇ બન્ને બતાવી રહી છે. એક તરફ તેમમે અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ ચાલુ છે તો બીજી તરફ તેમની સીએમ પદની માંગણી સ્વીકારવામાં નથી આવી રહી. હાઇકમાન્ડે મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને અંબિકા સોનીને ગહેલોત સાથે વાત કરવા કહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટી 29-30 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટે નામ નક્કી કરી લેશે. કોંગ્રેસના તમામ સીનિયર સભ્યોને દિલ્હીમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
ઘર્ષણ વચ્ચે એન્ટનીની એન્ટ્રી
કોંગ્રેસના સીનિયર સભ્ય એકે એન્ટનીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી બોલાવ્યા છે, તેમણે આશા વ્યક્ત કરી છે કે જલ્દી રાજસ્થાનની સમસ્યાનું સમાધાન થઇ જશે. એન્ટની ગાંધી પરિવારની ઘણી નજીકના નેતા છે. મનમોહન સિંહ મંત્રી મંડળમાં તે સંરક્ષણ મંત્રી રહી ચુક્યા છે. આ સિવાય તે કેરળના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
ગહેલોતના નજીકનાઓ પર કડકાઇ
રાજસ્થાનના ઘટનાક્રમ પછી કોંગ્રેસ પાર્ટીએ ગહેલોતના ત્રણ નજીકના નેતાઓને કારણ દર્શાવો નોટિસ જાહેર કરી છે. પાર્ટીએ શાંતિલાલ ધારીવાલ, મહેશ જોશીને કારણ જણાવો નોટિસ જાહેર કરી છે. આ સિવાય ધર્મેન્દ્ર રાઠોડને ધારાસભ્યો માટે લૉજિસ્ટિક ઉપલબ્ધ કરાવવાનો આરોપ લગાવતા નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, ગહેલોત હજુ પણ ગાંધી પરિવારના નજીકનાઓમાં છે, તેમણે કાલે સોનિયા ગાંધી સાથે વાત કરીને રાજસ્થાન સંકટમાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ગાંધી પરિવાર પોતાના આ નજીકના નેતાની વાત સાંભળશે.
કોંગ્રેસનો પ્લાન B પણ તૈયાર
તમામ તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પ્લાન B પણ તૈયાર રાખ્યો છે. જો ગહેલોત અધ્યક્ષ પદ માટે નથી માનતા તો પાર્ટી કોઇ અન્ય બીજા નેતાને અધ્યક્ષ પદ માટે ઉભુ કરી શકે છે. ખડગે, દિગ્વિજય સિંહ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, મીરા કુમારના નામ સામે આવી રહ્યા છે.
Advertisement