Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોંગ્રેસના સફાયામાં પાટીદાર ફેક્ટર અને સીમાંકનની મોટી ભૂમિકા

સુરતમાં કોંગ્રેસના સફાયામાં પાટીદાર ફેક્ટર અને સીમાંકનની મોટી ભૂમિકા

0
53

ગાંધીનગર: સુરત મહાનગર પાલિકા 2021 માટે મંગળવારે હાથ ધરાયેલા મત ગણતરીએ કોંગ્રેસના અનેક દિગ્ગજોને ઘરભેગા કરી દીધા. સુરત કોર્પોરેશનમાં નેતા વિપક્ષ રહેલા પ્રફુલ તોગડિયા સહિત છેલ્લી અનેક ટર્મથી જીતતા આવી રહેલા મોટા નેતાઓ પણ આ વખતે પોતાની સીટ બચાવી નથી શક્યા. Surat Corporation Results

કોંગ્રેસની પડતી પાછળ ટિકિટ વિતરણને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથેના મતભેદ રહ્યા, તો શહેરી વિસ્તારના સીમાંકને પણ કોંગ્રેસનું આખું ગણિત બગાડી નાંખ્યું.

રાજ્ય સરકારે શહેરની સીમા વિસ્તારવા સાથે વર્ષ 2020માં નવા સીમાંકનને મંજૂરી આપી હતી. તે સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, મ્યુન્સિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી કોંગ્રેસ માટે પડકારજનક નીવડશે. નવા સીમાંકનથી વર્ષોથી પોતાની સીટ પર જીત મેળવતા આવેલા કોંગ્રેસ નેતાઓની મુશ્કેલી વધી ગઈ હતી. જે પ્રકારે વિવિધ વિસ્તારોનો સમાવેશ થયો હતો, તેનાથી સ્પષ્ટ હતું કે, જીતવા માટે કોંગ્રેસ નેતાઓએ આ વખતે ખૂબ જ મહેનત કરવી પડશે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોંગ્રેસ સંગઠન સમયસર વૈકલ્પિક યોજના બનાવવામાં નિષ્ફળ નીવડ્યું. ચૂંટણીમાં એક પણ સીટ ના જીતીને કોંગ્રેસને તેનું નુક્સાન ભોગવવું પડ્યું છે. Surat Corporation Results

આ સિવાય છેલ્લી ઘડીએ ટિકિટ વિતરણને લઈને PAAS સાથે થયેલા મતભેદોએ કોંગ્રેસની સંભાવનાઓ પર પાણી ફેરવી દીધુ. એક તરફ નવા સીમાંકન બાદ જોડાયેલા નવા મતદાતાઓ પર પક્કડ મજબૂત કરવાની હતી, તો બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિ સાથે નારાજગીને પણ દૂર કરવાની હતી. આમ બન્ને મોરચા પર લડવામાં કોંગ્રેસ પાર્ટી સદંતર નિષ્ફળ રહી. આજ કારણ છે કે, મહાનગર પાલિકમાં નેપા વિપક્ષ રહેલા પ્રફૂલ તોગડિયા સહિતના નેતાઓને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. Surat Corporation Results

આ પણ વાંચો:  ગુજરાતમાં ચૂંટણી પૂરી થવાની સાથે જ કોરોના વકર્યો, નવા 348 કેસ પોઝિટિવ Surat Corporation Results

પાટીદાર ફેક્ટરની કોંગ્રેસના પરાજય પર અસર Surat Corporation Results
પાટીદાર અનામત આંદોલન સમિતિની નારાજગીની અસર વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17ના પરિણામોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. અહીં પાટીદાર સમાજના જંગી મત મળવાથી આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. બીજી તરફ વોર્ડ નંબર 12, 19 અને 29 સહિત અન્ય વોર્ડમાં નવા સીમાંકનના કારણે કોંગ્રેસને પોતાની બેઠકો ગુમાવવી પડી.

જણાવી દઈએ કે, સુરત મહાનગર પાલિકાની 30 વોર્ડની 120 બેઠકોમાંથી ભાજપે 93 પર પોતાના કબ્જો જમાવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે, 2015ની ચૂંટણીમાં 36 સીટ જીતીને વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ આ વખતે એક પણ બેઠક પર જીત મેળવી શકી નથી. Surat Corporation Results

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat