Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > “લોકડાઉન કેમ લાવ્યા? અને કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો”

“લોકડાઉન કેમ લાવ્યા? અને કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો”

0
6254

સરકાર લોકડાઉનની ખરાબ અસરથી દેશની ઈકોનોમીને બચાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લઈને આવી, પરંતુ CMIEના ચીફ મહેશ વ્યાસનું કહેવું છે કે, આ પેકેજમાં સમાધાન ઓછું અને સમસ્યાઓ વધારે છે. CMIE તે સંસ્થા છે, જે બેરોજગારી પર ડેટા રજૂ કરે છે. લોકડાઉન, ઈકોનોમી, બેરોજગારી અને પ્રવાસી મજૂરોની સમસ્યા પર તેમને એક ક્વિન્ટને એક ઈન્ટરવ્યુમાં અનેક બાબતે જણાવી હતી. મહેશ વ્યાસ દ્વારા દેશમાં ચાલી રહેલી સમસ્યાઓ અને સરકારની ભૂમિકા વિશેની કેટલીક બાબતો નીચે પ્રમાણે અમે રજૂ કરી રહ્યાં છીએ.

“લોનના ભારમાં દબાવી દેવાનો પ્લાન છે પેકેજ”

વ્યાસની દલીલ છે કે, એક તો આ પેકેજ એટલો મોટો છે નહીં, જેટલું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ તેનાથી પણ મોટી વાત તે છે કે, આમાં મોટાભાગની લોનની જોગવાઈ છે. સમસ્યા તે છે કે, જે લોકો, જે બેરોજગારો, અને નાના ઉદ્યોગો જેઓ પહેલાથી મુશ્કેલીમાં છે તેઓ લોન કેવી રીતે લેશે અને લેશે તો પછી ચૂકવશે કેવી રીતે. આ લોકોને દેવામાં નાખવાનો પ્લાન છે.

મહેશ વ્યાસ અનુસાર, જો ઈકોનોમીને રિસ્ટાર્ટ કરવી છે તો લોન નહીં રોજગાર આપો, માર્કેટમાં ડિમાન્ડ પેદા કરવી પડશે. MSMEને લોન આપવાથી ફાયદો થશે નહીં, કેમ કે ડિમાન્ડમાં કમીના કારણે તમને ગ્રાહક મળશે નહીં, જ્યારે ગ્રાહક જ નહીં મળે તો કંપનીઓ રોજગાર પણ આપી શકશે નહીં.

મોટી કંપનીઓની સ્થિતિ ખરાબ છે

વ્યાસ જણાવે છે કે, “મોટા ઉદ્યોગોની સ્થિતિ ખુબ જ ખરાબ છે. ત્રણ ચાર વર્ષથી હાલત ખરાબ છે. 2008-09માં આ કંપનીઓનો નેટ ફિક્સ્ડ એસેટ ગ્રોથ રેટ 23 ટકાની આસપાસ હતા. પરંતુ તે પછી 2015-16માં ગ્રોથ રેટમાં થોડો સુધારો આવ્યો. જોકે, 2019-19 આવતા-આવતા આ દર માત્રને માત્ર 5.5 ટકા રહી ગયો હતો. આવું ત્યારે પણ થયું જ્યારે કંપનીઓનો નફો સારો હતો, પરંતુ કંપનીઓમાં ભવિષ્યને લઈને એટલી ચિંતા હતી કે, તેમને નવી કેપિસિટી ઉભી કરવાનો ખતરો લીધો નહીં.”

કંપનીઓ નફો તો લઈ રહી છે પરંતુ નવું રોકાણ કરી રહી નથી. 2008-09માં 26-27 લાખ કરોડના રોકાણના પ્રસ્તાવ હતા, હવે તે ઘટીને 11 લાખ કરોડ રહી ગયા છે. આનાથી તમે સમજી લો કે ઈકોનોમી ક્યાં જઈ રહી છે.

વાજપેયી, મનમોહન સિંહ પાસે શીખે સરકાર

મહેશ વ્યાસ કહે છે કે, વાજપેયી સરકારના સમયમાં પણ ઓછી ડિમાન્ડની સમસ્યા થઈ હતી, ત્યારે તેમને હાઈવે પ્રોજેક્ટ શરૂ કરીને ઈકોનોમીમાં જીવ ફૂક્યો હતો. તેવી જ રીતે 2004માં મનમોહન સરકારના સમયે SEZ નીતિ લાવીને સરકારી ખર્ચ વધારીને ઈકોનોમીને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.

CMIEનો અનુમાન છે કે, જીડીપી ગ્રોથ રેટ માઈનસ 6 ટકા સુધી ઘટી શકે છે. એટલું જ નહીં આ તેનાથી પણ નીચે જઈ શકે છે.

CMIE Chief Mahesh Vyas

તો ઉપાય શું છે?

સરકાર ટેક્સમાં રાહત આપી રહી છે પરંતુ આજ સમસ્યા ટેક્સને લઈને નથી. આજે સમસ્યા ડિમાન્ડને લઈને છે. સરળ ઉપાય છે કે, ગરીબોના હાથમાં પૈસા આપવામાં આવે પરંતુ સરકાર તેવું કેમ કરી રહી નથી, તે સરકાર પોતે જ બતાવી શકે છે. એક પરંપરા બની ગઈ છે કે, નાણાકીય નુકશાન થવા દઈશું નહીં. જ્યારે લોકડાઉન લગાવીને આપણે પોતે ઈકોનોમીને બંધ કરી છે તો આને આપણે જ સ્ટાર્ટ કરવી પડશે. આના માટે સરકારે ખર્ચ કરવો પડશે. લોન લેવી પડે તો લે, નવી નોટો છાપવી હોય તો છાપે. વિદેશી એજન્સીઓને રેટિંગ ઘટાડવી હોય તો ઘટાડવા દો.

લોકડાઉન કેમ લાવવામાં આવ્યો? હાલમાં કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો

મહેશ વ્યાસ અનુસાર દેશ તે જાણવા માંગે છે કે, કયા ડરના કારણે લોકડાઉન લાવવામાં આવ્યું હતું. “સરકાર દેશને તે બતાવે છે કે, મહામારીના નિષ્ણાતોને શું કહ્યું હતુ કે, લોકડાઉન કરવું પડ્યું. સરકારે તે બતાવવું જોઈએ કે, જો લોકડાઉન ના કરવામાં આવ્યું હોત તો શું સ્થિતિ હોતી અને હાલમાં આપણે ક્યા છીએ, અને આગળનું અનુમાન શું છે. દેશને તે બતાવવું જરૂરી છે કે, આ ડર કેટલો મોટો હતો અને કેટલો મોટો નિકળ્યો. ગરીબ-મજૂર જાણવા માંગે છે કે, શું કારણ હતું કે, અમારી રોજી-રોટી પર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું. ”

બેરોજગારીને લઈને મોટી ચેતવણી

વ્યાસનું આકલન છે કે, માત્ર એપ્રિલમાં 12.2 કરોડ લોકોની નોકરી ગઈ છે. મે મહિનામાં હાલત વધારે ખરાબ થવાની આશંકા છે. આમાંથી બે કરોડ લોકો નોકરી સાથે જોડાયેલા છે અને 9 કરોડ લારી-ગલ્લાવાળા, નાના દુકાનદાર છે. જો ઈકોનોમી પટરી પર આવી જશે તો લારી-ગલ્લાઓ તો શરૂ થઈ જશે પરંતુ લોકોને નોકરી મળશે નહીં તો કોણ તેમના ત્યાં ચા અને સમોસા ખાવા માટે આવશે.

પ્રવાસી મજૂરોને લઈને કયા ભૂલ થઈ?

“મજૂરો ક્યાંથી કયા જઈ રહ્યાં છે, કેવી સ્થિતિમાં છે, તે સરકારને ખબર નથી. સરકારી ડેટા સિસ્ટમને ઠિક કરવાની જરૂરત છે. આવા સંકટના સમયે સાચો ડેટા જરૂરી છે. NSSOના સર્વે ત્યારે થાય છે, જ્યારે સામાન્ય વર્ષ હોય છે પરંતુ આ સતત થવા જોઈએ. લોકો કહે છે કે, મજૂર દિવાળી સુધી પરત આવી જશે, પરંતુ આને એવી રીતે કહેવું જોઈએ કે, લોકોની આશા અનુસાર કદાચ મજૂર દિવાળી સુધી પરત આવી જશે, પરંતુ આવું થઈ જશે તે કહેવું મુશ્કેલ છે.”

મહેશ વ્યાસે પોતાના ઈન્ટરવ્યુંમાં સરકારને પ્રશ્ન કર્યો કે, લોકડાઉન કેમ લાવવામાં આવ્યો? અને હાલમાં કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો… સ્વભાવિક છે કે, આનો જવાબ સરકાર તો આપવાથી રહી પરંતુ એટલું નક્કી છે કે, જ્યારે લોકડાઉન લાવવામાં આવ્યો ત્યારે કોરોનાનો જેટલો ખતરો હતો, તેનાથી દસ ગણો ખતરો હાલમાં છે. કારણ કે, ભારતમાં કોરોનાના કેસ એક લાખ ઉપર જઈ ચૂક્યા છે. તેવામાં નવા રંગરૂપવાળા લોકડાઉન 4.0માં બિનજરૂરી ચીજ-વસ્તુઓના વેચાણની છૂટ આપીને લોકડાઉન ખત્મ કરવાના પ્રથમ પગથિયા ઉપર સરકાર આવી ગઈ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટકતા જગતનો તાત ચિંતામાં, તંત્ર થયું દોડતું