Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ભારતમાં પ્રતિબંધ છતાં હજુ સુધી પ્લે સ્ટોરમાં કેમ જોવા મળી રહી છે ચાઈનીઝ એપ્સ?

ભારતમાં પ્રતિબંધ છતાં હજુ સુધી પ્લે સ્ટોરમાં કેમ જોવા મળી રહી છે ચાઈનીઝ એપ્સ?

0
1313

• ચાઈનીઝ એપ્સ પર સરકારે કેમ મૂક્યો પ્રતિબંધ?
• ચાઈનીઝ એપ્સ પર કેવો પ્રતિબંધ? લોકોમાં ઉઠ્યો સવાલ
• ગૂગલ પ્લે સ્ટોર અને iOS પ્લેટફોર્મ પરથી ક્યારે હટશે ચાઈનીઝ એપ્સ?

નવી દિલ્હી: ચીન સાથે ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે 59 ચીની એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય રહેલી ટીકટૉક, શેયર ઈટ, હેલો અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશનો પણ સામે છે.

સરકારે કેમ પ્રતિબંધ મૂક્યો?
આ અંગે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, આ 59 એપ્લેકેશનો ભારતની સુરક્ષા માટે ખતરારૂપ હોવાની માહિતી મળી હતી. જે બાદ તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  ભારતની કંપનીએ બનાવી COVID-19ની વૅક્સીન, જુલાઈમાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

આ ચાઈનીઝ એપ્સ દ્વારા ભારતીય યુઝર્સના ડેટા લીક થવાનો અને તેનો દુરુપયોગ થવાનો ખતરો હતો. જેના કારણે અમારી તાત્કાલીક પગલા ભરવા પડ્યા. સરકારનું આ પગલુ કરોડો ભારતીય મોબાઈલ યુઝર્સના હિતોની સુરક્ષા કરશે.

ગૂગલ પ્લે સ્ટોર પર હજુ પણ પ્રતિબંધિત એપ
સરકારે આ એપ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ મંગળવારે સવાર સુધી આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળી રહ્યા છે. એટલે કે, આ એપ્સને કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાતી હતી. જો કે મંગળવારે સવારે પ્રતિબંધિત એપની યાદીમાં સામેલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવામાં આવતા તે સરળતાથી ડાઉનલોડ થઈને મોબાઈલમાં ઈન્સ્ટોલ પણ થઈ ગઈ.

આવી જ રીતે Appleના એપ સ્ટોર પર પણ આ તમામ 59 એપ્લિકેશન લાઈવ છે. એટલે કે, યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય જે લોકો પહેલાથી જ આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમના મોબાઈલમાં આ એપ હજુ પણ કામ કરી રહી છે.

જણાવી દઈએ કે, સરકાર દ્વારા આ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકાયા બાદ તેની સૂચના એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મને આપવામાં આવે છે. સરકારના આદેશનો અમલ કરવામાં કેટલોક સમય લાગી શકે છે અને પછી આ એપને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા સતત સવાલ પૂછવામાં આવી રહ્યાં છે કે, આ ક્યા પ્રકારનો પ્રતિબંધ છે? આ એપ્સ તો હજુ પણ કામ કરી રહ્યાં છે? આ પ્રતિબંધ ક્યારથી લાગૂ કરવામાં આવશે?

અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને શેના પર રહેશે રોક?