Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > લોકો કોરોનાની રસી લેવાથી કેમ ડરી રહ્યાં છે? સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા

લોકો કોરોનાની રસી લેવાથી કેમ ડરી રહ્યાં છે? સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા

0
112

કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન છે. પરંતુ હજુ વેક્સિન વિશે ઘણા બધા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેક્સિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. તે ઉપરાંત બીજી કેટલીક અફવાઓ પણ ગ્રામીણ લોકોમાં જોવા મળી રહી છે.

કોરોના વાયરસને લઈને ગામડાઓમાં એક એવી પણ અફવા પણ ચાલી રહી છે કે, કોરોના વાયરસની રસી લીધા પછી દંપત્તિને કે કોઈપણ સ્ત્રી કે પુરૂષમાં માતા કે પિતા બનવાની ક્ષમતા રહેશે નહીં. કોરોના રસી થકી વર્લ્ડ લેવલે પોપ્યુલેશન ઓછી કરવાનો કારસો રચાઇ રહ્યો છે. આવી રીતની બીજી પણ અનેક અફવાઓના કારણે લોકો કોરોના વાયરસની રસી લેવાથી ડર અનુભવી રહ્યાં છે.

સર્વે કરનારાઓને ગ્રામીણ લોકોને જણાવ્યું કે, હવે જો અમે વેક્સિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે. આવા વેક્સિનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણોને મનોવિજ્ઞાનની ભાષામાં વેક્સિનોફોબિયા અને ઝયૂસોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.

આ અંગેનું વિશ્લેષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશી અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ.જોગસણ દ્વારા કરવામાં આવ્યું. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવા ગામે-ગામ જઈને લોકોને મળ્યા હતા ત્યારે ગામડાના 80.10% લોકોમાં વેક્સિનોફોબિયા જોવા મળ્યો હતો. જયારે શહેરના 36% લોકોમાં વેક્સિનોફોબિયા હોવાનું સામે આવ્યું છે. આ પરિણામ ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700થી વધુ લોકોને આધારે છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે કાઢવામાં આવ્યા છે.

વેક્સિનોફોબિયાવાળા લોકો શું વિચારે છે?

વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે.

હાલના સમયમાં કોરોના વેક્સિન વિશે આવા જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેક્સિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી ખૂબ જ ઘભરાઈ જાય છે અને પોતે તો વેક્સિન લેતો નથી પરંતુ અન્યોને પણ વેક્સિન ના લેવાની સલાહ આપે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat