Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: દેશના અન્ય શહેરોની તુલનામાં કોરોનાથી અમદાવાદમાં વધુ લોકોના કેમ મોત થઇ રહ્યા છે?

#Column: દેશના અન્ય શહેરોની તુલનામાં કોરોનાથી અમદાવાદમાં વધુ લોકોના કેમ મોત થઇ રહ્યા છે?

0
1042

અત્યાર સુધી અમદાવાદમાં કોરોના વાયરસના 8,420 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી 524 લોકોએ આ મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી ખબર પડે છે કે શહેરમાં કોરોનાના રોગીઓનું મૃત્યુદર આશરે 6.05 ટકા છે, જે આખા દેશમાં સૌથી વધુ છે.

હકીકતમાં છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુ દરમાં થોડો ઘટાડો થયો છે, નહીં તો મૃત્યુ દર 75.7575 ટકાની આસપાસ હતો. દેશમાં મુંબઇ પછી અમદાવાદમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. મુંબઇમાં Covid19ના કેસની સંખ્યા અમદાવાદથી બમણા કરતા પણ વધુ હોવા છતાં મૃત્યુઆંક 696 છે. એટલે કે મુંબઇમાં કોરોનાનો મૃત્યુદર 3.75 ટકા છે. આ સંખ્યા અમદાવાદના મૃત્યુદરથી લગભગ અડધી છે. આરોગ્ય સુવિધાઓ માટે સૌથી સારા સ્થાનમાંથી એક ગણાતા અમદાવાદમાં આ ઉચ્ચ મૃત્યુદરે કેટલાક લોકોને ઝટકો આપ્યો છે, જેમાં રાજ્ય અને કેન્દ્રના વરિષ્ઠ નેતા પણ સામેલ છે, જેમાં વિજય નેહરાને મ્યુનિસિપલ કમિશનર પદેથી હટાવવાના મુખ્ય કારણમાંથી એક ગણવામાં આવ્યુ છે.

ઘણા નિષ્ણાતો માને છે કે છેલ્લા બે મહિનામાં અમલદારો દ્વારા પરિસ્થિતિને ખોટી રીતે સંચાલિત કરવાને કારણે આવું બન્યું છે. એક તબીબી નિષ્ણાંતે કહ્યું કે, શહેર પ્રશાસનનો સૌથી ખરાબ નિર્ણય તમામ ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ બંધ કરવાનો હતો. લોકડાઉન -1 ની જાહેરાત થતાં જ મોટાભાગના લોકોને તેમની દુકાન બંધ કરવાની ફરજ પડી હતી.

ઘણા લોકો કોરોના સિવાય અન્ય વિવિધ બિમારીઓથી પીડાતા હતા, એવામાં તેઓને પોતાના સ્વાસ્થ્ય વિશે ખુદ જઇને ડોકટરની સલાહ લેવી પડી હતી. શહેરમાં કાર્યરત એકમાત્ર ઓપીડી સિવિલ હોસ્પિટલમાં હતી, જેમાં કોરોના સેન્ટર પણ હતું. કોરોના સંક્રમણની સંભાવનાને કારણે, મોટાભાગના દર્દીઓ અન્ય રોગો માટે સિવિલ હોસ્પિટલમાં જવાથી ડરતા હતા. આ સ્થિતિમાં આ લોકોની હાલત બગડવા લાગી હતી. સરકારના અહેવાલ મુજબ- કોરોનાને કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ડાયાબિટીસ, હ્રદયરોગ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડિત હતા. આ સિવાય ઘણા લોકોનો કોરોના ટેસ્ટ ખૂબ મોડો થયો હતો. જ્યાર સુધી દર્દીમાં કોરોના પોઝિટિવ થવાની પૃષ્ટી થઇ ત્યા સુધી રોગીની હાલત અન્ય બીમારીઓને કારણે ખરાબ થઇ ચુકી હતી, જેને કારણે કોરોનાની પૃષ્ટી થયાના 24 કલાકની અંદર તેનું મોત નીપજી ચુક્યુ હતું.

વરિષ્ઠ તબીબી નિષ્ણાંતોએ તેને શહેર વહીવટીતંત્રને ધ્યાન અપાવ્યુ હતું અને વરિષ્ઠ આઇએએસ અધિકારી રાજીવ ગુપ્તાની આગેવાની હેઠળની ટીમે તાત્કાલીક સુધારાત્મક પગલાં લીધાં હતાં. તેમણે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે વાત કરી હતી અને તેમને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો કે સ્થાનિક ડોકટરોએ તાત્કાલિક ઓપીડી ફરી શરૂ કરવી જોઈએ જેથી મૃત્યુ દરને નિયંત્રણમાં લાવી શકાય. હવે રાજ્ય સરકાર પણ આ ભૂલો સમજી ચૂકી છે. નાગરિકોને તેમના નિયમિત રોગો માટે તબીબી સહાય મળી શકે તે માટે હવે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ કોરોના ટેસ્ટમાં ચોક્કસ જ સકારાત્મક જોવા મળે પરંતુ તેમની રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે મજબૂત રહે.

શહેર વહીવટીતંત્ર હવે સંપૂર્ણ જોમ સાથે ઓપીડી ટ્રીટમેન્ટ ફરી શરૂ કરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તૈયાર છે. કોરોનાને કારણે એકંદર મૃત્યુદર લગબગ 3 ટકા છે જે ગુજરાતના દરથી અડધો છે. આ જ કારણ કે છે હવે રાજ્ય સરકારની અગ્રતા એ છે કે અમદાવાદના મૃત્યુદરને રાષ્ટ્રીય સ્તરે નીચે લાવવો અથવા રાષ્ટ્રીય કક્ષાની બરાબર લઇ જવાનો છે.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

શું કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ‘કેન્દ્રશાસિત પ્રદેશ’ માં પરિવર્તિત થયુ છે?