Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સતત ચોથા મહિને મોંઘવારીમાં થયો વધારો, દેશની જનતા કફોડી સ્થિતિમાં

સતત ચોથા મહિને મોંઘવારીમાં થયો વધારો, દેશની જનતા કફોડી સ્થિતિમાં

0
195

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. દેશની જનતાની સ્થિતિ કફોડી બની રહી છે. મીડલ ક્લાસથી લઈને અમીર લોકોને પણ આ મોંઘવારી હવે દઝવી રહી છે. જ્યારે ગરીબોને તો ફાંકા કરવાના દિવસો આવી ગયા છે. અચ્છે દિનની આશામાં લોકોને રોજા અને ઉપવાસ કરવાના દિવસો આવી ગયા છે.

ક્રૂડ ઓઇલ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના વધતા ભાવને લીધે એપ્રિલમાં જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવો અત્યાર સુધીનાં 10.49 ટકાનાં ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત ગયા વર્ષે એપ્રિલનાં નીચા સ્તરે પણ એપ્રિલ 2021 દરમિયાન ફુગાવો વધારવામાં ફાળો આપ્યો હતો. માર્ચ 2021માં WPI ફુગાવાનો દર 7.39 ટકા હતો અને એપ્રિલ 2020માં માઇનસ 1.57 ટકા હતો.

જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું, “એપ્રિલ 2021 માં (એપ્રિલ 2021ની તુલના) નાં આધારે ફુગાવાનો વાર્ષિક દર 10.49 ટકા હતો.” મંત્રાલયે કહ્યું, “મુખ્યત્વે ક્રૂડ તેલ, પેટ્રોલ અને ડીઝલ જેવા ખનિજ તેલ અને ઉત્પાદનોના ભાવમાં વધારાને લીધે એપ્રિલ 2021માં ફુગાવાનો વાર્ષિક દર પાછલા વર્ષનાં સમાન મહિના કરતા વધારે છે.”

આ સમયગાળા દરમિયાન, ઇંડા, માંસ અને માછલી જેવા પ્રોટીનયુક્ત ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં તીવ્ર વધારો થવાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવાનો દર 4.92 ટકા રહ્યો હતો. જોકે શાકભાજીના ભાવમાં 9.03 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ઇંડા, માંસ અને માછલીના ભાવમાં 10.88 ટકાનો વધારો થયો છે.

એપ્રિલમાં કઠોળનો મોઘવારી દર 10.74 ટકા છે, જ્યારે ફળોમાં તે 27.43 ટકા રહ્યો. એ જ રીતે, ઇંધણ અને વીજળીનો ફુગાવો એપ્રિલમાં 20.94 ટકા હતો, જ્યારે ઉત્પાદનોમાં 9.01 ટકા હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat